જળ શુદ્ધિકરણએ દૂષિત પાણીમાંથી અનિચ્છનીય રસાયણો, પદાર્થો અને જૈવિક દૂષકોને દૂર કરવાની પ્રક્રિયા છે. તેનો ઉદ્દેશ ચોક્કસ હેતુને યોગ્ય હોય તેવા પાણીનું ઉત્પાદન કરવાનો છે. મોટા ભાગના પાણીનું શુદ્ધિકરણ માનવ વપરાશ (પીવાના પાણી) માટે કરવામાં આવે છે પરંતુ જળ શુદ્ધિકરણ અન્ય વિશેષ હેતુઓને સંતોષવા પણ કરાય છે જેમાં તબીબી, ફાર્માકોલોજી, રાસાયણિકણ અને ઔદ્યોગિક ઉપયોગની માંગ સંતોષવાનો સમાવેશ થાય છે. જળ શુદ્ધિકરણ માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓમાં ગાળણ અને સેડિમેન્ટેશન જેવી ભૌતિક પ્રક્રિયાઓ, સ્લો સેન્ડ ફિલ્ટર્સ અથવા એક્ટિવેટેડ સ્લજ જેવી જૈવિક પ્રક્રિયા, ફ્લોક્યુલેશન અને ક્લોરિનેશન જેવી રાસાયણિકણ પ્રક્રિયાનો અને અલ્ટ્રાવાયોલેટ લાઇટ જેવી ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનના ઉપયોગનો સમાવેશ થાય છે. પાણીના શુદ્ધિકરણની પ્રક્રિયા કણમય પદાર્થોની સંદ્રતામાં ઘટાડો કરશે જેમાં નિલંબિત કણો, પરોપજીવીઓ, બેક્ટેરીયા, લીલ, વિષાણુઓ, ફૂગ; અને વરસાદ બાદ પાણી જે વસ્તુઓના સંપર્કમાં આપવી હોય તેની સપાટીમાંથી પેદા થયેલા અગળેલા અને કણમય પદાર્થોની શ્રેણીનો સમાવેશ થાય છે.

પીવાના પાણીની ગુણવત્તાના માપદંડ સરકાર અથવા આંતરરાષ્ટ્રીય માપદંડો દ્વારા નક્કી કરવામાં આવે છે. આ માપદંડો ઉપયોગમાં લેનાર પાણીમાં દૂષકોની લઘુત્તમ અને મહત્તમ સાંદ્રતા નક્કી કરે છે. પાણી યોગ્ય ગુણવત્તાવાળું છે કે નહીં તે દૃશ્ય કસોટીથી કહી શકવું શક્ય નથી. અજાણ્યા સ્ત્રોતમાંથી પણ પાણીમાં હાજર હોઇ શકે તેવા સંભવિત તમામ દૂષકોનું શુદ્ધિકરણ માટે ઉત્કલન જેવી પ્રક્રિયાઓ અથવા ઘરેલું સક્રિયકૃત કાર્બન ગાળણનો ઉપયોગ પુરતો નથી. પ્રાકૃતિક ઝરણાના પાણીને 1800ના દાયકા સુધી તમામ ઉપયોગો માટે સલામત ગણાતું હતું પરંતુ હવે તેને ક્યા પ્રકારની સારવારની જરૂર છે તે નક્કી કરતા પહેલા તેનું પરીક્ષણ કરવું પડે છે. રાસાયણિક વિશ્લેષણ, મોંઘું છે છતાં, શુદ્ધિકરણની યોગ્ય પદ્ધતિ નક્કી કરવા માટે જરૂરી માહિતી મેળવવાનો એક માત્ર રસ્તો છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 2007ના અહેવાલ મુજબ, 1.1 અબજ લોકોને સારો પાવાના પાણીનો પુરવઠો ઉપલબ્ધ નથી, અતિસાર બિમારીના નોંધાતા વાર્ષિક 4 અબજ કેસમાંથી 88% કેસ અસલામત પાણી અને અયોગ્ય ગટરવ્યવસ્થા અને સ્વચ્છતાને આભારી છે અને 1.8 મિલિયન લોકો દર વર્ષે અતિસાર બિમારીઓને કારણે મૃત્યુ પામે છે. હૂ (WHO)ના અંદાજ મુજબ, આ અતિસારના કેસોમાંથી 94 ટકા કેસો સલામણ પાણીના ઉપયોગ સહિત પર્યાવરણમાં સુધારા મારફતે અટકાવી શકાય તેવા છે.[૧] ઘરે ક્લોરિનેશન, ગાળણ અને સોલર બિનચેપીણકર જેવી પાણી માટે શુદ્ધિકરણની સરળ તકનીકો અને પાણીનો સલામત ટાંકામાં સંગ્રહ દર વર્ષે લાખો લોકોનો જીવ બચાવી શકે છે.[૨] પાણીજન્ય બિમારીઓથી થતા મૃત્યુમાં ઘટાડો કરવો વિકાસશીલ રાષ્ટ્રોનો મુખ્ય જાહેર આરોગ્ય ઉદેશ છે.

લેક દી બ્રેટ, સ્વિત્ઝર્લેન્ડ ખાતે આવેલા જળ શુદ્ધિકરણ પ્લાન્ટનો કન્ટ્રોલ રૂમ અને સ્કિમેટિક્સ

પાણીના સ્ત્રોત ફેરફાર કરો

  1. અતઃસ્તર જલ: ઊંડા ભૂગર્ભમાંથી નિકળતું પાણી સેંકડો હજારો વર્ષ પૂર્વે વરસાદ તરીકે પડ્યું હોઇ શકે છે. શુદ્ધિકરણ પ્લાન્ટ પહેલા ભૂમિ અને ખડકોના સ્તરો ભૂગર્ભજળનું પ્રાકૃતિક રીતે ગાળણ કરીને તેને પારદર્શીતાની ઊંચી ગુણવત્તા પર લઇ જાય છે. આવું પાણી ઝરણા, આર્ટિસીયન ઝરણા તરીકે બહાર આવે છે અથવા તેને બોરહોલ અથવા કુવા દ્વારા બહાર ખેંચવામાં આવે છે. ભૂગર્ભ જળ ઘણી ઊંચી બેક્ટેરીયોલોજીકલ ગુણવત્તા ધરાવે છે (માટે રોગકારક બેક્ટેરીયા અથવા રોગકારક પ્રજીવોની ગેરહાજરી હોય છે) પરંતુ આ પાણી કેલિશયમ અને મેગ્નેશિયમના કાર્બોનેટસ અને સલ્ફેટસ જેવા ઓગળેલા ઘન પદાર્થોથી ભરપૂર હોય છે. પાણી જે સ્તરમાંથી પસાર થયું છે તેના આધારે ક્લોરાઇડ અને બાયકાર્બોનેટ સહિતના અન્ય આયોજનો પણ હાજર હોઇ શકે છે. પાણી પીવા, રાંધવા અને ધોલાઇના કામને યોગ્ય બનાવવા માટે તેમાં રહેલા લોહ અને મેંગેનીઝ ઘટકોને ઘટાડવાની જરૂર પડી શકે છે. રોગાણુનાશની પણ જરૂર પડી શકે છે. જ્યાં ભૂગર્ભજળનું રીચાર્જ કરાય છે ત્યાં તે નીચાણવાળા ભૂતલ જળના શુદ્ધિકરણને સમકક્ષ છે. ભૂગર્ભજળ રીચાર્જ એક એવી પ્રક્રિયા છે જેમાં જલસંગ્રાહકો (જલભૃતો)માં નદીનું પુષ્કળ પ્રમાણમાં દાખલ કરવામાં આવે છે જેથી દુષ્કાળ જેવા સમયમાં તે ઉપલબ્ધ થઇ શકે.
  2. ઊંચાઇએ આવેલા તળાવો અને જળાશયો: લાક્ષણિક રીતે નદી પ્રણાલીના મૂળમાં આવેલા હોય છે, ઊંચાઇએ આવેલા જળાશયોનું સ્થાન કોઇ પણ માનવ વસવાટથી ઊંચું હોય છે અને તેને દુષિત થવાની શક્યતા મર્યાદિત કરવા તેની આસપાસ રક્ષણાત્મક વિસ્તાર હોય છે. બેક્ટેરિયા અને રોગકારક સુક્ષ્મ જીવાણુઓનું સ્તર સામાન્ય રીતે નીચું હોય છે પરંતુ તેમાં કેટલાક બેક્ટેરિયા, પ્રજીવ અથવા લીલની હાજરી હશે. જ્યાં અપલેન્ડનું વનીકરણ કરાય છે ત્યાં હ્યુમિક એસિડ પાણીને રંગીન કરી શકે છે. ઘણા અપલેન્ડ સ્ત્રોત નીચી pH ધરાવે છે જેને સંતુલિત કરવાની જરૂર પડે છે.
  3. નદીઓ, નહરો અને નીચાળવાળા વિસ્તારના જળાશયો: નીચાળવાળા વિસ્તારમાં સપાટી પરના પાણીમાં નોંધપાત્ર પ્રમાણમાં બેક્ટેરિયા હોઇ શકે છે અને તે લીલ, વિલંબિત ઘન અને વિવિધ દ્વાવ્ય ઘટકો પણ ધરાવતું હોઇ શકે છે.
  4. આબોહવા જળ ઉત્પાદન એ ઊચ્ચ ગુણવત્તાવાળું પીવાનું પાણી પુરુ પાડતી એક નવી પ્રૌદ્યોગિકી છે જે હવાને ઠંડી પાડીને અને આમ જળ બાષ્પનું ઘનીકરણ કરીને હવામાંથી પાણીને ખેંચે છે.
  5. રેઇનવોટર હાર્વેસ્ટિંગ અથવા ફોગ કલેક્શન વાતાવરણમાંથી પાણીનો સંગ્રહ કરે છે. તેનો સુકી મોસમ ધરાવતા વિસ્તારોમાં અને ઓછો વરસાદ અને ધુમ્મસ અનુભવતા વિસ્તારોમાં ઉપયોગ કરાય છે.
  6. નિસ્યંદન અથવા પ્રતિવર્તી અભિસરણ દ્વારા દરિયાઇ પાણીનું વિલવણીકરણ.

માવજત ફેરફાર કરો

નીચે દર્શાવેલી પ્રક્રિયાઓનો જળશુદ્ધિકરણ એકમોમાં સામાન્ય રીતે ઉપયોગ થાય છે. માટે પ્લાન્ટના કદ અને પાણીની ગુણવત્તાને આધારે કેટલીક અથવા તમામ પ્રક્રિયાઓનો ઉપયોગ ના પણ થઇ શકે.

પૂર્વમાવજત ફેરફાર કરો

  1. પંપથી ખેંચવું અને સંગ્રહ - મોટા ભાગના પાણીને પંપ મારફતે ખેંચવું જોઇએ અથવા પાઇપ કે સંગ્રાહક ટાંકીમાં વાળવું જોઇએ. પાણીમાં દૂષકો ઉમેરેતા અટકાવવા આ ભૌતિક આંતરમાળખું યોગ્ય પદાર્થોમાંથી બનેલું અને બાંધેલું હોવું જોઇએ જેથી આકસ્મિક રીતે પણ પાણી દુષિત ના થાય.
  2. છટણી (પટલ ગાળક પણ જુઓ) - ભૂતલ જળના શુદ્ધિકરણના પ્રથમ પગલામાં શુદ્ધિકરણના પાછળના પગલામાં અવરોધ ઉભો કરી શકે તેવા લાકડીઓ, પાંદડા, કચરો અને અન્ય મોટા કણો જેવા કાટમાળને દૂર કરવામાં આવે છે. મોટા ભાગના ઊંડા અતઃસ્તર જલને શુદ્ધિકરણના અન્ય પગલા પહેલા છટણી કરવાની જરરૂ રહેતી નથી.
  3. સંગ્રહ - નદીમાંના પાણીમાં પ્રાકૃતિક જૈવિક શુદ્ધિકરણ કરવા તેને કાંઠાવિસ્તાર પર આવેલા જળાશયોમાં કેટલાક દિવસો અને ઘણા મહિનાઓના સમયગાળા માટે સંગ્રહ કરી શકાય છે. જો માવજત ધીમા રેતી ગાળકો દ્વારા કરાતી હોય તો તે વિશેષ મહત્ત્વનું છે. સંગ્રાહક જળાશય દુષ્કાળના ટૂંકા સમય ગાળા સામે પણ બફર પુરું પાડે છે અથવા સ્ત્રોત નદીમાં પ્રદૂષણના બનાવના સંજોગોમાં પાણીનો પુરવઠો જાળવવામાં મદદ કરે છે.
  4. પૂર્વપ્રાનૂકૂલન - વિપુલ માત્રામાં સખત ક્ષાર ધરાવતા પાણીમાંથી સમાન આયન અસરનો ઉપયોગ કરીને કેલ્શિયમ કાર્બોનેટનું અવક્ષેપન કરવા પાણીની સોડા-એશ (સોડિયમ કાર્બોનેટ) સાથે માવજત કરવામાં આવે છે.
  5. પૂર્વક્લોરિનેશન- ઘણા પ્લાન્ટમાં પાઇપ-કામ અને ટાંકી પર ગંદા સજીવોની વૃદ્ધિ લઘુત્તમ કરવા આપાત પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે. ગંભીર પ્રતિકૂળ ગુણવત્તા અસરોને કારણે (જુઓ ક્લોરિન નીચે) તેને મોટે ભાગે અટકાવી દેવામાં આવ્યું છે.[સંદર્ભ આપો]

ઝીણા ઘન પદાર્થો, સુક્ષ્મસજીવો અને કેટલાક દ્વાવ્ય અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો દૂર કરવા માટે વિવિધ તકનીકો ઉપલબ્ધ છે. પદ્ધતિની પસંદગીનો આધાર માવજત હેઠળ રહેલા પાણીની ગુણવત્તા, માવજત પ્રક્રિયાનો ખર્ચ અને માવજત કરાયેલા પાણીમાં ગુણવત્તાના અપેક્ષિત માપદંડ પર રહેશે.

pH સંતુલન ફેરફાર કરો

નિસ્યંદિત પાણી 7ની pH (આલ્કલાઇન પણ નહીં અને એસિડિક પણ નહીં) ધરાવે છે અને દરિયાનું પાણી સરેરાશ 8.3ની pH (સહેજ આલ્કલાઇન) ધરાવે છે. જો પાણી એસિડિક (7 કરતા નીચે) હોય તો, pH વધારવા પાણીમાં ચૂનો, સોડા એશ, અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉમેરવામાં આવે છે. થોડા એસિડિક, આલ્કલાઇન પાણી (6.5 કરતા નીચે)[સંદર્ભ આપો], માટે ફોર્સ્ડ ડ્રાફ્ટ ડિગેસિફાયર pH વધારવાનો સૌથી સસ્તો રસ્તો છે કારણકે આ પ્રક્રિયા પાણીમાંથી દ્વાવ્ય કાર્બન ડાયોક્સાઇડ (કાર્બોનિક એસિડ)ને દૂર કરીને pH વધારે છે. સુધરાઇ દ્વારા અપાતા પાણીમાં pHના સંતુલન માટે અથવા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ કરતી વખતે સામાન્ય રીતે ચૂનાનો ઉપયોગ થાય છે કારણકે તે સસ્તુ છે પરંતુ તે પાણીની કઠીનતા વધારીને આયનિક લોડ પણ વધારે છે. પાણીને સહેજ આલ્કલાઇન બનાવવાથી તે સુનિશ્ચિત થાય છે કે સ્કંદન અને ઊર્ણન પ્રક્રિયાઓ અસરકારક રીતે કામ કરે છે અને તે પાઇપ ફિટિંગ્સમાં સીસાની પાઇપ અને સીસાના રેણમાંથી સીસું ઓગળવાનું જોખમ ઘટાડવામાં પણ મદદ કરે છે. કેટલીક સ્થિતિઓમાં pH ઘટાડવા આલ્કલાઇન પાણીમાં એસિડ (HCl અથવા H2SO4) ઉમેરી શકાય છે. આલ્કલાઇન પાણીનો એવો અર્થ જરૂરી નથી કે પ્લમ્બિંગ વ્યવસ્થામાંથી સીસું કે તાંબુ પાણીમાં નહીં ઓગળે પરંતુ સામાન્ય રીતે 7થી વધુ pH ધરાવતા પાણીમાં ભારે ધાતુની ઓગળવાની શક્યતા 7થી ઓછી pH ધરાવતા પાણી કરતા ઓછી હોય છે.

 
બેસિનની સપાટી પર તરતી ઉર્ણિકા
 
ઉર્ણિકાને બેઝિનના પાણીમાંથી બહાર ધકેલવા માટેની યાંત્રિક વ્યવસ્થા

ઊર્ણન ફેરફાર કરો

ઊર્ણન એ પાણીને સ્વચ્છ બનાવતી પ્રક્રિયા છે. સ્વચ્છ બનાવવાનો અર્થ છે કોઇ પણ મલિનતા કે રંગ દૂર કરવું જેથી પાણી ચોખ્ખુ અને રંગહિન બને છે. ચોખ્ખાઇની પ્રક્રિયામાં પાણીમાં અવક્ષેપન મારફતે અવક્ષેપ પેદા કરાવાય છે અને આ અવક્ષેપોને સરળ ભૌતિક પદ્ધતિઓ દ્વારા દૂર કરી શકાય છે. શરૂઆતમાં અવક્ષેપ અત્યંત નાના કણ રચે છે પરંતુ પાણીને ધીમે ધીમે હલાવાતા આ કણો એક બીજા સાથે ચોંટે છે અને મોટા કણ બનાવે છે. આ પ્રક્રિયાને ઘણીવાર ઊર્ણન કહેવાય છે. કાચા પાણીમાં મૂળ હાજર રહેલા નાના કણોમાંથી ઘણા કણો આ નાના અવક્ષેપ કણોની સપાટી પર શોષાય છે સ્કંદન દ્વારા જે મોટા કણ બને છે તેમાં સંકળાય છે. આ રીતે સ્કંદિત અવક્ષેપો મોટા ભાગના નિલંબિત પદાર્થોને પાણીમાંથી દૂર કરે છે અને બાદમાં તેમને ગાળકમાંથી પસાર કરવામાં આવે છે. આ ગાળકો સામાન્ય રીતે બજરી રેતીના મિશ્રણ અથવા ઘણીવાર રેતી અને દાણાદાર એન્થ્રાસાઇટ (ઊંચો કાર્બન અને નીચી તરલતા ધરાવતો કોલોસો)ના બનેલા હોય છે. જે પદાર્થોનો સ્કંદકો/ઊર્ણિન પદાર્થોનો ઉપયોગ થઇ શકે છે તે નીચે મુજબ છે:

  1. આયર્ન (III) હાઇડ્રોક્સાઇડ. 7 કે તેથી વધુ pH ધરાવતા માવજત પહેલના પાણીમાં આયર્ન(III) ક્લોરાઇડ જેવા આયર્ન (III) સંયોજનનું દ્વાવણ ઉમેરીને તે બનાવવામાં આવે છે. આયર્ન (III) હાઇડ્રોક્સાઇડ અત્યંત અદ્રાવ્ય છે અને 7 જેટલી નીચી pHએ રચાય છે. યુકેમાં ક્યુપ્રસ નામ હેઠળ આયર્ન ક્ષારના વાણિજ્યિક ફોર્મ્યુલેશનનું પરંપરાગત રીતે વેચાણ થતું હતું.
  2. એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની સ્વાસ્થ્ય પર સંભવિત અસર અંગે ચિતાઓ હોવા છતાં તેનો ઊર્ણિન અવક્ષેપ તરીકે વ્યાપક ઉપયોગ થાય છે. 1988માં સાઉથ-વેસ્ટ યુકેમાં કેમલફોર્ડમાં તેના અયોગ્ય ઉપયોગથી ગંભીર ઝેરી બનાવ બન્યો હતો, ત્યારે સ્કંદકને અંતિમ માવજતવાળું પાણી ધરાવતા જળાશયમાં સીધું જ રજૂ કરી દેવાયું હતું.
  3. પોલિડેડમેક (PolyDADMAC) કૃત્રિમ રીતે બનાવાયેલું પોલિમર છે અને ત્યારે વ્યાપક પણે વપરાતા સંશ્લેષિત પોલિમરના વર્ગ પૈકીનું એક છે. આ પોલિમોરા ઊંચું અણુવજન ધરાવે છે અને અત્યંત સ્થિર અને ભાગ્યેજ દૂર કરી શકાય તેવા ઊર્ણિકો રચે છે પરંતુ તે અકાર્બનિક પદાર્થોના ઉપયોગની તુલનાએ ઘણું મોંઘું પડે છે. આ પદાર્થો જૈવ વિઘટનીય પણ હોઇ શકે છે.

નિક્ષેપન ફેરફાર કરો

ઊર્ણન બેઝિનમાંથી નિકળેલું પાણી નિક્ષેપન બેઝિનમાં પ્રવેશી શકે છે, નિક્ષેપન બેઝિનને ક્લેરિફાયર અથવા સેટલિંગ બેઝિન પણ કહેવાય છે. તે ધીમા પ્રવાહ સાથેની એક મોટી ટાંકી હોય છે જે ઉર્ણિકાને તળીયા પર ઠરવા દે છે. નિક્ષેપન બેઝિન ઊર્ણન બેઝિનની નજીકમાં જ આવેલું હોય છે જેથી તેમની વચ્ચે રૂપાંતરણ ઠારણ અથવા ઉર્ણિકા ભંગના થવા દે. નિક્ષેપન બેઝિન લંબચોરસ હોઇ શકે છે, જ્યાં પાણી એક છેડેથી બીજા છેડે વહે છે અથવા જ્યાં પ્રવાહ કેન્દ્રમાંથી ઉદભવે છે ત્યાં ચક્રીય રીતે વહે છે. નિક્ષેપન બેઝિનનો બાહ્યપ્રવાહ એક બંધારા પરથી વહે છે જેથી માત્ર પાતળું ટોચનું આવરણ જ બહાર નિકળે છે. પાણીમાંથી ઠરતી ઉર્ણિકાની માત્રાનો આધાર બેઝિનના અવરોધ સમય અને બેઝિનની ઊંડાઇ પર રહે છે. માટે પાણીનો અવરોધ સમય મોટા બેઝિન ખર્ચ સામે સંતુલિત થવો જોઇએ. લઘુત્તમ ચોખ્ખાઇ અવરોધ સમય સામાન્ય રીતે 4 કલાકનો છે. ઊર્ણિકાનું ઊંડા બેઝિનમાં છીછરા બેઝિન કરતા વધુ ઠારણ થાય છે. કારણકે મોટા કણો નાના કણો કરતા ઝડપથી ઠરે છે માટે કણો એકબીજા સાથે અથડાય છે અને તેઓ જેમ ઠરે છે તેમ નાના કણોનું સંકલન કરે છે. આમ, મોટા કણો બેઝિનમાં સીધા બેસી જાય છે અને તળીયે જતા તેમના રસ્તામાં આવતા નાના કણોને સાફ કરતા જાય છે.

બેઝિનના તળીયા પર જેમ કણો ઠરતા જાય છે તેમ ટાંકીના તળીયે કાદવનું એક સ્તર રચાય છે. આ કાદવને દૂર કરીને તેની માવજત કરવી જોઇએ. પ્રક્રિયા દરમિયાન પેદા થતા કાદવની માત્રા નોંધપાત્ર હોય છે ઘણીવાર માવજત હેઠળના પાણીના કુલ કદના 3થી 5 ટકા જેટલી હોય છે. કાદવની માવજત અને નિક્ષેપનનો ખર્ચ જળ શુદ્ધિકરણ પ્લાન્ટના સંચાલન ખર્ચમાં મહત્ત્વનો ભાગ હોઇ શકે છે. ટાંકી યાંત્રિક રીતે સાફ થઇ શકે તેવા ઉપકરણોથી જોડાયેલી હોઇ શકે છે ટાંકીના તળીયાને સતત સાફ કરતા રાખે છે અથવા તો તળીયાની સફાઇ કરવાની હોય ત્યારે ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો નથી.

ગાળણક્રિયા ફેરફાર કરો

મોટા ભાગની ઉર્ણિકાને અલગ પાડ્યા બાદ, બાકીના વિલંબિત કણો અને ઠર્યા વગરની ઉર્ણિકાને દૂર કરવા માટે પાણીને છેલ્લે ગાળવામાં આવે છે.

ઝડપી રેતી ગાળકો ફેરફાર કરો

 
ઝડપી રેતી ગાળકનું ચિત્ર

ગાળકનો સૌથી સામાન્ય પ્રકાર ઝડપી રેતી ગાળકનો છે. પાણીને રેતીમાં ઉપરથી નીચેની તરફ પસાર કરવામાં આવે છે. રેતી ઘણીવાર રેતી પર સક્રિયકૃત કાર્બન અથવા અન્થ્રાસાઇટનું સ્તર ધરાવતી હોય છે. ટોચનું સ્તર કાર્બનિક સંયોજનો દૂર કરે છે, જે પાણીના સ્વાદ અને ગંધમાં ભૂમિકા ભજવે છે. રેતીના કણો વચ્ચેની જગ્યા નાના વિલંબિત કણો કરતા વધુ હોય છે માટે સાદી ગાળણક્રિયા પુરતી નથી. મોટા ભાગના કણો સપાટીના સ્તરમાંથી પસાર થતા હોય છે પરંતુ છિદ્રાણુ જગ્યામાં ફસાય છે અથવા રેતીના કણોને ચોંટી રહે છે. અસરકારક ગાળણક્રિયા ગાળકની ઊંડાઇ પર આધાર રાખે છે. ગાળકનો આ ગુણધર્મ તેની કામગીરીની ચાવી છે. જો રેતીનું ટોચનું સ્તર તમામ કણોને અટકાવે તો ગાળક ઝડપથી અવરોધોથી ભરાઇ જાય.

ગાળકને સાફ કરવા માટે, રેતી સાથે જડાયેલા કણો દૂર કરવા, પાણીને ગાળકમાંથી ઉપરની દિશામાં, સામાન્ય દિશાથી વિરુદ્ધ દિશામાં, પસાર કરવામાં આવે છે (જેને બેકફ્લશિંગ અથવા બેકવોશિંગ કહેવાય છે) આ પહેલા, બેકવોશિંગ પ્રક્રિયાને સહાયરૂપ થવા કોમ્પેક્ટેડ ગાળક માધ્યમને તોડવા, ગાળકના તળીયે કમ્પ્રેસ્ડ હવા ઉડાડી શકાય છે, તેને એર સોર્સિંગ કહેવાય છે. આ દૂષિત પાણીનો નિક્ષેપન બેઝિનમાંથી કાદવની સાથે નિકાલ કરી શકાય છે અથવા તેને પ્લાન્ટમાં પ્રવેશતા કાચા પાણીમાં ભેળવીને તેને રિસાયકલ કરી શકાય છે.

કેટલાક શુદ્ધકરણ પ્લાન્ટમાં દબાણ ગાળકો આવેલા છે. તેઓ ઝડપી ગુરુત્વાકર્ષણ ગાળકોના સમાન સિદ્ધાંત પર કામ કરે છે, તેમાં તફાવત એટલો જ હોય છે કે ગાળક માધ્યમ સ્ટીલની નળીમાં બંધ હોય છે અને પાણીને દબાણ હેઠળ બળ સાથે તેનામાંથી પસાર કરવામાં આવે છે.

લાભ

  • કાગળ અને રેતીના ગાળકોની તુલનાએ વધુ નાના કણોને ગાળી શકે છે.
  • પોતાના નિશ્ચિત છિદ્ર કરતા મોટું કદ ધરાવતા તમામ કણોને ગાળે છે.
  • તે ઘણા પાતળા હોય છે માટે પ્રવાહી તેમાંથી ઝડપથી વહી શકે છે.
  • તેઓ પ્રમાણમાં મજબૂત હોય છે માટે તેઓ તેમના રહેલા 2-5 વાતાવરણના દબાણ તફાવત સામે ટકી શકે છે.
  • તેમને સાફ (બેક ફ્લશ) કરી શકાય છે અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય છે.

પટલીય ગાળણક્રિયા ફેરફાર કરો

પીવાના તેમજ મલિન પાણીની ગાળણક્રિયા માટે પટલીય ગાળકોનો વ્યાપક ઉપયોગ કરાય છે. પીવાના પાણી માટે, પટલીય ગાળકો જીઆર્ડિયા અને ક્રિપ્ટોસ્પોરિડીયમ સહિત 0.2 umથી મોટા કદના તમામ કણોને દૂર કરે છે. પાણીનો જ્યારે ઔદ્યોગિક હેતુ માટે, મર્યાદિત ઘરેલુ ઉદેશ માટે ઉપયોગ કરવાનો હોય અથવા પાણીને નદીમાં છોડવાનું હોય, જેનો નદીના પ્રવાહના નીચાણવાળા વિસ્તારોમાં ઉપયોગ થવાનો હોય, ત્યારે પટલીય ગાળકો ટર્શરી ટ્રિટમેન્ટના અસરકારક સ્વરૂપ છે. તેનો ઉદ્યોગમાં ખાસ કરીને બેવરેજીસ (બાટલીમાં ભરેલા પાણી સહિત) ઉદ્યોગમાં વ્યાપક ઉપયોગ થાય છે. જો કે કોઇ પણ ગાળણક્રિયા પાણીમાં પહેલેથી ઓગળેલા ફોસ્ફરસ, નાઇટ્રેટ અને ભારે ધાતુના આયન જેવા પદાર્થોને દૂર કરી શકતી નથી.

ધીમા રેતી ગાળકો ફેરફાર કરો

 
ધીમું "કૃત્રિમ" ગાળણ (કાંઠાના ગાળણનું સ્વરૂપ), જળ શુદ્ધિકરણ પ્લાન્ટ કેરેની, જેક રિપલ્બિક

જ્યાં પુરતા પ્રમાણમાં જમીન અને જગ્યા છે ત્યાં ધીમા રેતી ગાળકોનો ઉપયોગ કરી શકાય છે. કારણકે તેમાં પાણીને ધીમી ગતીએ ગાળકોમાંથી પસાર કરવામાં આવે છે. આ ગાળકો તેમની કામગીરી માટે ભૌતિક ગાળણક્રિયા કરતા જૈવિક શુદ્ધિકરણ પ્રક્રિયા પર વધુ આધાર રાખે છે. રેતીના કદને આધારે તબક્કાવાર સ્તરનો ઉપયોગ કરીને આ ગાળકોનું બાંધકામ કરવામાં આવે છે. તેમાં તળીયે બરછટ રેતી, કાંકરી અને ટોચ પર ઝીણી રેતીનો ઉપયોગ કરવામાં આવે છે. તળીએ આવેલી નાળો પાણીને શુદ્ધિકરણ માટે દૂર લઇ જાય છે. ગાળણક્રિયાનો આધાર ગાળકની સપાટી પર ઝૂગલીલ સ્તર અથવા સ્કમત્ઝડેક તરીકે ઓળખાતા પાતળા જૈવિક સ્તરના વિકાસ પર હોય છે. જો પૂર્વમાવજતનું સારી રીતે આયોજન થયું હોય અને ઘણા નીચા પોષક સ્તરવાળા પાણીનું ઉત્પાદન કરતું હોય, જે શુદ્ધિકરણની ભૌતિક પદ્ધતિઓ ભાગ્યે જ હાંસલ કરી શકે છે, તો ધીમા રેતી ગાળકો ઘણા સપ્તાહો અથવા મહિનાઓ સુધી પણ સેવામાં રહી શકે છે. ઘણું નીચું પોષક સ્તર ધરાવતા પાણીને જંતુનાશ પદાર્થના નીચા સ્તર સાથે સલામતી રીતે વિતરણ વ્યવસ્થામાં મોકલી શકાય છે અને આમ વપરાશકારનો પાણીમાં ક્લોરિન અને ક્લોરાઇન આડપેદાશના સ્તર બાબતે અણગમો ઘટાડે છે. ધીમા રેતી ગાળકોનું બેક વોશ થઇ શકતું નથી. જૈવિક વૃદ્ધિને કારણે જ્યારે પ્રવાહ અવરોધાય છે ત્યારે ટોચના સ્તરની રેતીને ઉપર નીચે ખોતરીને તેની જાળવણી કરવામાં આવે છે.[સંદર્ભ આપો]

તટીય ગાળણક્રિયા ધીમા રીત ગાળકનું એક મોટું સ્વરૂપ છે. તેમાં નદીના કાંઠા પર પ્રાકૃતિક નિક્ષેપોનો દૂષકોના પ્રથમ તબક્કાના ગાળણ માટે ઉપયોગ કરાય છે. પીવાના પાણી માટે સુધો ઉપયોગ કરવા જેટલું તે સ્વચ્છ હોતું નથી ત્યારે નદી કાંઠા પર આવેલા કુવામાંથી ખેંચવામાં આવેલું પાણી તટીય ગાળણક્રિયાનો ઉપયોગ થતો હોય તેવા મોટા વહેણમાંથી સીધા લીધેલા નદીના પાણી કરતા ઓછું હાનિકારક હોય છે.

લાવા ગાળકો ફેરફાર કરો

લાવા ગાળકો રેતી ગાળકો જેવા જ છે અને તેનો પણ જ્યાં પુરતી જમીન અને જગ્યા હોય ત્યાં જ ઉપયોગ કરી શકાય છે. ધીમા રેતી ગાળકોની જેમ લાવા ગાળકો પણ તેની કામગીરી માટે ભૌતિક ગાળણક્રિયાના સ્થાને જૈવિક શુદ્ધિકરણ પ્રક્રિયા પર આધાર રાખે છે. જો કે ધીમા રેતી ગાળકો અલગ, તેમાં લાવાના ઘસાયેલા ગોળ પત્થરોના બે સ્તર અને ટોચ પર પોષણ મુક્ત ભૂમિનું સ્તર હોય છે. (માત્ર છોડના મૂળમાં) ટોચ પર જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (જેમકે આઇરિસ સ્યુડાકોરસ અને સ્પાર્ગાનિયમ ઇરેક્ટમ, )રાખવામાં આવે છે. સામાન્ય રીતે, પાણીના શુદ્ધિકરણ માટે લાવાના પત્થરોનું લગભગ ચોથા ભાગનું પરિમાણ જરૂરી છે અને ધીમા રેતી ગાળકોની જેમ હેરિંગબોન નાળાની શ્રેણી મુકવામાં આવે છે. (લાવા ગાળકો સાથે તેને તળીયાના સ્તરમાં મુકવામાં આવે છે)[૩]

આયનો અને અન્ય ઓગળેલા પદાર્થો દૂર કરવા ફેરફાર કરો

પારગાળણ પટલો રાસાયણિક રીતે રચાયેલા માઇક્રોસ્કોપિક છિદ્રોથી બનેલા પોલિમર પટલોનો ઉપયોગ કરે છે. ઓગળેલા પદાર્થોને પાણીમાંથી ગાળીને બહાર કાઢવા માટે સ્કંદકોનો ઉપયોગ ટાળવા તેનો ઉપયોગ થઇ શકે છે. પટલના માધ્યમનો પ્રકાર તે નક્કી કરે છે કે તેમાંથી પસાર થતા પાણી પર કેટલું દબાણ જરૂરી છે અને કેટલા કદના સૂક્ષ્મ સજીવોને ગાળી શકાશે.

આયન વિનિમય:[૪][૫][૬][૭][૮] આયાન વિનિમય પ્રણાલી બિનજરૂરી આયનોની બદલી કરવા આયન વિનિમય રેઝિન- અથવા ઝીયોલાઇટ-થી ભરેલા સ્તંભોનો ઉપયોગ કરે છે. સૌથી સામાન્ય કિસ્સો જલ મૃદુકરણનો છે જેમાં Ca2+ અને Mg2+ આયનોને Na+ અથવા K+ આયન સાથે બદલીને દૂર કરવામાં આવે છે. નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સીસું, પારો, આર્સેનિક વગેરે જેવી ઝેરી આયનો દૂર કરવા આયન વિનિમય રેઝિનનો પણ ઉપયોગ કરાય છે.

ઇલેક્ટ્રોડઆયોનાઇઝેશન:[૮][૪] પાણીને ધન વિદ્યુતધ્રુવ અને ઋણ વિદ્યુતધ્રુવની વચ્ચેથી પસાર કરવામાં આવે છે. આયન વિનિમય પટલો શુદ્ધ કરેલા પાણીમાં માત્ર ધન આયનોનું ઋણ વિદ્યુતધ્રુવ તરફ અને ઋણ આયનોનું ધન વિદ્યુતધ્રુવ તરફ સ્થળાંતર થવા દે છે. આયન વિનિમય માવજતની તુલનાએ થોડી વધુ શુદ્ધતા સાથે ઊંચી શુદ્ધતાવાળું ડિઆયોનાઇઝ્ડ પાણીનું ઉત્પાદન કરાય છે. પાણીમાંથી આયનોને સંપૂર્ણપણે દૂર કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોડાયાલિસિસ કહેવાય છે. બિન આયનીય કાર્બનિક દૂષકો દૂર કરવા ઘણીવાર ઘણી વાર પાણીની પ્રતિવર્તી અભિસરણ સાથે પૂર્વમાવજત કરવામાં આવે છે.

અન્ય યાંત્રિક અને જૈવિક તકનીકો ફેરફાર કરો

મોટા પાયે જળ શુદ્ધિકરણમાં વપરાતી ઘણી તકનીકો ઉપરાંત પ્રદૂષિત પાણીના શુદ્ધિકરણ માટે કેટલીક નાની, ઓછી (બિન)પ્રદૂષક તકનીકોનો પણ ઉપયોગ કરાય છે. આ તકનીકોમાં યાંત્રિક અને જૈવિક પ્રક્રિયા આધારિત તકનીકોનો સમાવેશ થાય છે. તેની ટૂંકમાં માહિતીઃ

  • યાંત્રિક પ્રણાલીઓ: રેતી ગાળણક્રિયા, લાવા ગાળક પ્રણાલી અને યુવી (UV) વિકિરણ આધારિત પ્રણાલીઓ
  • જૈવિક પ્રણાલીઓ:
    • બંધાયેલી ભીની ભૂમિઓ અને શુદ્ધિકરણ તળાવ (જેને કેટલીક વીર ખોટી રીતે રીડબેડ અને સજીવ દિવાલ તરીકે ઓળખવામાં આવે છે) તરીકે પ્લાન્ટ પ્રણાલીઓ અને
    • સક્રિયકૃત કાદવ પ્રણાલીઓ, બાયોરોટર, વાયુજીવી જૈવગાળકો અને બિનવાયુજીવી જૈવગાળકો, ડુબેલા વાયુમિશ્રિત ગાળકો અને બાયોરોલ તરીકે સંહત પ્રણાલીઓ[૯]

જળને યોગ્ય રીતે શુદ્ધ કરવા માટે આમાંથી કેટલીક પ્રણાલીઓને સંપૂર્ણ રીતે કામ કરવા સામાન્ય રીતે જોડવામાં આવે છે. આ અપ્રણાલીઓનું મિશ્રણ બેથી ત્રણ તબક્કામાં કરવામાં આવે છે જેમનું નામ પ્રાથમિક અને માધ્યમિક શુદ્ધિકરણ છે. કેટલીક વખત તૃતીય સ્તરનું શુદ્ધિકરણ પણ ઉમેરવામાં આવે છે.

જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

જીવાણુ નાશકક્રિયાની સાથે હાનિકારક જીવાણુઓને ગાળીને બહાર કાઢવા અને પીવાના પાણીના શુદ્ધિકરણના છેલ્લા તબક્કામાં જંતુનાશક રસાયણો ઉમેરવાની ક્રિયા કરવામાં આવે છે. ગાળકોમાંથી પસાર થતા કોઇ પણ રોગકારક સુક્ષ્મજીવોને મારવા માટે પાણીમાં જીવાણુ નાશકક્રિયા કરવામાં આવે છે. સંભવિત રોગકારક સુક્ષ્મજીવોમાં એસ્કિરીચીયા કોલી , કમ્પાયલોબેક્ટર અને શિગેલા સહિત વાઇરસ, બેક્ટેરિયા અને ગીયાર્ડીયા લામ્બિયા સહિત પ્રજીવ તેમજ અન્ય ક્રિપ્ટોસ્પોરિડીયા નો સમાવેશ થાય છે. સૌથી વિકસિત દેશોમાં, જાહેર જળ પુરવઠામાં સમગ્ર વિતરણ વ્યવસ્થામાં અવક્ષેપિત જંતુનાશક પદાર્થનું સ્તર જાળવવું જરૂરી છે, પાણી વપરાશકાર સુધી પહોંચતાં પહેલા વિતરણ વ્યવસ્થાઓમાં દિવસો સુધી પડ્યું રહી હોઇ શકે છે. કોઇ પણ રાસાયણિક જંતુનાશક પદાર્થને પાણીમાં નાંખ્યા બાદ જીવાણુ નાશકક્રિયા પૂર્ણ થવા દેવા માટે સામાન્ય રીતે પાણીને હંગામી સંગ્રહમાં, જેને ઘણીવાર કોન્ટેક્ટ ટેન્ક અથવા સફાઇ કુવો કહેવાય છે, રાખવામાં આવે છે.

ક્લોરિન જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

મોટા ભાગની સામાન્ય જીવાણુ નાશકક્રિયા પદ્ધતિમાં ક્લોરિન અથવા ક્લોરેમાઇન જેવા તેના સંયોજનો અથવા ક્લોરિન ડાયોક્સાઇડનો ઉપયોગ થાય છે. ક્લોરિન એ તીવ્ર ઓક્સિડન્ટ છે જે ઘણા હાનિકારક સુક્ષ્મજીવોને ઝડપથી મારી નાંખે છે. ક્લોરિન ઝેરી વાયુ હોવાથી તેના વપરાશની સાથે ગેસ ગળતર થવાનું જોખમ સંકળાયેલું છે. સોડિયમ હાયપોક્લોરાઇટનો ઉપયોગ કરીને આ સમસ્યાને ટાળી શકાય છે, સોડિયમ હાયપોક્લોરાઇટ પ્રમાણમાં સસ્તું દ્રાવણ છે જેને પાણીમાં ઓગાળતા મુક્ત ક્લોરિન મુક્ત થાય છે. સાદા ક્ષારના દ્રાવણોનું વિદ્યુતવિભાજન કરીને સ્થળ પર ક્લોરિનનું દ્રાવણ બનાવી શકાય છે. ઘન સ્વરૂપ કેલ્શિયમ હાયપોક્લોરાઇટ પાણી સાથે સંપર્કમાં આવતા ક્લોરિન મુક્ત કરે છે. ઘન સ્વરૂપ સાથે કામ કરવામાં બેગ ખોલતી વખતે અને પાણીમાં રેડતી વખતે, ગેસ સિલિન્ડર અથવા બ્લીચ કે, જેને સરળતાથી સ્વયંસંચાલિત કરી શકાય છે, તેની તુલનાએ માનવ સંપર્કની શક્યતા વધુ હોય છે. પ્રવાહી સોડિયમ હાયપોક્લોરાઇટનું ઉત્પાદન વાયુ અને ઘન ક્લોરિનના ઉપયોગ કરતાં વધુ સસ્તું અને સલામત છે. ક્લોરિનના તમામ સ્વરૂપોનો, તેમનામાં કેટલીક ખામીઓ હોવા છતાં, વ્યાપક ઉપયોગ થાય છે. એક ખામી તે છે કે કોઇ પણ સ્ત્રોતમાંથી મેળવેલો ક્લોરિન પાણીમાં કુદરતી કાર્બનિક સંયોજનો સાથે પ્રક્રિયા કરીને હાનિકારક આડપેદાશ પેદા કરે છે જેમાં ટ્રાઇહેલોમિથેન (ટીએચએમ (THM)) અને હેલોએસિટિક એસિડ (એચએએ (HAA))નો સમાવેશ થાય છે. આ બંને પદાર્થો મોટા જથ્થામાં હોય ત્યારે કેન્સરજનક હોય છે અને તેનું યુનાઇટેડ સ્ટેટ્સ એનવાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઇપીએ (EPA)) અને યુકેમાં ડ્રિન્કિંગ વોટર ઇન્સ્પેક્ટોરેટ દ્વારા નિયમન થાય છે.પાણીમાં ક્લોરિન ઉમેરતા પહેલા તેમાં રહેલા શક્ય તેટલા મહત્તમ કાર્બનિક પદાર્થોને અસરકારક રીતે દૂર કરીને ટીએચએમ (THM) અને હેલોએસિટિક એસિડનું ઉત્પાદન ઘટાડી શકાય છે. ક્લોરિન બેક્ટેરિયા મારવા માટે અસરકારક હોવા છતાં પાણીમાં કોથળી બનાવતા પ્રજીવ સામે તેમની અસરકારકતા મર્યાદિત છે (ગૈરડીયા લામ્બલીયા અને ક્રિપ્ટોસ્પોરિડીયમ , બંને રોગકારક સુક્ષ્મજીવ છે).

ક્લોરિન ડાયોક્સાઇડ જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

ક્લોરિન ડાયોક્સાઇડ એ પ્રાથમિક ક્લોરિન કરતા ઝડપથી પ્રક્રિયા કરતો જંતુનાશક પદાર્થ છે જોકે, તેનો પ્રમાણમાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે કારણકે, ઘણી સ્થિતિઓમાં તે ક્લોરાઇટની વધુ પડતી માત્રા પેદા કરે છે. ક્લોરાઇટ એ અમેરિકામાં નિયમન હેઠળની આડપેદાશ છે. ક્લોરિન ડાયોક્સાઇડ જલીય દ્રાવણ તરીકે પહોંચાડવામાં આવે છે અને ગેસ સાથે કામ કરવાની સમસ્યાઓ ટાળવા તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. ક્લોરિન ડાયોક્સાઇડ વાયુના સંચયથી સ્વયંભૂ ધડાકો થઇ શકે છે.

ક્લોરેમાઇન જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

જંતુનાશક પદાર્થ તરીકે ક્લોરેમાઇનનો ઉપયોગ વધુ સામાન્ય બની રહ્યો છે. ક્લોરેમાઇન તીવ્ર ઓક્સિડન્ટ ના હોવા છતાં, તે મુક્ત ક્લોરિન કરતા લાંબો સમય સુધી ટકતા અવક્ષેપો પુરા પાડે છે અને તે ટીએચએમ (THM) અથવા હેલોએસિટિક એસિડ નહીં બનાવે. ક્લોરિન ઉમેર્યા બાદ પાણીમાં એમોનિયા ઉમેરીને ક્લોરિનને ક્લોરેમાઇનમાં ફેરવી શકાય છે. ક્લોરિન અને એમોનિયા વચ્ચે પ્રક્રિયા થઇ ક્લોરેમાઇન બને છે. ક્લોરેમાઇન દ્વારા જંતુમુક્ત કરાયેલી જળ વિતરણ પ્રણાલીઓમાં નાઇટ્રિફિકેશન થઇ શકે છે કારણકે એમોનીયાનો બેક્ટોરિયા વૃદ્ધિ પોષક તત્ત્વ તરીકે ઉપયોગ થાય છે અને અડપેદાશ તરીકે નાઇટ્રેટ પેદા થાય છે.

ઓઝોન જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

O3 એ અસ્થિર અણુ છે, તે ઓક્સિજનનો એક પરમાણુ ઝડપથી મુક્ત કરીને એક મજબૂત ઓક્સિડાઇઝિંગ એજન્ટ પુરો પાડે છે જે મોટાભાગાન પાણીજન્સ સજીવો માટે ઝેરી છે. તે મજબૂક, વિશાળ પટ્ટ જંતુનાશક પદાર્થ છે જેનો યુરોપમાં વ્યાપકપણે ઉપયોગ થઇ રહ્યો છે. કોથળી રચતા હાનિકારકણ પ્રજીવનો નિષ્ક્રિય કરવાની તે અસરકારક પદ્ધતિ છે. તે અન્ય તમામ રોગકારક સુક્ષ્મજીવો સામે પણ સારી રીતે કામ કરે છે. પારજાંબલી પ્રકાશ અથવા "કોલ્ડ" ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જમાંથી ઓક્સિજન પસાર કરીને ઓઝોન બનાવવામાં આવે છે. ઓઝોન જંતુનાશક પદાર્થ તરીકે ઉપયોગ કરવા તેનો સ્થળ પર જ ઉત્પાદન થવું જોઇએ અને તેને પાણીમાં પરપોટા સંપર્ક દ્વારા ઉમેરવો જોઇએ. ઓઝોનના કેટલાક લાભોમાં (ક્લોરિનેશનની તુલનામાં) ઓછી ખતરનાક આડપેદાશનું ઉત્પાદન અને ઓઝોનાઇઝેશન દ્વારા પેદા થતા સ્વાદ અને ગંધના અભાવનો સમાવેશ થાય છે. ઓઝોનેશનથી ઓછી આડપેદાશો પેદા થતા હોવા છતાં એવું જાણવા મળ્યું છે કે ઓઝોનનો ઉપયોગ શંકાસ્પદ કેન્સરજનક બ્રોમેટનું નીચી માત્રમાં ઉત્પાદન કરે છે, જોકે, થોડો બ્રોમાઇડ પણ પ્રક્રિયા કરેલા પાણીમાં હાજર રહેવો જોઇએ. ઓઝોનનો અન્ય મુખ્ય ગેરલાભ તે છે કે તે પાણીમાં કોઇ પણ જંતુનાશ પદાર્થના અવક્ષેપ છોડતું નથી. ઓઝોનનો 1906થી પીવાના પાણીના પ્લાન્ટમાં ઉપયોગ થઇ રહ્યો છે જ્યારે નાઇસ, ફ્રાન્સમાં સૌ પ્રથમ ઔદ્યોગિક ઓઝોનેશન પ્લાન્ટ બાંધવામાં આવ્યો હતો. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ઓઝોન સલામત હોવાનું સ્વીકાર્યું છે અને તેનો પાણીની માવજત, સંગ્રહ અને આહારના પ્રસંસ્કરણમાં સુક્ષ્મજૈવિક પ્રતિરોધક એજન્ટ તરીકે ઉપયોગ થાય છે.

પારજાંબલી જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

પારજાંબલી પ્રકાશ કોથળીઓને નિષ્ક્રિય કરવા માટે અત્યંત અસરકારક છે, પાણીમાં રંગનું નીચું સ્તર હોવાથી પારજાંબલી કિરણો શોષાયા વગર પસાર થઇ શકે છે. પારજાંબલી વિકિરણનો સૌથી મુખ્ય ગેરલાભ તે છે કે ઓઝોન માવજતની જેમ તે પણ પાણીમાં જંતુનાશક પદાર્થના કોઇ અવક્ષેપ છોડતું નથી. ઓઝોન અથવા પારજાંબલી વિકિરણ પાણીમાં જંતુનાશક પદાર્થના અવક્ષેપ બાકી છોડતું ન હોવાથી ઘણીવાર તેમનો ઉપયોગ થયા બાદ તેમાં અવક્ષેપિત જંતુનાશક પદાર્થ ઉમેરવો જરૂરી બને છે. ઘણીવાર પ્રાથમિક જંતુનાશક પદાર્થ તરીકે ક્લોરેમાઇન ઉમેરીને આમ કરવામાં આવે છે. જ્યારે આવી રીતે ઉપયોગ કરાય છે ત્યારે ક્લોરેમાઇન ક્લોરિનેશનના ઘણા જ ઓછા નકારાત્મક પાસા સાથે અસરકારક અવક્ષેપિત જંતુનાશક પદાર્થ પુરા પાડે છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

તે ઓઝોનની જેમ જ કામ કરે છે. જીવાણુ નાશકક્રિયાની કાર્યક્ષમતા વધારવા ઘણી વાર ફોર્મિક એસિડ જેવા સક્રિયકો ઉમેરવામાં આવે છે. તેના ગેર લાભ તે છે કે તે ધીમું કામ કરે છે, તે ઊંચી માત્રામાં ફાયટોટોક્સિક છે અને તે જે પાણીને શુદ્ધ કરે છે તેની pH ઘટાડો છે.

જીવાણુ નાશકક્રિયાની વિવિધ પોર્ટેબલ પદ્ધતિઓ ફેરફાર કરો

તે આપત્તિમાં અથા આંતરિયાળ સ્થળોમાં જીવાણુ નાશકક્રિયા માટે ઉપલબ્ધ છે. જીવાણુ નાશકક્રિયા પ્રાથમિક હેતુ છે. સ્વાદ, ગંધ, દેખાવ અને અવશેષો જેવી બાબતો રાસાયણિક દૂષણ પીવાના પાણીની ટૂંકા ગાળાની સલામતીને અસર કરતું નથી.

સૌર જલ જીવાણુ નાશકક્રિયા ફેરફાર કરો

પાણીને જીવાણુરહિત કરવાની નીચા ખર્ચની પદ્ધતિઓ પૈકીની એક સૌર જીવાણુ નાશકક્રિયા (સોડિસ (SODIS))નો સ્થાનિક રીતે ઉપલબ્ધ પદાર્થો સાથે અમલ કરી શકાય છે.[૧૦][૧૧][૧૨][૧૩] જલાઉલાકડા પર આધાર રાખતી પદ્ધતિઓથી વિપરિત તે પર્યાવરણ પર ઓછી અસર કરે છે.

તાજેતરના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે સૌર-જીવાણુનાશિત પાણીના કાળા સંગ્રહ દરમિયાન ઝડપથી પેદા થતા જંગલી સેલ્મોનેલાને હાઇડ્રોજન પેરોક્સાઇડના એક મિલિયનના માત્ર દશમાં ભાગના ઉમેરાથી અંકુશિત કરી શકાય છે.[૧૪]

વધારાના શુદ્ધિકરણ વિકલ્પો ફેરફાર કરો

  1. જલ ફ્લોરાઇડેશન: ઘણા વિસ્તારોમાં દાંતમાં સડો અટકાવવાના ઉદેશ સાથે ફ્લોરાઇડને પાણીમાં ઉમેરવામાં આવે છે.[૧૫] ફ્લોરાઇડ સામાન્ય રીતે જીવાણુ નાશકક્રિયા બાદ ઉમેરવામાં આવે છે. અમેરિકામાં, ફ્લોરાઇડેશન સાથે સામાન્ય રીતે હેક્ઝાફ્લોરોસિલિસિક એસિડ ઉમેરવામાં આવે છે જે,[૧૬] પાણીમાં વિઘટિત પામીને ફલોરાઇડ આયનો પેદા કરે છે.[૧૭]
  2. જલ કુલન: સખત પાણીની અસરો ઘટડવા માટેની આ પદ્ધતિ છે. ગરમી આપવાને આધિન જલ પ્રણાલીમાં સખત ક્ષારોનું નિક્ષેપન થાય છે કારણકે બાયકાર્બોનેટ આયનોનું વિઘટન કાર્બોનેટ આયનો પેદા કરે છે જે કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ કાર્બોનેટના સાંદ્ર દ્રાવણમાંથી સ્ફિકીકરણ પામે છે. સખત ક્ષારોની ઊંચા સાંદ્રતા સાથેના પાણીની સોડા એશ (સોડિયમ કાર્બોનેટ) દ્વારા માવજત કરી શકાય છે જે સમાન-આયન અસર દ્વારા વધારાના ક્ષારનું અવક્ષેપન કરે છે અને ઊંચી શુદ્ધતાવાળો કેલ્શિયમ કાર્બોનેટ પેદા કરે છે. અવક્ષેપિત કેલ્શિયમ કાર્બોનેટનું પરંપરાગત રીતે ટૂથપેસ્ટ ઉત્પાદકોને વેચાણ કરાય છે. ઔદ્યોગિક અને ઘરેલુ જળ શુદ્ધિકરણની અન્ય કેટલીક પદ્ધતિઓમાં ચુંબકીય અથવા/અને વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ દ્વારા સખત પાણીની અસર ઘટાડવા જેવી પદ્ધતિનો (સામાન્ય વૈજ્ઞાનિક સ્વીકૃતિ વગર) સમાવેશ થતો હોવાનો દાવો કરાય છે.[સંદર્ભ આપો]
  3. પ્લમ્બોસોલ્વેન્સી ઘટાડો: નીચી વાહકતાના પ્રાકૃતિક એસિડિક પાણીવાળા વિસ્તારોમાં (માટે, અગ્નિકૃત ખડકોવાળા ઉંચાણવાળા પહાડોમાં સપાટી પરનું વરસાદનું) પાણી તે જે પાઇપમાંથી પસાર થાય છે તે લેડ પાઇપમાંથી સીસું ઓગાળવાને સક્ષમ હોય છે. ફોસ્ફેટ આયનની થોડી માત્રા ઉમેરવાથી અને સહેજ pH વધારવાથી પાઇપની અંદરની સપાટી પર અદ્રાવ્ય લેડ ક્ષાર પેદા કરીને પ્લમ્બો-સોલ્વન્સીમાં ઘટાડો કરવામાં મોટી મદદ મળે છે.
  4. રેડિયમ નાબુદીઃ કેટલાક અતઃસ્તર જલ સ્ત્રોત કિરણોત્સર્ગી રાસાયણિક ઘટક રેડિયમ ધરાવે છે. લાક્ષણિક સ્ત્રોતમાં ઇલીનોઇસમાં ઇલીનોઇસ નદીની ઉત્તરમાં ઘણા અતઃસ્તર જલ સ્ત્રોતનો સમાવેશ થાય છે. રેડિયમન આયન વિનિમય અથવા જળ કુલન દ્વારા દૂર કરી શકાય છે. જો કે તેમાંથી પેદા થતો બેક ફ્લશ કે કાદવ નીચી માત્રાવાળો કિરણોત્સર્ગી કચરો છે.
  5. ફ્લોરાઇડ નાબુદીઃ ઘણા વિસ્તારોમાં પાણીમાં ફ્લોરાઇડ ઉમેરવો પડે છે છતાં દુનિયાના કેટલાક વિસ્તારોમાં સ્ત્રોત જળમાં કુદરતી ફ્લોરાઇડનું સ્તર ઘણું ઊંચું છે. ફ્લોરાઇડનું ઊંચું પ્રમાણ ઝેરી હોઇ શકે છે અથવા દાંતમાં ડાઘા પડવા જેવી અનિચ્છનીય કોસ્મેટિક અસરો પેદા કરી શકે છે. ફ્લોરાઇડ કેન્સરજનક હોવાનું પણ જાણવા મળ્યું છે. ફ્લોરાઇડ ઘટાડવાની એક પદ્ધતિ સક્રિયકૃત એલ્યુમિના સાથે માવજત દ્વારા છે.

જળ શુદ્ધિકરણની અન્ય તકનીકો ફેરફાર કરો

જળ શુદ્ધિકરણની અન્ય જાણીતી પદ્ધતિઓ, ખાસ કરીને સ્થાનિક ખાનગી પુરવઠા માટે, નીચે મુજબ છેઃ કેટલાક દેશોમાં આમાંની કેટલીક પદ્ધતિઓનો મોટા પાયે મ્યુનિસિપલ પુરવઠા માટે ઉપયોગ થાય છે. તેમાંની મહત્ત્વની પદ્ધતિઓમાં નિસ્યંદન (દરિયાઇ પાણીનું વિલવણીકરણ) અને પ્રતિવર્તી અભિસરણનો સમાવેશ થાય છે.

  1. ઉત્કલન: પાણીને એટલા લાંબો સમય સુધી ઉકાળવામાં આવે છે કે તેમાં રહેલા સુક્ષ્મ સજીવો, કે જે ઓરડાના તાપમાને જીવતા હોય છે તેઓ, નિષ્ક્રિય થઇ જાય અથવા મરી જાય. દરીયાની સપાટી નજીક ઓછામાં ઓછું એક મિનિટ માટે તીવ્ર રોલિંગ બોઇલ પુરતું છે. ઊંચી ઊંચાઇએ (બે કિલોમીટર અથવા 5,000 ફૂટથી વધુ ઊંચાઇએ) ત્રણ મિનિટની ભલાણ કરવામાં આવે છે.[૧૮] "સખત" (નોંધપાત્ર પ્રમાણમાં દ્રાવ્ય કેલ્શિયમ ક્ષારોવાળા) પાણી ધરાવતા વિસ્તારોમાં ઉત્કલન બાયકાર્બોનેટ આયોનોને વિઘટિત કરે છે અને કેલ્શિયમ કાર્બોનેટનું આંશિક અવક્ષેપન થાય છે. સખત પાણીવાળા વિસ્તારોમાં કેટલ ઘટક પર બંધાતું તે "ફર" છે. કેલ્શિયમના અપવાદને બાદ કરતા, ઉત્કલનથી પાણી કરતા વધુ ઉત્કલન બિંદુ ધરાવતા દ્રાવકો ઉત્કલનથી દૂર કરી શકાતા નથી અને (ઉત્કલનથી પાણી વરાળ મારફતે ઉડી જતું હોવાથી) તેમની સાંદ્રતામાં વધારો થાય છે. ઉત્કલન પાણીમાં અવક્ષેપિત જંતુનાશક પદાર્થ છોડતું નથી. માટે, ઉકાળીને લાંબા સમય સુધી સંગ્રહ કરેલા પાણીમાં નવા રોગકારક સુક્ષ્મજીવો પેદા થવાની શક્યતા રહે છે.
  2. દાણાદાર સક્રિયકૃત કાર્બન ગાળણક્રિયા: સક્રિયકૃત કાર્બનનું વધુ સપાટી સાથેનું એક સ્વરૂપ, તે ઘણા ઝેરી સંયોજનો સહિત ઘણા સંયોજનોનું અધિશોષણ કરે છે. કાર્બનિક દૂષણ, સ્વાદ અથવા ગંધવાળા મ્યુનિસિપલ વિસ્તારોમાં પાણીને સામાન્ય રીતે સક્રિયકૃત કાર્બનમાંથી પસાર કરવામાં આવે છે. ઘમા ઘરેલુ જલ ગાળકો અને માછલી ઘરો પાણીને વધુ શુદ્ધ કરવા માટે સક્રિયકૃત કાર્બનનો ઉપયોગ કરે છે. પીવાના પાણી માટેના ઘરેલું ગાળકો ઘણીવાર મેટાલિક સિલ્વર નેનોપાર્ટિકલ્સ તરીકે સિલ્વર ધરાવે છે. જો પાણીને કાર્બન બ્લોકમાં લાંબો સમય રાખવામાં આવે તો તેમાં સુક્ષ્મસજીવો પેદા થઇ શકે છે અને જેને પગલે પાણીમાં દુર્ગંધ અને દૂષણ પેદા થઇ શકે છે. સિલ્વર નેનોપાર્ટિકલ્સ શ્રેષ્ઠ બેક્ટેરિયા વિરોધી પદાર્થ છે અને તે જંતુનાશકો જેવા ઝેરી હેલો-કાર્બનિક સંયોજનોને બિન-ઝેરી કાર્બનિક નિપજોમાં વિઘટિત કરી શકે છે[સંદર્ભ આપો]. અને તમે તમામ ખરાબીઓ દૂર કરવા એસિડ જલ નાંખી શકો છો.
  3. નિસ્યંદનમાં પાણીની વરાળ પેદા કરવા માટે પાણીને ઉકાળવામાં આવે છે. વરાળ ઠંડી સપાટીના સંપર્કમાં આવતા તે પ્રવાહી તરીકે ઘનીકરણ પામે છે. દ્રાવકોનું સામાન્ય રીતે બાષ્પીભવન થતું ન હોવાથી તે ઉકળેલા દ્રાવણોમાં જ રહે છે. નિસ્યંદન પદ્ધતિ પણ પાણીને સંપૂર્ણપણે શુદ્ધ કરી શકતું નથી કારણકે સમાન ઉત્કલ બિંદુ ધરાવતા દૂષકો અને બાષ્પીભવન નહીં પામેલા પ્રવાહીના બિંદુઓ વરાળની સાથે આવે છે. જો કે નિસ્યંદન દ્વારા 99.9% શુદ્ધ પાણી મેળવી શકાય છે.
  4. પ્રતિવર્તી અભિસરણ: અર્ધપારગમ્ય પડદામાંથી શુદ્ધ પાણી મેળવવા માટે અશુદ્ધ દ્રાવણ પર યાંત્રિક દબાણ આપવામાં આવે છે. પ્રતિવર્તી અભિસરણ એ પાણીના મોટા પાયે શુદ્ધિકરણ માટે ઉપલબ્ધ સૌથી સંપૂર્ણ પદ્ધતિ છે છતાં સંપૂર્ણ અર્ધપારગમ્ય પડદાનું નિર્માણ કરવું મુશ્કેલ છે. પડદાઓની સારી રીતે જાળવણી ના કરવામાં આવે તો, લીલ અને અન્ય સજીવ સ્વરૂપો પડદા પર પેદા થઇ શકે છે.
  5. પાણીમાંથી આર્સેનિક દૂર કરવા માટે આયર્નનો ઉપયોગ જુઓ અતઃસ્તર જલનું આર્સેનિક દૂષણ.
  6. ડાયરેક્ટ કોન્ટેક્ટ મેમ્બરેન ડિસ્ટિલેશન (ડીસીએમડી (DCMD)). વિલવણીકરને લાગુ પડે છે. ગરમ કરેલા દરિયાઇ પાણીને હાઇડ્રોફોબિક પોલિમર પડદાની સપાટી પરથી પસાર કરવામાં આવે છે. બાષ્પીભવન પામેલું પાણી પડદાના છિદ્રો મારફતે ગરમ છેડેથી પસાર થઇને બીજા છેડે ઠંડા શુદ્ધ પાણીના પ્રવાહમાં મળે છે. ગરમ અને ઠંડા છેડા વચ્ચે રહેલો બાષ્પ દબાણનો તફાવત પાણીના અણુને પ્રસરણમાં મદદ કરે છે.
  7. ગેસ હાઇડ્રેટ ક્રિસ્ટલ્સ સેન્ટ્રીફ્યુજ પદ્ધતિ. જો ઊંચા દબાણ અને નીચા તામપાને દૂષિત પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મિશ્ર કરવામાં આવે તો ગેસ હાઇડ્રેટ ક્રિસ્ટલ્સ માત્ર સ્વચ્છ પાણી ધરાવશે. કારણકે પરમાણુ સ્તરે પાણીના અણુ વાયુના અણુ સાથે જોડાય છે. દૂષિત પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય છે. સ્ફટિક અને સાંદ્ર દૂષિત પાણીને છૂટા પાડવા માટે સેન્ટ્રીફ્યુજનો ઉપયોગ થઇ શકે છે. અને તમે તમામ ખરાબીઓ દૂર કરવા એસિડ જલ નાંખી શકો છો.

હાઇડ્રોજનનું ઉત્પાદન ફેરફાર કરો

નાના પાયે હાઇડ્રોજનના ઉત્પાદન માટે વિદ્યુતધ્રૂવોની સપાટી પર ખનીજોનું ઉત્પાદન અટકાવવા અને વપરાશના પાણીમાંથી કાર્બનિક પદાર્થો અને ક્લોરિન દૂર કરવા જળ શુદ્ધકો લગાવવામાં આવે છે. સૌ પ્રથમ, રેતી અને ધૂળના કણો દૂર કરવા પાણી 20 માઇક્રોમીટરના અવરોધ (જાળી અથવા સ્ક્રીન ગાળક) ગાળકમાંથી પસાર થાય છે અને બાદમાં કાર્બનિક પદાર્થો અને ક્લોરિન દૂર કરવા સક્રિયકૃત કાર્બનનો ઉપયોગ કરીને ચારકોલ ગાળકમાંથી પસાર થયા છે અને છેલ્લે ધાતુ આયનો દૂર કરવા વિઆયનીકરણ ગાળકમાંથી પસાર થાય છે. બેરિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને સિલિકા યોગ્ય રીતે દૂર થયા છે કે નહીં તેની ખરાઇ કરવા માટે ગાળણક્રિયાની પહેલા અને બાદમાં કસોટી કરી શકાય છે.

અન્ય જે પદ્ધતિનો ઉપયોગ થાય છે તે છે પ્રતિવર્તી અભિસરણ.

સલામતી અને વિવાદ ફેરફાર કરો

 
પાણીમાં રહેલા પ્રદૂષણને માપવા માટે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્સમાં ડિટેક્ટર રેઇનબોનો ઉપયોગ થાય છે.

એપ્રિલ 2007માં સ્પેન્સર, મેસેચ્યુએટ્સમાં જ્યારે તેના શુદ્ધિકરણ યંત્રોમાં ખામી સર્જાઇ હતી ત્યારે તેનો જળ પુરવઠો વધુ પડતા સોડિયમ હાઇડ્રોક્સાઇડથી દૂષિત બન્યો હતો.[સંદર્ભ આપો]

ઘણી સુધરાઇઓએ જીવાણુ નાશક પદાર્થ તરીકે ક્લોરિનના સ્થાને ક્લોરેમાઇનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. જો કે ક્લોરેમાઇન કેટલીક જળ પ્રણાલીઓમાં કાટ પેદા કરતા પદાર્થ તરીકે જોવા મળ્યો છે. ક્લોરેમાઇન ઘરેલું સ્પાઇગોટ્સમાં લેડ લીચ કરીને જૂની સર્વિસ લાઇનમાં આવેલી "રક્ષણાત્મક" પટ્ટીને ઓગાળી શકે છે. જેને પગલે સીસાનો હાનિકારક સંસર્ગ થાય છે જે રૂધિરમાં સીસારનું ઊંચું પ્રમાણ લાવે છે. સીસું ચેતાને અસર કરતું ઝેર છે.[૧૯]

ખનીજહિન પાણી ફેરફાર કરો

નિસ્યંદન પાણીમાંથી તમામ ખનીજો દૂર કરે છે અને પ્રતિવર્તી અભિસરણ અને નેનોફિલ્ટરેશનની પટલીય પદ્ધતિઓ મોટા ભાગના ખનીજો દૂર કરે છે. જે ખનીજહિન પાણીમાં પરિણમે છે જે પીવાના પાણી માટે યોગ્ય ગણાતું નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ 1980થી ખનીજહિન પાણીની આરોગ્ય અસરોની તપાસ કરી છે.[૨૦] માનવ પર પ્રયોગોમાં જાણવા મળ્યું છે કે, ખનીજહિન પાણી ડાઇયુરેસિસ વધારે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સ દૂર કરે છે અને રૂધિર સિરમમાં પોટેશિયમની સાંદ્રતા ઘટાડે છે. પાણીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, અને અન્ય ખનીજો પોષણ ઉણપ સામે રક્ષણ મેળવવામાં મદદ કરે છે. ખનીજહિન પાણી ઝેરી ધાતુઓ તરફથી પણ જોખમ વધારે છે કારણકે પાઇપના સીસું અને કેડમિયમ જેવા પદાર્થો સાથે ઝડપથી લીચ થાય છે. આને પાણીમાં ઓગળેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજો દ્વારા અટકાવી શકાય છે. જ્યારે પાઇપમાંથી સીસું પાણીમાં ઊંચા દરે લીચ કરે છે ત્યારે નવજાત શીશુઓમાં સીસાના ઝેરના ચોક્કસ કિસ્સાઓમાં નીચા ખનીજવાળું પાણી જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. મેગ્નેશિયમના સ્તર માટે કરાયેલી ભલામણ લઘુત્તમ 10 mg/L અને મહત્તમ 20–30 mg/L છે. કેલ્શિયમ માટે 20 mg/L લઘુત્તમ અને 40–80 mg/L મહત્તમ, અને કુલ જલ કઠીનાઇ (મેગ્નેશિયમ અને કેલ્શિયમ ઉમેરતા) 2 થી 4 mmol/Lની ભલામણ કરાઇ છે. 5 mmol/Lથી ઊંચી જલ કઠીનાઇએ ગોલસ્ટનો, યકૃતમાં પથરી, પેશાબમાં પથરી, આર્થ્રોસિસ અને આર્થ્રોપેથીસ જેવા બનાવો જોવા મળ્યા છે.[૨૧] વધુમાં વિલવણીકરણની પ્રક્રિયા બેક્ટેરિયાના દૂષણનું જોખમ વધારી શકે છે.[૨૧]

ઘરેલું જલ નિસ્યંદકોના ઉત્પાદકો વિરોધી દાવો કરે છે કે, પાણીમાં ખનીજો ઘણી બિમારીઓનું કારણ છે અને મોટા ભાગના લાભકર્તા ખનીજો આહારમાંથી મળે છે નહીં કે પાણીમાંથી.[૨૨][૨૩][૨૪] તેઓ અમેરિકન મેડિકલ એસોસિયેશનના તે નિવેદનને ટાંકે છે કે, "શરીરની ખનીજની જરૂરિયાત મોટા ભાગે પીવાના પાણીથી નહીં પરંતુ આહારથી સંતોષાય છે."[૨૫] ડબલ્યુએચઓ (WHO)નો અહેવાલ સહમત થાય છે કે, "પીવાનું પાણી, કેટલાક અપવાદોને બાદ કરતા, માનવ માટે આવશ્યક ઘટકો માટે મુખ્ય સ્ત્રોત નથી" અને "આપણા કેલ્શિયમ અને મેગ્નેશિયમની આપૂર્તિનો મુખ્ય સ્ત્રોત નથી.", જોકે, તે જણાવે છે કે કોઇ પણ રીતે ખનીજહીન પાણી હાનિકારક છે. "વધુ પુરાવાઓ કેટલાક દેશોમાં કરવામાં આવેલા પ્રાણી પ્રયોગો અને ક્લિનિકલ નિરીક્ષણોમાંથી મળે છે. જે પ્રાણીઓનો પીવાના પાણીમાં ઝીંક અથવા મેગ્નેશિયમની માત્રા આપવામાં આવી હતી તેમના સિરમમાં આ ઘટકોની સાંદ્રતા જે પ્રાણીઓને આ જ ઘટકો આહારમાં ઊંચી માત્રામાં અપાયેલા હતા પરંતુ ઓછા ખનીજવાળું પાણી આપવામાં આવ્યું હતું તેમના સિરમમાં ઘટકોની સાંદ્રતાની તુલનાએ નોંધપાત્ર પ્રમાણમાં ઊંચી હતી.

સંદર્ભો ફેરફાર કરો

  • માસ્ટર્સ, ગિલ્બર્ટ એમ. ઇન્ડ્રોડક્શન ટુ એનવાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ, બીજી આવૃત્તિ અપર સેડલ રિવર, એનજે: પ્રેન્ટિસ હોલ, 1998.
  • યુનાઇટેડ સ્ટેટ્સ ઇપીએ (EPA) ગ્રાઉન્ડ એન્ડ ડ્રિંકિંગ વોટર હોમપેજ ઇપીએ (EPA) ગ્રાઉન્ડ એન્ડ ડ્રિંકિંગ વોટર હોમપેજ મુલાકાત 12/13/05
  1. Combating Waterborne Diseases at the Household Level (PDF). World Health Organization. 2007. Part 1. ISBN 9789241595223.
  2. Water for Life: Making it Happen (PDF). World Health Organization and UNICEF. 2005. ISBN 9241562935.
  3. પિક્ચર્સ એન્ડ સ્મોલ ઓવરવ્યૂ ઓફ લાવાફિલ્ટર્સ(ટચમાં)[હંમેશ માટે મૃત કડી]
  4. ૪.૦ ૪.૧ એફ. હેલ્ફેરિચ, આયન એક્સ્ચેન્જ, મેકગ્રે, ન્યૂ યોર્ક, 1962.
  5. આયન એક્સ્ચેન્જર્સ (કે. ડોર્ફનર, ઇડી.), વોલ્ટર દી ગ્રુયટર, બર્લિન, 1991.
  6. સી. ઇ. હેરાલ્ડ, આયન એક્સ્ચેન્જ: થિયરી એન્ડ પ્રેક્ટિસ, ધ રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી, કેમ્બ્રીજ, 1994.
  7. આયન એક્સ્ચેન્જ (ડી. મુરાવીવ, વી. ગોર્શ્કોવ, એ. વોરશોવસ્કી), એમ. ડેક્કર, ન્યૂ યોર્ક, 2000.
  8. ૮.૦ ૮.૧ એ. એ. ઝેગોરોડ્ની, આયન એક્સ્ચેન્જ મટિરીયલ્સ: પ્રોપર્ટીઝ એન્ડ એપ્લિકેશન્સ, એલ્સવીયર, એમ્સ્ટરડેમ, 2006 સંગ્રહિત ૨૦૦૭-૧૦-૨૪ ના રોજ વેબેક મશિન.
  9. ઓવરવ્યૂ ઓફ બાયોલોજિકલ સિસ્ટમ વિધ પિક્ચર્સ[હંમેશ માટે મૃત કડી]
  10. Conroy RM, Meegan ME, Joyce T, McGuigan K, Barnes J (1999 October). "Solar disinfection of water reduces diarrhoeal disease, an update". Arch Dis Child. 81 (4): 337–8. doi:10.1136/adc.81.4.337. PMC 1718112. PMID 10490440. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  11. Conroy RM, Meegan ME, Joyce TM, McGuigan KG, Barnes J (2001). "Use of solar disinfection protects children under 6 years from cholera". Arch Dis Child. 85 (4): 293–5. doi:10.1136/adc.85.4.293. PMC 1718943. PMID 11567937. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  12. Rose A. at al. (2006 February). "Solar disinfection of water for diarrhoeal prevention in southern India". Arch Dis Child. 91 (2): 139–41. doi:10.1136/adc.2005.077867. PMC 2082686. PMID 16403847. Unknown parameter |pmcid= ignored (|pmc= suggested) (મદદ); Check date values in: |date= (મદદ)
  13. હોબિન્સ એમ. (2003). સોડિસ (SODIS) હેલ્થ ઇમ્પેક્ટ સ્ટડી, પીએચડી થેસીસ, સ્વિસ ટ્રોપિકલ ઇન્સ્ટિટ્યૂટ બેસલ
  14. Sciacca F, Rengifo-Herrera JA, Wéthé J, Pulgarin C (2010-01-08). "Dramatic enhancement of solar disinfection (SODIS) of wild Salmonella sp. in PET bottles by H(2)O(2) addition on natural water of Burkina Faso containing dissolved iron". Chemosphere (epub ahead of print) |format= requires |url= (મદદ). 78 (9): 1186–91. doi:10.1016/j.chemosphere.2009.12.001. PMID 20060566.CS1 maint: multiple names: authors list (link)
  15. Centers for Disease Control and Prevention (2001). "Recommendations for using fluoride to prevent and control dental decay caries in the United States". MMWR Recomm Rep. 50 (RR-14): 1–42. PMID 11521913. Unknown parameter |laysource= ignored (|lay-source= suggested) (મદદ); Unknown parameter |laysummary= ignored (|lay-url= suggested) (મદદ); Unknown parameter |laydate= ignored (|lay-date= suggested) (મદદ)
  16. Division of Oral Health, National Center for Prevention Services, CDC (1993). "Fluoridation census 1992" (PDF). મેળવેલ 2008-12-29. Cite journal requires |journal= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  17. Reeves TG (1986). "Water fluoridation: a manual for engineers and technicians" (PDF). Centers for Disease Control. મૂળ (PDF) માંથી 2008-10-07 પર સંગ્રહિત. મેળવેલ 2008-12-10. સંગ્રહિત ૨૦૦૮-૧૦-૦૭ ના રોજ વેબેક મશિન
  18. યુએસ ઇપીએ (EPA) ઇમરજન્સી ડિસઇન્ફેક્શન રેકમન્ડેશન્સ
  19. " મિરાન્ડા, કિમ, હલ, ઇટી. એ. "ચેન્જિસ ઇન બ્લડ લેડ લેવલ્સ એસોસિયેટેડ વિથ યુઝ ઓફ ક્લોરામાઇન્સ ઇન વોટર ટ્રીટમેન્ટ સિસ્ટમ્સ" 03/13/2007. એનવાયર્નમેન્ટલ હેલ્થ પર્સ્પેક્ટિવ્સ.
  20. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2009-02-05 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  21. ૨૧.૦ ૨૧.૧ કોઝીસેક એફ. (2004). Health risks from drinking demineralised water. ડબ્લ્યુએચઓ
  22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-11-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  23. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-09-30 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24.
  24. http://www.shockeyspurewater.com/Distillation.htm
  25. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-08-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-12-24. સંગ્રહિત ૨૦૧૦-૦૮-૨૨ ના રોજ વેબેક મશિન

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

ઢાંચો:Environmental technology