૨૬ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૬મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૬મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૭૮૮ – આર્થર ફિલિપની આગેવાની હેઠળના બ્રિટીશ જહાજી દળના પ્રથમ કાફલાએ ઓસ્ટ્રેલિયા પર પ્રથમ કાયમી યુરોપિયન વસાહતની સ્થાપના કરવા માટે પોર્ટ જેક્સન (સિડની હાર્બર) તરફ પ્રયાણ કર્યું. આ દિવસને ઓસ્ટ્રેલિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • ૧૯૨૬ – જહોન લોગી બેયર્ડે ટેલિવિઝનનું પ્રથમ નિદર્શન કર્યું.
  • ૧૯૩૦ – રાષ્ટ્રીય મહાસભા દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો.
  • ૧૯૫૦ – ભારતનું બંધારણ અમલમાં આવ્યુ અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો, રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.
  • ૨૦૦૧ – ૨૦૦૧ ગુજરાત ધરતીકંપ: ગુજરાતના કચ્છ વિસ્તારમાં ૭.૭ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો જેમાં કુલ ૨૦,૦૮૫ લોકો મૃત્યુ પામ્યા, ૧,૬૬,૮૦૦ ઘાયલ થયા અને ૩,૩૯,૦૦૦ મકાનો નાશ પામ્યા હતા.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો