આરસ ખડકો

નર્મદા નદી નુ એક અનેકમાંથી એક ઝરણું


આરઅસ ખડકો કે જે તેના અંગ્રેજી નામ માર્બલ રોક્સ તરીકે જાણીતું છે તે ભારતના મધ્ય ભાગમાં આવેલી એક નદીની આસપાસનું ક્ષેત્ર છે. આ ક્ષેત્ર મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના જબલપુર શહેર નજીક આવેલું છે. નર્મદા નદીએ આરસના નરમ ખડકોને કોતરીને એક કોતર રચ્યું છે. આ કોતર લગભગ ૩ કિ.મી. લાંબું છે. ભારતીય પ્રવાસનમાં આ એક આકર્ષક સ્થળ છે. આ વિસ્તારની સ્થાનીક ખાણોમાંથી નીકળતો આરસ સમગ્ર ભારતમાં મોકલવામાં આવે છે.

આરસ ખડકો (Marble Rocks)
જબલપુર પાસે આવેલા આરસના ખડકો
આરસ ખડકો (Marble Rocks) is located in Madhya Pradesh
આરસ ખડકો (Marble Rocks)
આરસ ખડકો (Marble Rocks)
Long-axis length3 kilometres (1.9 mi)
Geography
Coordinatesઢાંચો:Infobox coor d

ભૂગોળ ફેરફાર કરો

નર્મદા નદીના ૧,૦૭૭ કિ.મી. (૬૬૯.૨ માઈલ) લાંબા વહેણમાં આવતું આ એક કોતર છે. [૧] અહીંનો આરસ મુખ્યત્વે મેગ્નેશિયમથી ભરપુર હોય છે અને તેની સખ્તાઇ સાબુ ખડક(???)ની નજીક હોય છે. આ નરમાશને કારણે આરસમાંથી સુંદર કોતરણી, નક્શી કરી શકાય છે અને મૂર્તિઓ બનાવી શકાય છે. આ ક્ષેત્ર ભૂરા અને કથ્થઇ રંગના આરસ માટે પણ પ્રખ્યાત છે.

આકર્ષણો ફેરફાર કરો

આ વિસ્તાર ઘણાં પ્રવાસન આકર્ષણો ધરાવે છે. કોતરની સામે પાર જવા માટે કેબલ કારની સુવિધા છે. ધોધની નીચે હલેસાવાળી હોડીઓની સેવા પણ ઉપલબ્ધ છે. સ્થાનિક કારીગારોએ બનાવેલી હસ્તકાળાની વસ્તુઓ પણ અહીં મળે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. :::| NCA |:::: Narmada Control Authority

ચિત્રમાળા ફેરફાર કરો