અંતકડી અથવા અંતાક્ષરી (અંત્ય+અક્ષરી) પ્રાચિન સમયથી રમાતી શીઘ્ર યાદશક્તિની કસોટી કરતી એક આબાલવૃદ્ધમાં અત્યંત લોકપ્રિય એવી રમત છે. આ રમત ભારતીય ઉપખંડમાં ઘણી જ પ્રચલિત છે. આ રમતમાં પ્રથમ ટુકડીએ કોઇપણ પદ્યની કડી ગાવાની હોય છે. આ કડીના અંતિમ અક્ષરથી શરુ થતા અન્ય પદ્યની કડી સામેની ટુકડીએ નક્કી કરેલી સમયમર્યાદામાં ગાવાની હોય છે, જેનો જવાબ આ જ રીતે વારાફરતી બંને ટુકડીઓ આપતી જાય છે. અંતે જે ટુકડી સમયમર્યાદામાં આગળ ગવાયેલી કડીના અંતિમ અક્ષર પરથી શરુ થતા પદ્યની કડી યાદ કરીને ગાય ન શકે તે ટુકડી હારી જાય છે. આ રમત બે કે બેથી વધુ વ્યક્તિ અથવા ટુકડીઓ વચ્ચે રમાડી શકાય છે, પણ તે જ્યારે મોટા સમૂહમાં રમાતી હોય ત્યારે ખૂબ જ મઝા આવે છે. લગ્ન સમયના મેળાવડામાં અને વિદ્યાર્થીઓમાં પર્યટન દરમ્યાન તેમ જ ફુરસદના સમયે આજે પણ અંતકડી ચોક્કસપણે રમાય છે. અનેક શિક્ષણસંસ્થાઓમાં અંતકડીની હરીફાઇનું આયોજન પણ કરવામાં આવે છે.

ઉદાહરણ ફેરફાર કરો

અંતકડીના ઉદાહરણ રુપે રામચરિતમાનસમાંથી ત્રણ ચોપાઇઓ લીધી છે, જે નીયે મુજબ છે. આ ચોપાઇની કડીના અંતિમ અક્ષર ઉપરથી બીજી ચોપાઇની શરુઆત થાય છે:

बोले रामहिं देइ निहोरा। बचौं विचारि बंधु लघु तोरा।।


रामचरितमानस एहि नामा। सुनत स्रवन पाइअ बिस्रामा।।


मातु समीप कहत सकुचाहीं। बोले समय समुझि मन माहीं।।