અંબાઈદાસ જીવાભાઈ અમીન

વસો અને કાઠીયાવાડના જાગીરદાર

અંબાઈદાસ જીવાભાઈ અમીન અથવા ભાઉ સાહેબવસો અને કાઠીયાવાડના જાગીરદાર હતા.[૧]

અંબાઈદાસ જીવાભાઈ અમીન
મૃત્યુ૩૦ જાન્યુઆરી ૧૯૧૦ Edit this on Wikidata
વસો (તા. વસો) Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

તેઓ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા હતા.[૧] એમણે છ વખત લગ્ન કર્યા હતા પરંતુ એમને એક પણ સંતાન ન હતું.[૧] તેથી તેમણે સાવલીના જોરાભાઈના એકના એક પુત્ર અને પોતાના કુલ ત્રણમાંના સૌથી નાના ભાણેજ ગોવર્ધનભાઈને ગોપાળદાસ નામ આપીને દત્તક લીધા હતા[૧].

એમણે દેશી કારીગરોને ઉત્તેજન નામનું પુસ્તક લખ્યું હતું. મોતીભાઈ અમીનના શબ્દોમાં એ પુસ્તકમાં કરવામાં આવેલી દેશી કારીગરીના નાશની સમીક્ષા "પથરા પીગળાવે એવી ચોટદાર છે."[૨]

અવસાન ફેરફાર કરો

૩૦ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ વસોમાં વસો સાર્વજનિક પુસ્તકાલયના ઉદ્‌ઘાટન સમારંભના દિવસે સવારે દેવપૂજા કરતી વખતે હૃદય બંધ પડી જવાથી તેઓ અવસાન પામ્યા હતા.[૧]

નોંધ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ ૧.૪ મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૨૪.
  2. મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય, p. ૧૧.

સંદર્ભ ફેરફાર કરો

  • અમીન, આપાજી બાવાજી (ફેબ્રુઆરી ૧૯૪૨). મોતીભાઈ અમીન - જીવન અને કાર્ય (PDF). નવજીવન મુદ્રણાલય, કાળુપુર, અમદાવાદ.