જાવા (પ્રોગ્રામિંગ ભાષા)

ઓબ્જેકટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા
(જાવા(પ્રોગ્રામિંગ ભાષા) થી અહીં વાળેલું)

"જાવા" એક કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષા છે. જેની શોધ જેમ્સ ગોઝ્લિંગે ઇ.સ. ૧૯૯૫માં કરી. જાવા સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલ છે.આ ભાષાના મોટા ભાગની વાક્યરચના C અને C++ મુજબ અનુસરવામાં છે. જાવા એપ્લિકેશન્સનું "બાઇટ-કોડ"માં સંકલન થાય છે જે કોઇ પણ JVM પર ચલાવી શકાય છે. જાવા એક મલ્ટી પેરાડિગમ, ક્લાસ આધારિત, સમવર્તી, ઓબ્જેકટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે.જાવા પોર્ટેબલ-એટલે કે કોડ એક વાર લખીને કોઇ પણ પ્લેટફોર્મ પર જેમાં JVM સ્થાપિત હોય ચલાવી શકાય છે.

જાવા
પ્રોગ્રામિંગ પેરાડિગમમલ્ટી પેરાડિગમ: સ્ટ્રક્ચર્ડ ,ઓબ્જેક્ટ ઓરીએન્ટેડ,સર્વસામાન્ય,કાર્યપ્રણાલી
શરૂઆત૧૯૯૫
બનાવનારજેમ્સ ગોઝ્લિંગ અને સન માઇક્રોસિસ્ટમસ
ડેવલપરઓરેકલ કોર્પોરેશન
સ્થિર પ્રકાશનજાવા સ્ટાન્ડર્ડ આવૃત્તિ ૭ અપડેટ ૯ (૧.૭.૦૯)
પ્રકારસ્ટેટિક, નોમિનેટીવ,અસુરક્ષિત ,મજબૂત,સ્પષ્ટ
પ્રોગ્રામીંગ ભાષાઓનું અમલીકરણopenJDK, JVM
વિવિધ બોલીઓમાંજેનેરિક જાવા,પિઝા
દ્વારા પ્રભાવિતAda 83,C++, મૉડ્યૂલા-૩, ઓબેરોન,C#, ઑબ્જેક્ટિવ C
પ્રભાવિતD, C#, પાયથોન, સ્કાલા, PHP,જાવાસ્ક્રિપ્ટ,ECMAસ્ક્રિપ્ટ
કોમ્પ્યુટીંગ પ્લેટફોર્મક્રોસ પ્લેટફોર્મ
સામાન્ય ફાઈલ એક્સટેન્શન.java, .class, .jar
Wikibooks logo Java Programming at Wikibooks


જાવા c પછી દુનિયાની બીજા નંબરની સૌથી વધારે પ્રખ્યાત અને વધુમાં વધુ વપરાતી ભાષા છે.જાવા ત્રણ પ્લેટફોર્મ માં વિભાજીત છે ૧. J2ME (જે મોબાઈલ માં એપલીકેશન બનાવવા માટે વપરાય છે ) ૨. J2SE (જે ડેસ્કટોપ એપ્લીકેશન બનાવવા માટે વપરાય છે) ૩. J2EE (જે વેબસાઈટ બનાવવા માટે વપરાય છે)