ઐઠોર

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઐઠોર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. ઐઠોર ગામમાં મુખ્યત્વે ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

ઐઠોર
—  ગામ  —
ઐઠોરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°48′13″N 72°23′53″E / 23.803571°N 72.397926°E / 23.803571; 72.397926
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો ઉંઝા
વસ્તી ૮,૪૬૦ (૨૦૧૧[૧])
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી

ગામમાં ગણપતિનું આશરે ૧૨૦૦ વર્ષ જુનું મંદિર આવેલું છે.[૨] દર વર્ષે ચૈત્ર સુદ ૩, અને ૫નો મેળો ભરાય છે. જ્યાં તે દિવસે શુકન જોવાય છે. આ ઉપરાંત પૌરાણીક વાવ અને રામ કુવો પણ આવેલા છે. ગણપતિના મંદિર સામે આવેલું વિષ્ણુનું મદિર ૯૦૦ વર્ષ જુનું છે.[૩]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Aithor Population - Mahesana, Gujarat". મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
  2. " ઐઠોર ગુજરાતમાં પ્રાચિન અને શિલ્પકલાના નમૂના રૂપ ગણપતિદાદાનું મંદિર". ૬ સપ્ટેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૫ નવેમ્બર ૨૦૧૬.
  3. S. B. Rajyagor, સંપાદક (૧૯૭૫). Gujarat State Gazetteers: Mehsana District. Gujarat State Gazetteers. . Directorate of Government Print., Stationery and Publications, ગુજરાત સરકાર. પૃષ્ઠ ૭૮૨.

બાહ્ય કડીઓ ફેરફાર કરો