અમદાવાદ મેટ્રો

અમદાવાદની મેટ્રો

અમદાવાદ મેટ્રો (પૂર્વે મેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા))ભારતના અમદાવાદ અને ગાંધીનગર શહેરો વચ્ચે સાર્વજનિક પરિવહન માટેની રેલ્વે સેવા છે.

અમદાવાદ મેટ્રો
સામાન્ય માહિતી
સ્થાનિકગાંધીનગર અને અમદાવાદ, ગુજરાત
પરિવહન પ્રકારમેટ્રો (ઝડપી પરિવહન)
મુખ્ય સેવામાર્ગો
દૈનિક આવનજાવન૨૦ લાખ (વર્ષ ૨૦૨૦) ૪૫ લાખ (વર્ષ ૨૦૪૧) [૧]
મુખ્ય અધિકારીસંજય ગુપ્તા[૨]
વેબસાઈટhttp://gujaratmetrorail.com/index.html
કામગીરી
પ્રચાલક/પ્રચાલકોમેટ્રોલિંક એક્સપ્રેસ ગાંધીનગર અને અમદાવાદ (મેગા)
તકનિકી માહિતી
સમગ્ર તંત્રની લંબાઈ76 kilometres (47 mi) [૩]
રેલ્વે પાટાનો ગેજપ્રકાર૧૬૭૬ એમએમ (બ્રોડ ગેજ)[૪]
વિદ્યુતીકરણ૧૫૦૦ વોલ્ટ (ડીસી)[૫]
અમદાવાદ મેટ્રો
ઉત્તર-દક્ષિણ
માર્ગ
મહાત્મા મંદિર
સેક્ટર-૨૪
સેક્ટર-૧૬
જુના સચિવાલય
અક્ષરધામ
સચિવાલય
સેક્ટર-૧૦એ
સેક્ટર-૧
ઇન્ફોસીટી
ધોળાકુવા સર્કલ
જીએનએલયુ–ગિફ્ટ સીટી
શાખા માર્ગ
રાંદેસણ
ગિફ્ટ સીટી
રાયસણ
PDEU
GNLU
કોબા ગામ
જુના કોબા
કોબા સર્કલ
નર્મદા કેનાલ
તપોવન સર્કલ
વિશ્વકર્મા કોલેજ
કોટેશ્વર રોડ
તબક્કો-૨
તબક્કો-૧
મોટેરા સ્ટેડિયમ
થલતેજ ગામ
સાબરમતી
થલતેજ
AEC
દૂરદર્શન કેન્દ્ર
સાબરમતી રેલ્વે સ્ટેશન
ગુરુકુલ રોડ
રાણિપ
ગુજરાત યુનિવર્સિટી
વાડજ
કોમર્સ ૬ રસ્તા
વિજય નગર
એસપી સ્ટેડિયમ
ઉસ્માનપુરા
જૂની હાઇ કોર્ટ
ગાંધીગ્રામ
પાલડી
શાહપુર
શ્રેયસ
ઘીકાંટા
રાજીવ નગર
કાલુપુર રેલ્વે સ્ટેશન
જીવરાજ પાર્ક
કાંકરિયા પૂર્વ
APMC
એપેરલ પાર્ક ડેપો
ગ્યાસપુર ડેપો
એપેરલ પાર્ક
ઉત્તર-દક્ષિણ
માર્ગ
અમરાઇવાડી
રબારી કોલોની
વસ્ત્રાલ
નિરાંત ક્રોસ રોડ
વસ્ત્રાલ ગામ
પૂર્વ-પશ્મિમ
માર્ગ
હાલના કાર્યરત મેટ્રો માર્ગનો નકશો

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ કરવામાં આવી હતી અને ઓક્ટોબર ૨૦૧૩ના રોજ પ્રથમ તબક્કામાં ૪૦.૦૩ કિમીના માર્ગના પ્રસ્તાવને મંજૂરી મળી હતી, જેમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ માર્ગોનો સમાવેશ થતો હતો. ૧૪ માર્ચ ૨૦૧૫ના રોજ બાંધકામની શરૂઆત થઇ હતી. પૂર્વ-પશ્ચિમના ૬.૫ કિમી માર્ગની શરૂઆત ૪ માર્ચ ૨૦૧૯ના રોજ થઇ હતી અને ૬ માર્ચ ૨૦૧૯માં તેને જાહેર જનતા માટે ખૂલ્લો મૂકાયો હતો. પ્રથમ તબક્કાનો બાકીનો માર્ગ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરાયો હતો અને ૨ અને ૬ ઓક્ટોબર ૨૦૨૨માં જાહેરમાં મૂકાયો હતો.

ઈતિહાસ ફેરફાર કરો

તબક્કો-૧ ફેરફાર કરો

૧૯મી ઑક્ટોબર ૨૦૧૪ના રોજ ભારત સરકારની યુનિયન કેબિનેટે અમદાવાદ મેટ્રો માટે રૂ. ૧૦,૭૭૩ ફાળવવાની મંજૂરી આપી.[૬] કેન્દ્ર સરકારે એક મહિના બાસ નવેમ્બર ૨૦૧૪માં સાબરમતી-બોટાદની લાઈન પર ખાલી પડી રહેલી પશ્ચિમ રેલ્વેની જમીનને વાપરવા માટેની પરવાનગી આપી. આશ્રમ રોડની સમાનાંતર રેલ્વે બનાવવાના પ્લાનને બદલી નાખી તેને પશ્ચિમ તરફ વાળવામાં આવ્યો, જેથી જમીનને કબ્જે લેવામાં સરળતા રહે અને આશ્રમ રોડ પરની ગીચતા ઓછી કરી શકાય. આ પ્લાન બદલવાનો ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયા થયો અને બે નવા સ્ટેશન ઉમેરવામાં આવ્યાં. ૨૦૧૫ના બજેટમાં ગુજરાત સરકાર દ્વારા રૂ. ૬૧૧ કરોડ રૂપિયાની વધુ ફાળવણી કરવામાં આવી.

માર્ચ ૨૦૧૬માં ઉત્તર-દક્ષિણ કોરિડોરનું કામ શરૂ થયું.[૭] ભારતીય રેલ્વેએ પોતાની જમીન પર મેટ્રો બાંધકામનો પરવાનો ૨૦૧૬માં આપ્યો. ૨૦૧૫માં જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સીએ રૂ. ૫૯૬૮ કરોડનું ફંડિંગ આપવાની ઘોષણા કરી જે પૈકી ૨૦૧૬માં પહેલા તબક્કામાં રૂ. ૪૪૫૬ કરોડ આપવામાં આવ્યા.[૮]

આ તબક્કાની ટ્રેનોનો ટ્રાયલ રન ૨૦૧૯ના ફેબ્રુઆરી મહિનામાં ૬.૫કિમી લાંબા વસ્ત્રાલથી ઍપેરલ પાર્કની વચ્ચે કરવામાં આવ્યો.[૯] આ સેક્શનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૪ માર્ચ ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું અને પ્રજા માટે બે દિવસ પછી તે ખુલ્લો મૂકવામાં આવ્યો.[૧૦] તબક્કા-૧ના બાકીના ભાગનું નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર ૨૦૨૨માં ઉદ્ઘાટન કર્યું. પૂર્વ-પશ્ચિમ કોરિડોરને ૨જી ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે અને ઉત્તર-દક્ષિણ કોરિડોરને ૬ઠ્ઠી ઓક્ટોબર ૨૦૨૨ના દિવસે જનતા માટે ખોલવામાં આવ્યો.[૧૧]

તબક્કો-૨ ફેરફાર કરો

ગુજરાત સરકારે તબક્કા-૨ની મેટ્રોને ઓક્ટોબર ૨૦૧૭માં મંજૂરી આપી અને એક વર્ષ બાદ ઓક્ટોબર ૨૦૧૮માં તેના પ્લાનને રીવાઇઝ કર્યો. ફેબ્રુઆરી ૨૦૧૯માં યુનિયન કેબિનેટે રૂ.૫૩૮૪ કરોડની ફાળવણી કરી જેનાથી ઉત્તર-દક્ષિણ માર્ગને મોટેરાથી ખેંચીને મહાત્મા મંદિર સુધી લઈ જવાય અને સાથે સાથે GNLUથી એક ફાંટો છૂટ્ટો પડે જે ગિફ્ટ સીટી સુધી PDEU મારફતે લઈ જાય.[૧૨]

જાન્યુઆરી ૨૦૨૦માં તબક્કા-૨ માટેનું ટેન્ડરિંગ ચાલુ કરવામાં આવ્યું. ૧૮મી જાન્યુઆરી ૨૦૨૧ના દિવસે વડાપ્રધાન મોદીના હાથેથી બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.[૧૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]
  2. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
  3. "Welcome to GIDB". Gidb.org. મૂળ માંથી 2011-10-09 પર સંગ્રહિત. મેળવેલ ૨૭ જુલાઇ ૨૦૧૦.
  4. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2013-01-15 પર સંગ્રહિત. મેળવેલ 2012-12-28.
  5. http://gujaratmetrorail.com/projects.html[હંમેશ માટે મૃત કડી]
  6. "Ahemedabad Metro project gets green signal". The Times of India. 2014-10-18. ISSN 0971-8257. મેળવેલ 2024-05-10.
  7. "Mumbai-based firm wins bid for Ahmedabad metro construction". The Indian Express (અંગ્રેજીમાં). 2015-02-05. મેળવેલ 2024-05-10.
  8. "Ahmedabad Metro gets Japanese funding of Rs 5,968 cr for Phase-1". BusinessLine (અંગ્રેજીમાં). 2015-11-27. મેળવેલ 2024-05-10.
  9. "Now, Metro trial run will be held by February 18". The Times of India. 2019-01-16. ISSN 0971-8257. મેળવેલ 2024-05-20.
  10. "Ahmedabad Metro to open for public on Wednesday". The Times of India. 2019-03-05. ISSN 0971-8257. મેળવેલ 2024-05-20.
  11. "PM Modi to launch Ahmedabad Metro Phase 1, flag off Vande Bharat Express during two-day Gujarat visit". The Indian Express (અંગ્રેજીમાં). 2022-09-28. મેળવેલ 2024-05-20.
  12. "Ahmedabad Metro Phase 2 gets Modi Cabinet clearance ahead of Phase 1 inauguration on March 4". Financialexpress (અંગ્રેજીમાં). 2019-02-21. મેળવેલ 2024-05-20.
  13. "'Very important gifts for Ahmedabad, Surat': PM Modi launches metro rail projects in Gujarat". www.timesnownews.com (અંગ્રેજીમાં). 2021-01-18. મેળવેલ 2024-05-20.

બાહ્ય કડીઓ ફેરફાર કરો