ઈન્ટરનેટ એક્ટીવિઝમ (ચળવળ)

ઈન્ટરનેટ એક્ટીવિઝમ (ચળવળ) ને નવા શરુ કરાયેલા પ્રયોજન,'મેટા એક્ટીવિઝમ'દ્વારા ડિજીટલ એક્ટીવિઝમ ની વ્યાખ્યા અપાઇ છે,"રાજકીય અને સામાજિક ફેરફાર લાવવા માટેની ડિજીટલ પ્રક્રિયા પદ્ધતિ". આજના બદલતા યુગમાં આ બધી ટેક્નોલોજી નો વપરાશ વધી રહ્યો છે.ઈન્ટરનેટ ટેક્નોલોજી થી વર્લ્ડ વાઇડ વેબ (World Wide Web), ઈમેલ(e-mail),ઓનલાઈન પેટિશન(લિખિત અરજી),બ્લોગીંગ,આ થોડાક ઉદાહરણો છે જેઓએ બદલાવ લાવી,થોડાક સમયમા લાખો લોકોમાં સન્દેશાં પહોંચાડ્યા છે.આ ઓનલાઈન ચળવળ એ હજી એક તાજો તબક્કો છે પણ છતાં તાજે તરમાં તેને ઘણો મહત્વ મળ્યો છે.આ એક રાજકીય અને સામાજિક નેટવર્કિંગ (networking)(જુથિ બંધી કરનારી)છે જ્યા ઓનલાઈન વપરાશ કરતાઓ સાથે કામ કરીને એક રાજકીય ધ્યેય મેળવે છે.ડિજીટલ એક્ટીવિઝમ નો વપરાશ કરતાઓ સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સ (social networking sites) જેમકે ફેસબૂક થી જુથ બનાવે છે,ટ્વિટર પર જાહેરાત કરે છે અને ગ્રૂપ બ્લોગ પર બધા પોતપોતાના મનોભાવો વ્યક્ત કરે છે.

ઈન્ટરનેટ લોકોને રાજકીય રીતે સંકળાવાની મોટી તક આપે છે. તથા જોઈએ તે સમયે,જોઈએ તે બાબત માટે, અને જે રીતે જોઈએ તેજ રીતે માહિતી પૂરી પાડે છે.આ રીતે ઈન્ટરનેટ લોકોને રાજકીય અને નાગરિક વિચારણામાં ભાગ લેવાનો મોકો આપે છે.અને તેઓ રાજકીય,સામાજિક,નાગરિક અને આર્થિક દર એક રીતે માહિતકાર બનાવે છે.

ઈન્ટરનેટ એક્ટીવિઝમ અને યુવાનો ફેરફાર કરો

તાજેતરમાં યુવાનો ડિજીટલી વ્યસ્ત રહે છે.જે એક રીતે બતાડે છે કે ઈન્ટરનેટ વાપરતા યુવાનોને હવે વિવિધ સામાજિક મુદ્દાઓમાં ભાગ લેવાની નવી દિશા મળી છે. આ ઈન્ટરનેટ એક્ટીવિઝમના અનેક પ્રકાર હોય છે.ઓનલાઈન પેટિશન(લિખિત અરજી)મોકલવુ,ફેસબૂકના 'કોસ પેજ' પર જોડાવું,બ્લોગીંગ કે ટ્વિટર પર મહત્વ્ના સામાજિક મુદ્દાઓમાં પોતાનો અભિપ્રાય બતાવવો;ઈન્ટરનેટ એક્ટીવિઝમનો રુપ છે. સંશોધનોએ સાબિત કર્યુ છે કે,આ નવા માધ્યમે યુવાનોમાં ચળવળ શરુ કરી છે.નીચે દર્શાવેલા મુદ્દામા આઈ.સી.ટી (ICT) ની એશિયાના યુવાન વર્ગ પરની અસર બતાવાય છે.

૧. હવે સામાજિક,રાજકીય અને આર્થિક મુદ્દઓમા યુવાનો વધુ ભાગ લઇ રહ્યા છે.

૨. માહિતીના વધતા સ્ત્રોત.

૩.સહેલાઈથી મળતા અંતરાષ્ટ્રિય પ્રવેશ.

ઔધ્યોગિક માધ્યમોની જાણકારી મેળવવા માટે,ઈન્ટરનેટ એક મહત્વ્નો પર્યાય છે.ઈન્ટરનેટને એક મોટુ માધ્યમ ગણવામા આવી રહ્યુ છે જે વિશ્વવરના લોકો સાથે માહિતી વહેંચે છે અને વાતો કરે છે.ઈન્ટરનેટના વાર્તાલાબના માળખામાં જોઇતી ગુમનામી મળી રહે છે. આ ખુલ્લા પ્રવેશમા(Open access)બધી જાતની માહિતી ઉપ્લબ્ધ છે.તેમજ આ પ્રવેશ ઉમર,લિંગ વગેરેનો ભેદભાવ કરી શક્તો નથી.આવી ઓનલાઈન જગ્યાઓમાં લોકશાહીના ધોરણે નાગરિકો ભાગ લઇને પોતના વિચાર પ્રકટ કરી શકે.છતા ઈન્ટરનેટના માળખામા સંપૂર્ણ ઓનલાઈન સુરક્ષિતપણું નથી મળતુ.

ઈન્ટરનેટ નો વપરાશ રાજકીય કેમપેનીંગ ઓજાર (political campaigning tool) તરીકે પણ થઈ રહ્યો છે.ઘણા રાજનીતિજ્ઞ(politician)રાજકીય કેમપેનીંગ (political campaigning)માટે ઈન્ટરનેટ નો વપરાશ આજના સમયમાં કરી રહ્યા છે.ટપાલ અને દીરવાણી(telephone)ના સરખામણીમાં આ એક સરળ અને સસ્તો વિકલ્પ છે.ચૂંટણીના ઉમેદવાર સોશિઅલ નેટવર્કિંગ સાઈટ્સ (social networking sites) નો ઘણો ઉપયોગ કરી રહ્યા છે.આ માધ્યમ દ્વારા તેઓ પોતના તરુણ શ્રોતા પાસે પહોંચી પોતાના કેમપેન માટે સંભવનીય આધાર ઉભો કરવા માગે છે.ઈ-મેલ ચેન્સ(email chains)અને રાજકીય બ્લોગ્સ એ (political blogs)ઓનલાઈન કેમપેન પર ઘણો અસર કર્યો છે.આ બ્લોગ્સ કે વેબ પેજિસ(web pages) વાંચનાર ય્યક્તિ પોતાની વિશેષ ટિપ્પણી લખી શકે છે.પોઈંટ અને ક્લિક વિજ્ઞાપનોએ (Point-and-click advertising) ટપાલ અને ટી.વી દ્વારા કેમપેનમાં બદલાવ લાવ્યો છે.આ તારોથી ગૂંથાએલા વિશ્વમાં ઈન્ટરનેટ એક મહત્વનો ઓજાર બની ગયો છે હ્યુમન રાઈટ્સ જસ્ટિસ અને સોશિઅલ જસ્ટિસ (Human rights justice and social justice ) મેળવવાની લડતમાં.

ભારતમા ઈન્ટરનેટ એક્ટીવિઝમના ઉદાહરણો ફેરફાર કરો

દ પિંક ચડ્ડી કેમપેન (The Pink Chaddi Campaign ) ફેરફાર કરો

મેંગલોરના એક પબમાં યુવતિઓના ટોળા પર રાઈટ વીંગ(right wing)કર્તાહર્તાએ પ્રહાર કરેલો કે યુવતિઓ પબમાં જઇને ભારતીય સંસ્કારો તોડે છે.આ પ્રહાર ના વિરોધમાં 'પિંક ચડ્ડી કેમપેન' નામની ચળવળ ફેબ્રુઆરી ૨૦૦૯ મા શરુ થઇ હતી.

ચિત્ર:Pink1.jpg ચિત્ર:Ramsena.jpg


ઇતિહાસ

૬ ફેબ્રુઆરી ૨૦૦૯ ના દિવસે શ્રી રામ સેનાના લગભગ ૪૦ કર્તા હર્તાઓએ મેંગલોરના એક પબ પર છાપો મારી યુવતિઓપર પ્રહાર કર્યો હતો.તેઓએ યુવતિઓને ઠપકો આપ્યો કે તેઓ પાશ્ચત્ય કપડાં પહેરી અને પુરુશોની સાથે મળી દારૂ પીને ભારતીય સંસ્ક્રુતિના વિરુદ્ધ્ જઈ રહ્યા છે.આ વીડિઓને વારંવાર ટીવી પર દર્શાવામાં આવેલો અને મોટા પ્રમાણમાં ઓનલાઈન શેર(Online share)કરવામાં આવેલો.શ્રી રામ સેનાના પ્રમુખ્ પ્રમોદ મુતલિકે શપથ લિધેલી કે તેઓ વેલેનટાઈન્સ(valentines day)ના દિવસે ખલેલ પાડશે.તેમના મુતાબે વેલેનટાઈન્સ ડે એ ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં અંતરાષ્ટ્રીય ખ્રિસ્તીનુ(Christian)કાવતરું છે.તેઓએ ધમકી આપી હતી કે વેલેનટાઈન્સ(valentines day)ના દિવસે લગ્ન કર્યા વિના ફરતા જોડાને લગ્ન સંબન્ધ મા જોડાવામાં આવશે અથવા રખી બાંધી તેઓને દર્શાવું પડશે કે તેઓ ભાઈ-બેન છે.

અસર(effects)

૫૦૦૦ પિંક ચડ્ડિઓ શ્રી રામ સેનાને મોકલવાના ધ્યેય થી 'દ પિંક ચડ્ડી કેમપેનની' શરુઆત થઇ.આ નવી જાતનુ કેમપેન નિશા સુસન,જાસ્મીન પાઠેજા,મિહિર સૂદ અને ઈશા મનચંદાએ શરુ કર્યુ હતુ.ફચેબૂક અને ફેમીનીસ્ટ(સ્ત્રીઓના સમાન હકોનો હિમાયત નારીવાદી) બ્લોગ નો ઉપયોગ કરી તેઓએ સ્ત્રીઓને વિનંતિ કરી કે તેઓ પોતની જૂની કે નવી ચડ્ડીઓ ટપાલથી પ્રમોદ મુતલિકને મોકલે અથવા સંગ્રહ સ્થળે મોકલી આપે.ગ્રૂપે(જૂથ)નક્કી કર્યુ કે 'ચડ્ડી' એજ કેન્દ્ર બિન્દુ રાખવું કારણકે 'ખાખી ચડ્ડી' પહેરતા કાર્યકારો અનેક દાખલાઓમાં 'ચડ્ડી વાલા' કહેવાય છે.

તરતજ ભારતીય તથા અંતરાષ્ટ્રીય બ્લોગોએ આ બનાવ(story)લઈ લીધી.ટેક્નોરતી(technorati)ના હિસાબે ૨૭૦ થી પણ વધુ બ્લોગો આ કેમપેનથી જોડાએલા છે અને "પિંક ચડ્ડિઓ" એ ટ્વિટરના સર્ચ ફીડ(Search feed)પર હજુએ ચપળ(active)છે.૪૮૦૦૦ ની વધરે સભ્યો,અનેક જુથો, ૩૫૦ થી પણ વધુ વાદવિવાદ ના વિષય(discussion topic) અને ૬૭૫૦થી પણ વધુ વોલ પોસ્ટ( wall post)આ કેમપેનથી જોડાએલા છે.

મીનીસ્ટર ઓફ સ્ટેટ ફોર વુમન એંડ ચાઈલ્ડ ડેવલપમેંટ (Minister of State for Women and Child Development)રેનુકા ચોધરીએ સ્ત્રિયોને વેલેનટાઈન્સ(valentines day)ના દિવસે પબમાં જવા માટે પ્રોત્સાહિત કર્યા અને એ દ્વારા મેંગલોર પબના ફરિયાદી સ્ત્રિયોના પક્શમાં પોતાનો સહકાર જાહેર કર્યો.

જનાગ્રહ ફેરફાર કરો

જનાગ્રહ બેંગલોર મા સ્થાપિત એક નોન પ્રોફિટ સંગઠન છે.આ સંગઠનએ ઑગસ્ટ ૨૦૧૦માં એક યોજના ઘડી હતી. આ નવીન પ્રકારની યોજનાનુ નામ હતુ 'આઇ પેડ અ બ્રાઈબ' (I Paid a Bribe).ભ્રષ્ટાચારના વિરુધ લડવા આ પહેલવૃત્તિ કરવામાં આવી હતી.આ વેબસાઈટ દ્વારા લોકો પોતાની સાથે ઘટેલા ભ્રષ્ટાચારના કિસ્સા અનેક લોકો સુધી પહોંચાડી શકે છે.આ બધા કિસ્સાઓની આકારણી કરવામાં આવે છે. પૂર્ણરીતે આકારણી કર્યા બાદ, જનાગ્રહ બધી ફરિયાદો ને લઈને સરકાર પાસે જાય છે તેનુ નિરાકરણ લાવવા. તેમજ આ વેબસાઈટથી લોકો 'આસ્ક રઘુ' નામક વિભાગ મા જઈને પોતાના સવાલ પૂછી શકે છે.તેમજ ડિસ્કશન ફોરમમાં ભાગ લઈને પોતાના વિચાર વ્યક્ત કરી શકે છે.

ચિત્ર:Jaagore.jpg


જનાગ્રહ એ ટાટા ટી સાથે જોડાઈને ૨૦૦૮ મા 'જાગોરે!વન બીલ્લીયન વોટ'(Jaagore!one billion vote) કેમપેનની શરુઆત કરી હતી. આ કેમપેન દ્વરા 'જાગોરે.કોમ' www.jaagore.comhttp://www.jaagore.com/ નામક વેબ સાઈટ શરુ કરવામં પણ આવી હતી.મોટા પ્રમાણમાં આ કેમપેન ભારતના યુવા વર્ગની વોટર આઈ.ડી કાર્ડની નોંધણી માટે શરુ થઇ હતી. તેમજ યુવા વર્ગ મોટી સંખ્યામાં ચૂંટણી ના દિવસે મતદાન કરવા જાય એ ધ્યેયથી આ કેમપેનની સ્થાપના થઇ હતી. પહેલા ચરણમાં (૨૦૦૮-૦૯) ૩૫ શહરોમાં આ કેમપેનને શરુ કરવાનો જનાગ્રહનો ધ્યેય હતો.આ સંદર્ભમાં ટાટા ટી અને જનાગ્રહએ મળી અનેક વિજ્ઞાપનો પણ કાઢ્યા હતા.

પુસ્તક પ્રતિબંધ ના વિરુદ્ધમાં ઓનલાઈન પેટિશન (લિખિત અરજી) ફેરફાર કરો

૨૦૧૦માં પ્રખ્યાત લેખક રોહિંટન મિસ્ત્રીએ લિખિત પુસ્તક 'સચ અ લોંગ જર્ની' મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમ માથી હટાવી નાખવામા આવી હતી. શિવ સેનાના નેતા ઉદ્ધ્વ ઠાકરે ના દિકરા આદિત્ય ઠાકરેએ આ પુસ્તક અભ્યાસક્રમ માથી હટાવી દેવા માટે પહેલ કરી હતી.આદિત્ય સેંટ ઝેવિર્સ કૉલેજનો વિદ્યાર્થી છે.આદિત્ય અને શિવ સેનાના વિદ્યાર્થી સંઘએ સાથે મળી યુનિવર્સિટીના વાઈસ ચાંસિલર (Vice chancellor ) પાસે ફરિયાદ કરી કે આ પુસ્તકમાં શિવ સેના પ્રમુખ બાલ ઠાકરે માટે અપમાનકારક ભાશા વાપરવામાં આવી છે.રાતો રાત પુસ્તકને અભ્યાસક્રમમાથી હટાવી દેવામાં આવી હતી.આ દરમિયાન આ પુસ્તક ને જલાવામાં પણ આવેલુ.

ચિત્ર:Rohinton.jpg


યુનિવર્સિટીના આ નિર્ણય થી ઘણા સક્રિયકાર્યકર અને વિદ્યાર્થીઓ નિરાશ થઈ ગયા અને આ પ્રતિબન્ધનો વિરોધ કરવા માટે મોટા પ્રમાણમાં ઓનલાઈન પેટિશન શરુ કરવામાં આવ્યુ હતુ. આ પેટિશન વિદ્યાર્થીઓના સામુદાયિક જૂથ અને ઘણી કૉલેજોમા મોકલવામાં આવેલુ

નિયંત્રણ (limitation) ફેરફાર કરો

બીજા દેશોની સરખામણીમાં ભારતમાં હજી મોટા પ્રમાણમાં લોકો ઈન્ટરનેટની સુવિધાથી જોડાએલા નથી.ઈન્ટરનેટ એક્ટીવિઝમના સન્દર્ભમાં આ લોકો સામાજીક રીતે બધાતી અલગ (social exclusion) થઇ જાય છે.લખવા અને વાંચવાંની આવડત ન હોય તો આ વેબ કંઈ કામમાં નથી આવતુ. ઈન્ટરનેટ એક્ટીવિઝમના પ્રભાવને લઈને ઘણા લોકોએ સંદેહ વ્યક્ત કર્યો છે. જોકે ઘણી સરકારી યોજનઓ મહત્વ્ની માહિતી આપે છે છતાં,ડીજિટલ ડીવાઈડ (digital divide)અને આઈ.ટી (IT)ની પૂરી જાણકારી ન હોવાના કારણે લોકોની પૂર્ણ રીતે સહભાગિત થવાની ગેરંટી ન આપી શકાય. ઘણા લોકો આ ટેકનોલોજી થી વાકેફ નથી માટે આ ટેકનોલોજીને બંધબેસતું કરવામાં તેઓને થોડો સમય લાગે છે.

વાદવિવાદ(debate) ફેરફાર કરો

ડિજીટલ એક્ટીવિઝમ અભ્યાસનનો એક વિશાળ મુદ્દો છે જે ઓનલાઈન એક્ટીવિઝમના વિવિધ પાસાઓંપર પ્રકાશ પાડે છે.અનેક વિદ્વાનો છે જે આ નવા ઉગતા તબક્કાને ઉત્સાહ થી વધવે છે અને હકારાત્મક અભિગમ ધરાવે છે.છતાં બધા વિદ્વાનો આ ઓનલાઈન એક્ટીવિઝમને હકારાત્મક રીતે નથી જોતા. ઈવજેની મોરોઝોવhttp://neteffect.foreignpolicy.com/posts/2009/05/19/the_brave_new_world_of_slacktivism સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૩ ના રોજ વેબેક મશિન અને મેલકોમ ગ્લેડવેલhttp://www.newyorker.com/reporting/2010/10/04/101004fa_fact_gladwell જેવા નિરીક્ષકોએ આ પ્રકારના એક્ટીવિઝમને 'સ્લાક્ટીવિઝમ' કે 'ક્લીકટીવિઝમનુ'નુ નામ આપ્યુ છે.મોરોઝોવના મુજબ આ પ્રકારના એક્ટીવિઝમને સુસ્ત વ્રુત્તિ વાળા યુવાનોમાટે હોય છે.અને આ પ્રકારના એક્ટીવિઝમમાં ભાગ લેવાથી જે સમાજમાં રહીએ છે તેમા બદલાવ આવતો નથી.


નોંધો (References) ફેરફાર કરો

http://www.readwriteweb.com/archives/digital_activism_an_interview_with_mary_joyce.php સંગ્રહિત ૨૦૧૧-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન 01-02-2011 01:12:39

http://www.majon.com/articles/law-politics-legal/online_political_activism_3909.html 02-02-2011 01:28:09

http://www.digiactive.org/topic/internet-activism/ સંગ્રહિત ૨૦૧૧-૦૧-૧૩ ના રોજ વેબેક મશિન 02-02-2011 01:42:28

http://ann.sagepub.com/content/611/1/207[હંમેશ માટે મૃત કડી] 10-02-2011 15:09:16

http://www.un.org/esa/socdev/unyin/workshops/regm_asia_rajendra_mulmi.pdf 01-02-2011 03:18:35

http://backspace.com/action/introduction.php 01-02-2011 23:21:19

http://backspace.com/action/introduction.php 01-02-2011 23:22:02

http://en.wikipedia.org/wiki/Pink_Chaddi_Campaign 11-02-2011 03:34:49

http://www.gauravonomics.com/blog/the-valentines-day-pink-chaddi-campaign-indian-pubgoing-women-vs-shri-ram-sena/ સંગ્રહિત ૨૦૧૧-૦૨-૧૬ ના રોજ વેબેક મશિન 02-02-2011 02:15:20

http://en.wikipedia.org/wiki/E-democracy 13-02-2011 05:39:47

http://www.nytimes.com/2006/04/02/washington/02campaign.html?_r=2&pagewanted=1&sq=internetandpolitics&st=cse&scp=1 13-02-2011 05:40:10

http://backspace.com/action/introduction.php 13-02-2011 15:53:14

http://www.dnaindia.com/india/report_can-the-mouse-be-a-tool-of-revolution-in-india_1507015 13-02-2011 15:45:33

http://www.globalpovertyproject.org/blogs/view/268[હંમેશ માટે મૃત કડી] 14-02-2011 05:32:51

http://en.wikipedia.org/wiki/Jaago_Re!_One_Billion_Votes 2/14/2011 8:31:39 PM

http://neteffect.foreignpolicy.com/posts/2009/05/19/the_brave_new_world_of_slacktivism સંગ્રહિત ૨૦૧૧-૦૯-૦૩ ના રોજ વેબેક મશિન 2/14/2011 10:47:06 PM