બાજરીગુજરાતમાં ઘઉં પછી સૌથી વધુ ખવાતા ધાન્યોમાંનું એક છે.

બાજરો કે બાજરી (અંગ્રેજી:Pearl millet, વૈજ્ઞાનિક નામ: Pennisetum glaucum) એ બાજરાની બહોળાપણે ઉગાડવામાં આવતી જાત છે. જે ભારતીય ઉપખંડમાં પ્રાગૈતિહાસીક સમયથી ઉગે છે. સામાન્યપણે એ સ્વિકારવામાં આવેલું છે કે બાજરાની આ જાત આફ્રીકામાં ઉત્પન થયેલી અને ત્યાંથી ભારતમાં આવી. અગાઉનાં પુરાતત્વીય દસ્તાવેજો અનુસાર ઇ.પૂ. ૨૦૦૦માં બાજરાની આ જાત ભારતમાં આવી હશે. બાજરો સુકા કે ઓછા પાણીવાળા વિસ્તારોમાં, ઓછી ઉપજાઉ જમીનમાં અને ઉચ્ચ તાપમાનમાં ઉત્પાદન માટે અનુકુળ છે. પોતાની પ્રતિકુળ સ્થીતિને અનુકુલન સાધવાની પ્રકૃતિને કારણે, તે જ્યાં અન્ય ધાન્ય પાકો, જેવાકે મકાઈ અને ઘઉં ન ઉગી શકે ત્યાં પણ ઉગે છે.

(આગળ વાંચો...)

અથવા બધા ઉમદા લેખો જોઈ જુઓ.