ગુજરાત યુનિવર્સિટી

અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલ એક વિશ્વવિદ્યાલય

ગુજરાત યુનિવર્સિટીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલી અગ્રહરોળની ઉચ્ચ શિક્ષણ માટેનું સંચાલન કરતી એક સંસ્થા છે. આ યુનિવર્સિટી સાથે અમદાવાદ શહેર તેમ જ તેની આસપાસના એક હજાર કિમી[સંદર્ભ આપો]ના વિસ્તારમાં આવેલી ૪૦૦થી વધારે પ્રતિષ્ઠિત કોલેજો જોડાયેલી છે. આ સંસ્થાને રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (એનએએસી) (અંગ્રેજી: National Assessment and Accreditation Council (NAAC)) દ્વારા બી++ એવો ગુણવત્તાક્રમાંક આપવામાં આવ્યો છે. આ ભારત દેશની સૌથી શ્રેષ્ઠ અને બહુમુખી ઉચ્ચ શિક્ષા સંસ્થાઓમાંથી એક છે.[સંદર્ભ આપો] આ ઉપરાંત, આ યુનિવર્સિટીના પરિસરમાં અભ્યાસ કરતા ૨,૨૪,૦૦૦ કરતાં અધિક વિદ્યાર્થીઓ અને વિભિન્ન સંબદ્ધિત કોલેજો સાથે ઉપમહાદ્વીપની સૌથી મોટી વિશ્વવિદ્યાલય પ્રણાલીઓ પૈકીની એક છે. આ યુનિવર્સિટી વિશેષ રૂપથી તેની સંલગ્ન ચિકિત્સા, વાણિજ્ય અને પ્રબંધન કોલેજો માટે પ્રસિદ્ધ છે. વિશ્વવિદ્યાલય પોર્ટ મેનેજમેન્ટ, નેનો પ્રૌદ્યોગિકી, ટિશ્યુ કલ્ચરમાં ક્ષેત્રીય/વિશેષ કાર્યક્રમો ચલાવે છે.

ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટી
મુદ્રાલેખयोगः कर्मसु कौशलम्
ગુજરાતીમાં મુદ્રાલેખ
ઉદ્યમશીલતા શ્રેષ્ઠતા તરફ દોરે છે
પ્રકારજાહેર યુનિવર્સિટી
સ્થાપના૨૩ નવેમ્બર ૧૯૪૯
કુલપતિગુજરાતના રાજ્યપાલ
ઉપકુલપતિપ્રો. (ડૉ.) હિમાંશુ પંડ્યા
ડીનવિજ્ઞાન -
વિનયન -
વાણિજ્ય -
રજિસ્ટ્રાર (ઇન-ચાર્જ)પિયુષ પટેલ
શૈક્ષણિક સ્ટાફ
૨૦૫ (અનુસ્નાતક વિભાગોમાં) (૨૦૦૪-૦૫)[૧]
વિદ્યાર્થીઓ૩૪૩૫૨૮ (૨૦૧૩-૧૪)[૧]
સ્નાતક વિદ્યાર્થીઓ૩૦૦૮૧૯ (૨૦૧૩-૧૪)[૧]
અનુસ્નાતક વિદ્યાર્થીઓ૪૨૭૦૯ (૨૦૧૩-૧૪)[૧]
સ્થાનઅમદાવાદ, ગુજરાત, ભારત
23°2′10″N 72°32′34″E / 23.03611°N 72.54278°E / 23.03611; 72.54278
કેમ્પસશહેરી
જોડાણોયુજીસી
વેબસાઇટgujaratuniversity.ac.in

ઇતિહાસ ફેરફાર કરો

ગુજરાત વિશ્વવિદ્યાલયની કલ્પના ઓગણીસો વીસના દશકમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, આચાર્ય આનંદશંકર બી. ધ્રુવ, દાદા સાહેબ માવળંકર અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવા સાર્વજનિક ઉત્સાહી અને સમજદાર લોકોએ કરી હતી. આ વિશ્વવિદ્યાલયની સ્થાપના ભારત દેશને આઝાદી મળ્યા પછીના સમયમાં કરવામાં આવી હતી. ઇ. સ. ૧૯૪૯ના વર્ષમાં, રાજ્ય સરકારના ગુજરાત વિશ્વવિદ્યાલય અધિનિયમ અંતર્ગત શિક્ષણ અને માન્યતા પ્રદાન કરનારા વિશ્વવિદ્યાલયના રૂપમાં આ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરસિદ્ધભાઈ દિવેટિયા હતા.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "An Overview". Gujarat University. મૂળ માંથી 2017-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૯ જાન્યુઆરી ૨૦૧૩.

બાહ્ય કડીઓ ફેરફાર કરો