અશોકનગર જિલ્લો ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા કુલ ૫૦ (પચાસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. અશોકનગર જિલ્લાનું મુખ્ય મથક અશોકનગર શહેરમાં આવેલું છે.

આ જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૪૬૭૩.૯૪ ચોરસ કિલોમીટર જેટલો છે. આ જિલ્લાની સરહદો પૂર્વ દિશામાં બેતવા નદી વડે ઘેરાયેલી છે, જેના વડે આ જિલ્લો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા લલિતપુર જિલ્લા સાથે અને મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા સાગર જિલ્લા સાથે અલગ કરે છે. વિદિશા જિલ્લો આ જિલ્લાની દક્ષિણ દિશાની સરહદ પર આવેલો છે. સિંધ નદી આ જિલ્લાની પશ્ચિમ દિશાની સરહદ બનાવે છે તેમજ ગુના જિલ્લાને આ જિલ્લાથી અલગ કરે છે. શિવપુરી જિલ્લો ઉત્તર દિશામાં આવેલો છે. આ જિલ્લાની કુલ વસ્તી ૬,૮૮,૯૨૦ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) જેટલી છે.