સોળમો એશિયાઈ રમતોત્સવ, બારમી નવેમ્બર થી સાતમી નવેમ્બર, ૨૦૧૦ સુધી ચીની જનવાદી ગણરાજ્યમાં આવેલા ગુઆંગ્ઝોઊ શહેર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. બેઇજિંગ શહેર, કે જેણે ઈ. સ. ૧૯૯૦ના એશિયાઈ રમતોત્સવના યજમાન તરીકેની ભુમિકા નિભાવી હતી, ત્યારબાદ ગુઆંગ્ઝોઊ શહેર આ ખેલ મહોત્સવનું આયોજન કરનારું બીજું ચીનનું નગર છે. આ ઉપરાંત આ શહેર આટલી સંખ્યામાં ખેલ પ્રતિયોગિતાઓ આયોજિત કરનારું અંતિમ નગર રહેશે, કેમ કે એશિયાઈ ઓલોમ્પિક પરિષદ તરફથી ભવિષ્યમાં રમાનારા ખેલ મહોત્સવો માટે નવા નિયમ લાગુ કર્યા છે જે ૨૦૧૪ના એશિયાઇ ખેલમાં અમલમાં આવશે.

ગુઆંગ્ઝોઊ શહેરને આ ખેલના આયોજનની જવાબદારી પહેલી જુલાઈ, ૨૦૦૪ના રોજ પ્રદાન કરવામાં આવી હતી, ત્યારે આ એકલું જ ખેલ માટે બીડું ઉઠાવનારું નગર હતું. આમ ત્યારે નક્કી થયું જ્યારે અન્ય નગર, અમ્માન, કુઆલાલમ્પુર, અને સિઓલ બોલી પ્રક્રિયામાંથી પાછળ હટી ગયા. ખેલ મહોત્સવના સહ-યજમાન ત્રણ પડોશી નગરો ડોંગ્ગૂઆન, ફ઼ોશન અને શાનવેઇ દ્વારા પણ બન્યા છે.

પ્રતિસ્પર્ધી દેશો ફેરફાર કરો

આ એશિયાઈ ખેલ મહોત્સવમાં એશિયા ખંડના કુલ ૪૫ (પિસ્તાલીસ) દેશો ભાગ લઇ રહ્યા છે. પ્રતિસ્પર્ધી દેશોને તેના આઈઓસી કોડ અનુસાર ક્રમમાં ગોઠવ્યા છે અને કોષ્ટકમાં આઈઓસી કોડ અને સંલગ્ન દેશના પ્રતિસ્પર્ધી ખેલાડીઓની સભ્ય સંખ્યા આપવામાં આવી છે:

દેશ આઈઓસી કોડ પ્રતિસ્પર્ધી
  અફઘાનિસ્તાન AFG ૬૪
  બાંગ્લાદેશ BAN ૧૫૨
  ભૂતાન BHU ૧૧
  બહેરીન BRN ૮૯
  બ્રુનેઈ BRU
  કમ્બોડીયા CAM ૨૧
  ચીન CHN ૯૬૭
  હોંગકોંગ HKG ૪૦૬
  ઈંડોનેશિયા INA ૧૭૮
  ભારત IND ૬૭૪
  ઈરાન IRI ૩૮૧
  ઈરાક IRQ ૫૨
  જૉર્ડન JOR ૮૮
  જાપાન JPN ૭૨૨
  કઝાકિસ્તાન KAZ ૩૮૮
  કિર્ગિઝસ્તાન KGZ ૧૩૬
  દક્ષિણ કોરિયા KOR ૮૦૧
  સાઉદી અરેબિયા KSA ૧૬૩
  કુવૈત KUW ૨૧૫
  લાઓસ LAO ૫૨
  લેબેનાન LIB ૫૩
  મકાઉ MAC ૧૭૪
  મલેશિયા MAS ૩૪૪
  માલદીવ્સ MDV ૮૫
  મંગોલિયા MGL ૨૪૪
  મ્યાનમાર MYA ૬૮
    નેપાળ NEP ૧૪૨
  ઓમાન OMA ૫૨
  પાકિસ્તાન PAK ૧૭૫
  પેલેસ્ટાઇન PLE ૪૧
  ફીલીપાઈન્સ PHI ૨૪૩
  ઉત્તર કોરિયા PRK ૧૯૯
  કતાર (અરબસ્તાન) QAT ૨૯૨
  સિંગાપુર SIN ૨૪૧
  શ્રીલંકા SRI ૧૦૮
  સીરિયા SYR ૪૬
  થાઈલેન્ડ THA ૫૯૭
  તાજિકિસ્તાન TJK ૭૬
  તુર્કમેનિસ્તાન TKM ૧૧૧
  પૂર્વ તિમોર TLS ૨૯
  ચીની તાઇપેઇ TPE ૩૯૩
  સંયુક્ત આરબ અમીરાત UAE ૯૯
  ઉઝબેકિસ્તાન UZB ૨૬૮
  વિયેતનામ VIE ૨૫૯
  યેમેન YEM ૩૨

બાહ્ય કડીઓ ફેરફાર કરો