ગુરુ પૂર્ણિમા

હિંદુ ધર્મનો એક તહેવાર

ગુરુ પૂર્ણિમા (ઉચ્ચાર: Guru Pūrṇimā, સંસ્કૃત: गुरु पूर्णिमा), હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં આવે છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે.

ગુરુ પૂર્ણિમા
ચિત્ર:Shukracharya and Kacha.jpg
શિષ્યને આશીર્વાદ આપતા ગુરૂ
ઉજવવામાં આવે છેહિંદુ અને બૌદ્ધ
ધાર્મિક ઉજવણીઓગુરુ પૂજા
તારીખઅષાઢ પૂર્ણિમા (જૂન-જુલાઇ)
આવૃત્તિવાર્ષિક

મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. સંત કબીરના શિષ્ય અને ભક્તિકાળના સંત ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયેલો.

સંદર્ભ ફેરફાર કરો

  1. "Guru Purnima in India".