કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય

કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન છે. ૧૦ માર્ચ ૨૦૧૭ના દિવસે તેમણે ઉત્તર પ્રદેશ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.[૧]

કેશવપ્રસાદ શ્યામલાલ મૌર્ય
केशव प्रसाद मौर्य
સાંસદ - ફુલપુર લોકસભા નિર્વાચન ક્ષેત્ર, ઉત્તર પ્રદેશ
પદ પર
૨૦૧૪ થી ૨૦૧૯
અંગત વિગતો
રાષ્ટ્રીયતાભારતીય

તેઓ સોળમી લોકસભાના સાંસદ તરીકે ૨૦૧૪ના વર્ષની ચૂંટણીમાં તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યની ફુલપુર બેઠક પરથી ભારતીય જનતા પક્ષની ટિકિટ પર ચૂંટાયા હતા.

પ્રારંભિક જીવન ફેરફાર કરો

કેશવપ્રસાદ મૌર્યનો જન્મ કૌશામ્બી જિલ્લામાં સિરાથુ ખાતે એક ખેડૂત કુટુંબમાં થયો હતો. તેમના માતા-પિતા સાથે કૃષિ કાર્યોમાં મદદ કરતાં કરતાં તેમણે ચાની દુકાન પણ ચલાવી હતી તેમ જ અખબાર વિક્રય પણ કર્યું હતું.

સંદર્ભો ફેરફાર કરો