ધીરૂભાઈ અંબાણી

ભારતીય ઉદ્યોગ સમ્રાટ
(ધીરુભાઈ અંબાણી થી અહીં વાળેલું)

ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરૂભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨, – ૬ જુલાઈ ૨૦૦૨, સંઘર્ષ કરીને આપબળે ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રીલાયંસ ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ૧૯૭૭માં ધીરૂભાઈ અંબાણી તેમની કંપની રિલાયંસ જાહેરમાં લઈ ગયા અને ૨૦૦૭ સુધીમાં તેમના પરિવાર (દીકરાઓ અનિલ અને મુકેશની સંયુક્ત સંપત્તિ ૬૦ અબજ ડોલર હતી,[સંદર્ભ આપો]જેને પગલે અંબાણીઓ વિશ્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યા હતા.[સંદર્ભ આપો]

ધીરૂભાઈ અંબાણી
જન્મ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ Edit this on Wikidata
મૃત્યુ૬ જુલાઇ ૨૦૦૨ Edit this on Wikidata
જીવન સાથીKokilaben Ambani Edit this on Wikidata
બાળકોમુકેશ અંબાણી, અનિલ અંબાણી, Nina Kothari Edit this on Wikidata

શરૂઆતનું જીવન ફેરફાર કરો

ધીરૂભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે [૧] અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક કુટુંબમાં થયો હતો. તેઓ સ્કૂલ ટીચરના બીજા સંતાન હતા. [૨]16 વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા.તેમણે 300 રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કું. (A. Besse & Co.)માં કામ કર્યું.બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કું.(A. Besse & Co.) શેલ(Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરૂભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી.

કોકિલાબેન સાથે તેમના લગ્ન થયા અને બે દીકરા મુકેશ અને અનિલ તથા બે દીકરીઓ નીના કોઠારી અને દીપ્તિ સલગાંવકર થયા.[૩]

રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન (Reliance Commercial Corporation) ફેરફાર કરો

૧૯૬૨માં ધીરૂભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ(Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

ચંપકલાલ દામાણી, તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા, ની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન(Reliance Commercial Corporation)ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં 350 sq ft (33 m2). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. ૧૯૬૫માં, ચંપકલાલ દામાણી અને ધીરૂભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરૂભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. બંનેની પ્રકૃતિ અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે.શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે કે ધીરૂભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. [૪] ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. ૧૯૭૦ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા ૧૦ લાખ હતી.

એશિયા ટાઈમ્સ(Asia Times) અવતરણો[૫]: "તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. એક પૂર્વ સચિવે જણાવ્યું હતું : "તેઓ અત્યંત સહાયકારી હતા. તેઓ 'મોકળા બારણાં'ની નીતિને અનુસરતા. કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઈને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા હતા." કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની ચેરમેનની પોતાની આગવી પદ્ધતિ હતી. અંબાણીએ અધિકારીઓને ખરીદીને પોતાને અનુકૂળ કાયદા બનાવડાવ્યા હોવાનો આરોપ તેમના પ્રતિસ્પર્ધીઓએ મૂક્યો છે.

તેમના પ્રારંભિક દિવસો અને ભારતની તત્કાલિન તુમારશાહીની ગૂંચવાડાભરી અને જડ પદ્ધતિનો પોતાના લાભમાં ઉપયોગ કરવાની અંબાણીની કુનેહનો તેઓ સંદર્ભ આપે છે. તેઓ ખોટ સહન કરીને પણ ઘણી વાર મસાલાની નિકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપ્લેનિશમેન્ટ(ફરીથી ભરવાનું) લાઈસન્સનો ઉપયોગ કરતા.બાદમાં જ્યારે ભારતમાં રેયોનનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેમણે રેયોનની નિકાસ શરૂ કરી અને આ નિકાસ પણ તેઓ ખોટ ભોગવીને જ કરતા અને નાયલોનની આયાત કરતા. સ્પર્ધકો કરતાં અંબાણી હંમેશા એક ડગલુ આગળ રહેતા. આયાતી વસ્તુઓની ભારે માંગ રહેતી હોવાથી તેમનો નફો ભાગ્યે જ ૩૦૦ ટકાથી ઓછો રહેતો."

રીલાયન્સ ટેક્સટાઈલ્સ(Reliance Textiles)

ટેક્સટાઈલના વ્યવસાયમાં ઉજળી તકો હોવાનું લાગતાં ધીરૂભાઈએ પોતાની પ્રથમ ટેક્સટાઈલ મિલ ૧૯૭૭ના વર્ષમાં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી.પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન થતુ હતું. [૬]Indian Legends, Dhirubhai Ambani.[૭]૨૦૦૬).ધીરુભાઈએ "વિમલ"' (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યુ હતું. ભારતના અંતરિયાળ ગામડાઓમાં સઘન માર્કેટિંગના કારણે "વિમલ"(Vimal) નામ ઘરે-ઘરે જાણીતુ નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ "ઓન્લી વિમલ" ("only Vimal") બ્રાન્ડના કાપડ વેચતા. ૧૯૭૫ના વર્ષમાં વિશ્વ બેન્કની (World Bank) ટેકનિકલ ટીમે વિમલના ઉત્પાદન એકમની મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને "વિકસિત દેશના ધોરણો મુજબ પણ શ્રેષ્ઠ" હોવાનું પ્રમાણપત્ર અપાયુ હતું. [૮]([૯]'

પ્રારંભિક જાહેર ભરણું (આઈપીઓ) ફેરફાર કરો

ભારતમાં ઈક્વિટિ કલ્ટ(શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. 1977માં દેશના વિવિધ ભાગોમાંથી 58,000થી વધુ રોકાણકારોએ રીલાયન્સનો(Reliance) આઈપીઓ ભર્યો હતો. ગ્રામીણ ગુજરાતના નાના રોકાણકારોને એવું સમજાવવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries) ખાનગીક્ષેત્રની પ્રથમ એવી કંપની હતી કે જેની વાર્ષિક સાધારણ સભાઓ સ્ટેડિયમોમાં યોજાતી હોય. 1986માં, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ની વાર્ષિક સાધારણ સભા મુંબઈના ક્રોસ મેદાનમાં યોજાઈ હતી અને રીલાયન્સ પરિવારના 35,000 શેરધારકો અને રીલાયન્સ કુટુંબે તેમાં ભાગ લીધો હતો.

પ્રથમ વખત રોકાણ કરી રહેલા રીટેલ રોકાણકારોને રીલાયન્સમાં રોકાણ કરવા માટે સંમત કરવામાં ધીરુભાઈ સફળ રહ્યા હતા.

1980ના દસકાની શરૂઆતમાં અંબાણી પરિવારની અંદાજિત ચોખ્ખી સંપત્તિ એક અબજ રૂપિયા જેટલી હતી.

શેરબજારો પર ધીરુભાઈનું વર્ચસ્વ ફેરફાર કરો

અંશતઃ કન્વર્ટિબલ ડિબેન્ચરની સામે 1999માં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries) રાઈટ્સ ઈશ્યૂ લઈને આવી. [૧૦] શેરની કિંમતમાં સહેજ પણ ઘટાડો ના થાય તે માટે કંપનીએ શક્ય તમામ પ્રયાસ હાથ ધર્યા હોવાની અટકળો ચાલી હતી. આ તકનો લાભ લેવાની ગણતરીએ કલકત્તાના શેરદલાલોની બેર કાર્ટેલે રીલાયન્સના શેરના શોર્ટ સેલની શરૂઆત કરી. જેના જવાબમાં "રીલાયન્સના મિત્રો" તરીકે ઓળખાતા શેરદલાલોએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ(Bombay Stock Exchange) ખાતે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના (Reliance Industries) શોર્ટ સેલના શેર ખરીદવા માંડ્યા.

બેર કાર્ટેલવાળાઓ માનતા હતા કે સોદા પૂરા કરવા માટે બુલ્સ પાસે ઓછી રોકડ હશે અને તેઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જની(Bombay Stock Exchange) બદલા વેપાર પદ્ધતિ હેઠળ સેટલમેન્ટ કરશે. બુલ્સે ખરીદી ચાલુ રાખી અને સેટલમેન્ટના દિવસ સુધી પ્રતિશેર 152 રૂપિયાની સપાટી જાળવી રાખી. સેટલમેન્ટના દિવસે બુલ્સે શેરની ફિઝિકલ ડીલિવરી માગી ત્યારે બેર કાર્ટેલ ભીંસમાં મૂકાઈ. રીલાયન્સના શેર ખરીદનાર શેરદલાલોને સોદો પૂરો કરવા માટે જરૂરી રોકડમાંથી મોટાભાગની રકમ બીજા કોઈએ નહિ પરંતુ ધીરુભાઈ અંબાણીએ આપી હતી. સેટલમેન્ટ નહિ થવાના કિસ્સામાં બુલ્સે "અનબદલા" (દંડની રકમ) તરીકે શેરદીઠ રૂપિયા 35ની માગણી કરી. જેના લીધે માગ વધી અને ગણતરીની મિનિટોમાં જ રીલાયન્સના શેર 180 રૂપિયા ઉપર પહોંચી ગયા. સેટલમેન્ટના કારણે બજારમાં જબરજસ્ત ઉછાળો આપવ્યો અને ધીરુભાઈ અંબાણી શેરબજારના બેતાજ બાદશાહ તરીકે સ્થાપિત થયા. રીલાયન્સ સાથેની રમત કેટલી ભારે પડી શકે છે તે અંગે તેમણે વિરોધીઓને સમજાવી દીધું.

આ સ્થિતિનો ઉકેલ શોધવા માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) ત્રણ કારોબારી દિવસ માટે બંધ રાખવામાં આવ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange) (BSE)ના સત્તાધિશોએ આ મામલે મધ્યસ્થી કરી અને "અનબદલા" દર ઘટાડીને રૂ. ૨ સુધી લઈ આવ્યા અને સાથે એવી શરત રાખી કે બેર કાર્ટેલવાળાઓએ આગામી કેટલાક દિવસોમાં શેરની ડીલિવરી આપવી પડશે. બેર કાર્ટેલે ઊંચી કિંમતોના સ્તરે બજારમાંથી રીલાયન્સના શેર ખરીદ્યા અને એવું પણ જાણવા મળ્યું કે ધીરુભાઈ અંબાણીએ પોતે જ બેર કાર્ટેલને શેર પૂરા પાડ્યા હતા અને બેર કાર્ટેલના આ સાહસમાંથી તેમણે તગડો નફો મેળવ્યો હતો. [૧૧][૧૨]

આ ઘટના પછી વિરોધીઓ અને પ્રેસ દ્વારા ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા. ઘણા લોકોને એ નહોતું સમજાતું કે થોડા વર્ષો પહેલા યાર્નના વેપારી તરીકે ઓળખાતી વ્યક્તિ પાસે કટોકટીના સમયે આટલી મોટી રકમનું ભંડોળ મેળવવામાં સફળ કઈ રીતે રહી. તે સમયના નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ સંસદમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. તેમણે ગૃહને માહિતી આપી હતી કે એક બિન-નિવાસી ભારતીયએ રૂ. 22 કરોડ જેટલું રોકાણ રિલાયન્સમાં 1982-83 દરમિયાન કર્યું હતું. ક્રોકોડાઈલ, લોટા અને ફિઆસ્કો જેવી ઘણી કંપનીઓના માધ્યમથી આ રોકાણ કરવામાં આવ્યું હતું. આ કંપનીઓ મુખ્યત્વે ઈસ્લે ઓફ મેનમાં નોંધાયેલી હતી. રસપ્રદ વાત એ હતી કે આ કંપનીઓના પ્રમોટર અથવા માલિકની અટક એકસરખી શાહ હતી. આ ઘટનામાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India) દ્વારા થયેલી તપાસમાં રીલાયન્સ અથવા તેના પ્રમોટરની કોઈ ગેરરીતિ કે અનૈતિક વ્યવહારો બહાર આવ્યા નહિ. [૧૩] પર

વૈવિધ્યકરણ ફેરફાર કરો

સમય વીતતા ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યકરણ લાવ્યા અને પેટ્રોકેમિકલ્સમાં નિપુણતા હાસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓમાં, મૂડી બજારો, અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો.બીબીસી(BBC)[૧૪]માં કંપનીનું સમગ્રતયા વર્ણન આ મુજબનું હતું- "12 અબજ ડોલરના અંદાજિત ટર્નઓવર સાથે 85,000નું મજબૂત શ્રમબળ ધરાવનાર ઉદ્યોગ સામ્રાજ્ય".

ટીકા ફેરફાર કરો

અનૈતિક રીતે કામ કરવાના અને પોતાની જરૂરિયાત મુજબ સરકારી નીતિઓને મરોડવાના આરોપ તેમના પર લાગતા રહ્યા છે અને ચૂંટણીમાં સરકારની રચના માટે તેઓ કિંગ-મેકર તરીકે ઓળખાતા હતા. [૧૫](Remembering the Prince of Polyester). મોટા ભાગના સમૂહ માધ્યમો ઉદ્યોગ-રાજકારણની સાંઠગાઠ વિશે બોલતા હોવા છતાં, સમગ્ર દેશમાં છવાયેલી સમૂહ માધ્યમોની આંધી વચ્ચે અંબાણી પરિવારે વધારે સલામતી અનુભવી હતી.

નુસ્લી વાડિયા સાથે ઘર્ષણ ફેરફાર કરો

બોમ્બે ડાઈંગ(Bombay Dyeing)ના નુસ્લી વાડિયા એક સમયે ધીરુભાઈ અંબાણી અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના સૌથી મોટા હરિફ હતા. નુસ્લી વાડિયા અને ધીરુભાઈ અંબાણી બંને રાજકીય વર્તુળોમાં પોતાના પ્રભાવ માટે તથા મુક્ત-અર્થતંત્ર પહેલાના સમયમાં અઘરામાં અઘરા લાઈસન્સ મેળવવાની ક્ષમતા માટે જાણીતા હતા.

1977 - 1979 દરમિયાન જનતા પાર્ટીના શાસનમાં નુસ્લી વાડિયાએ 60,000 ટનની વાર્ષિક ક્ષમતા ધરાવતા ડાઈ-મિથાઈલ ટેરિફ્થેલેટ(ડીએમટી) પ્લાન્ટની મંજૂરી મેળવી હતી. ઈરાદાપત્રને લાઈસન્સની મંજૂરી મળે તે પહેલા તેમના માર્ગમાં અનેક અડચણો આવી હતી. આખરે 1981માં નુસ્લી વાડિયાને પ્લાન્ટ માટે લાઈસન્સ આપવામાં આવ્યું.આ ઘટનાએ બે પક્ષો વચ્ચે ઉત્પ્રેરકનું કામ કર્યું અને સ્પર્ધાએ વરવા વળાંકો લીધા.

ઈન્ડિયન એક્સપ્રેસના લેખ ફેરફાર કરો

એક તબક્કે રામનાથ ગોએન્કા ધીરુભાઈ અંબાણીના મિત્ર હતા. રામનાથ ગોએન્કા નુસ્લી વાડિયાની નજીક હોવાનું પણ કહેવાતુ હતું. બંને પક્ષોનો ઝઘડો દૂર કરવા અને સમાધાન માટે રામનાથ ગોએન્કાએ અનેક વખત પ્રયાસો કર્યા હતા.ગોએન્કા અને અંબાણી વચ્ચેની શત્રુતાનું મુખ્ય કારણ કારોબારમાં ભ્રષ્ટાચારની અંબાણીની પદ્ધતિ અને ગેરકાયેદસર પગલા હતા, જેના લીધે ગોએન્કા કંપનીમાં પોતાનો ઉચિત હિસ્સો મેળવી શક્યા નહોતા. બાદમાં રામનાથ ગોએન્કાએ નુસ્લી વાડિયાને ટેકો આપવાનું પસંદ કર્યું. રામનાથ ગોએન્કાએ એક તબક્કે એવું કહ્યું હોવાનું મનાય છે કે "નુસ્લી વાડિયા ઈંગ્લિશમેન છે . તેઓ અંબાણીનો સામનો નહિ કરી શકે. હું એક વાણિયો છું. તેને કઈ રીતે પૂરો કરવો તે હું જાણું છું" ....

દિવસો વીતવાની સાથે તેમના દ્વારા પ્રકાશિત થતા બ્રોડશિટ દૈનિક ધ ઈન્ડિયન એક્સપ્રેસે (The Indian Express) રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ની વિરુદ્ધમાં શ્રેણીબદ્ધ લેખો છાપ્યા અને તેમાં દાવો કરવામાં આવ્યો કે નફો વધારવા માટે ધીરુભાઈ અન્યાયી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. આ કેસની તપાસ માટે રામનાથ ગોએન્કાએ ઈન્ડિયન એક્સપ્રેસ (Indian Express) ખાતેના પોતાના કર્મચારીઓનો ઉપયોગ કરવાના બદલે વિશ્વાસુ મિત્ર અને સલાહકાર, ચાર્ટડ એકાઉન્ટન્ટ એસ. ગુરુમૂર્તિને આ કામગીરી સોંપી. એસ. ગુરુમૂર્તિ ઉપરાંત ઈન્ડિયન એક્સપ્રેસ (Indian Express)ના કર્મચારી નહિ એવા પત્રકાર માણેક દાવરે લેખો આપવાનું શરૂ કર્યું.અંબાણીના વિરોધી એવા ઉદ્યોગપતિ જમનાદાસ મૂરાનજી પણ આ અભિયાનમાં સામેલ હતા.

સમાજના વિવધ વર્ગો દ્વારા અંબાણી અને ગોએન્કા બંનેની પુષ્કળ ટીકાઓ થઈ અને ઢગલો વખાણ પણ થયા.પોતાની અંગત દુશ્મનાવટ માટે રાષ્ટ્રીય દૈનિકનો ઉપયોગ કરતા હોવાથી ગોએન્કાની ટીકા થઈ. ટીકાકારો માનતા હતા કે દેશમાં એવા ઘણા ઉદ્યોગપતિઓ હતા કે જેઓ ખોટી અને અનૈતિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય, પરંતુ ગોએન્કા બીજા કોઈને નિશાન બનાવવાના બદલે માત્ર અંબાણીની જ ટીકા કરતા હતા. પોતાના નિયમિત કર્મચારીઓની કોઈ મદદ વગર આ લેખો ચલાવવાની ક્ષમતા બદલ ટીકાકારો ગોએન્કાની પ્રશંસા પણ કરતા હતા. દરમિયાનમાં ધીરુભાઈ અંબાણીનું નામ વધારે જાણીતું બન્યું અને તેમના પ્રશંસકો પણ વધ્યા હતા. જનતાનો એક વર્ગ વ્યાપારી સૂઝ અને વહીવટી માળખાને પોતાની ઈચ્છા મુજબ વળાંક આપવાની ક્ષમતા માટે ધીરુભાઈ અંબાણીની પ્રશંસા કરવા માંડ્યો.

ધીરુભાઈ અંબાણીને હદય રોગના હુમલા બાદ જ આ સંઘર્ષનો અંત આવ્યો. ધીરુભાઈ અંબાણી સાન ડિએગોમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે તેમના દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ કારોબાર સંભાળ્યો હતો.ઈન્ડિયન એક્સપ્રેસે (The Indian Express) રીલાયન્સ સામે આક્ષેપો કરવાનું બંધ કરી રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ને યોગ્ય દંડ નહિ કરવા માટે સરકાર પ્રત્યક્ષ રીતે જવાબદાર હોવાનો આરોપ મુક્યો હતો.વાડિયા-ગોએન્કા અને અંબાણી વચ્ચેની લડાઈએ નવી દિશા લીધી અને તે રાષ્ટ્રીય સમસ્યા બની.ગુરુમૂર્તિ અને અન્ય પત્રકાર મુલગાંવકરે રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલ સિંઘ સાથે મળીને ટુકડી બનાવી અને તેમના તરફથી વડાપ્રધાનને ધમકી આપતો પત્ર લખ્યો. રાજીવ ગાંધીને પત્ર મોકલતા પહેલા ઝૈલ સિંઘે તેમાં ફેરફાર કર્યા હોવાની માહિતીથી અજાણ ઈન્ડિયન એક્સપ્રેસે (The Indian Express) ચટપટી ખબર તરીકે રાષ્ટ્રપતિના પત્રનો ડ્રાફ્ટ પ્રસારિત કર્યો.આ તબક્કે અંબાણી યુદ્ધ જીતી ગયા.હવે પછીની લડાઈ વડાપ્રધાન રાજીવ ગાંધી અને રામનાથ ગોએન્કા વચ્ચેનો સીધો જંગ હોવાના કારણે અંબાણી ચૂપચાપ આ વિવાદમાંથી ખસી ગયા.ત્યાર બાદ સરકારે દિલ્હીના સુંદર નગર ખાતેના એક્સપ્રેસના અતિથિ ગૃહમાં દરોડો પાડ્યો અને મુલગાંવકરના હસ્તાક્ષરોમાં સુધારા સાથેનો મૂળ ડ્રાફ્ટ શોધ્યો. પ્રતિક્રિયાના ભાગરૂપે 1988-89 સુધીમાં રાજીવની સરકારે ઈન્ડિયન એક્સ્પ્રેસ (Indian Express) સામે સંખ્યાબંધ આરોપો મૂક્યા.આમ છતાં ગોએન્કા મહાપુરુષ તરીકેને પોતાની છબિ જાળવી શક્યા, કારણ કે ઘણા લોકો એવું સમજતા હતા કે ગોએન્કા કટોકટીના સમયના હીરો જેવી ભૂમિકા ભજવતા હતા[સંદર્ભ આપો].

ધીરુભાઈ અને વી.પી. સિંઘ ફેરફાર કરો

રાજીવ ગાંધી બાદ ભારતના વડાપ્રધાનપદે આવેલ વિશ્વનાથ પ્રતાપ સિંઘ સાથે ધીરુભાઈને સૌહાર્દભર્યા સંબંધો નહિ હોવાની વાત વિશાળ ફલક પર જાણીતી હતી. મે 1985માં વી.પી. સિંઘે અચાનક જ ઓપન જનરલ લાઈસન્સ શ્રેણીમાંથી શુદ્ધ કરાયેલ ટેરેફથેલિક એસિડની આયાતને દૂર કરી.પોલિઅસ્ટર ફિલામેન્ટ યાર્નના ઉત્પાદન માટે કાચા માલ તરીકે તે અત્યંત મહત્વનું હતું. જેના લીધે રીલાયન્સ માટે પોતાની કામગીરી ચાલુ રાખવાનું અત્યંત મુશ્કેલ બન્યું. સરકાર દ્વારા જાહેરનામુ બહાર પાડીને પીટીએની આયાતની શ્રેણી બદલવામાં આવી તો વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેથી ક્રેડિટના પત્રો મેળવીને સમગ્ર વર્ષની જરૂરિયાત જેટલું પીટીએ મેળવવા માટે રીલાયન્સ સફળ રહ્યું હતું. 1990માં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (Life Insurance Corporation of India) અને જનરલ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન(General Insurance Corporation) જેવી સરકાર હસ્તકની નાણાસંસ્થાઓએ લાર્સન એન્ડ ટુબ્રો(Larsen & Toubro) પર વહીવટી અંકુશ મેળવવાના રીલાયન્સના પ્રયત્નોને અવરોધ્યા હતા. પરાજયની આશંકાએ અંબાણીઓએ કંપનીના બોર્ડમાંથી રાજીનામુ આપ્યું. ધીરુભાઈ કે જેઓ એપ્રિલ 1989માં એલએન્ડટીના ચેરમેન બન્યા હતા, તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(State Bank of India)ના પૂર્વ ચેરમેન ડી. એન. ઘોષ માટે માર્ગ કરવા હોદ્દા પરથી વિદાય લીધી. એવું પણ માનવામાં આવે છે કે ધીરુભાઈ અંબાણીની કરચોરી પકડવાના કારણે વી. પી. સિંઘને સંરક્ષણ મંત્રી તરીકે ખસેડવામાં આવ્યા હતા.

અવસાન ફેરફાર કરો

મોટા હદય રોગના હુમલાના કારણે 24 જૂન 2002ના રોજ ધીરુભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ તેમનો બીજો હુમલો હતો, પ્રથમ હુમલો ફેબ્રુઆરી 1986માં આવ્યો હતો અને તેમના જમણા હાથે લકવો થયો હતો.એક અઠવાડિયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન અવસ્થામાં રહ્યા. તબીબોની ટૂકડી તેમનું જીવન બચાવવામાં નિષ્ફળ રહી.તેઓ 6 જુલાઈ, 2002,ના રોજ રાત્રે 11:50 ની આસપાસ મૃત્યુ પામ્યા. (ભારતીય પ્રમાણ સમય).

તેમની અંતિમ સંસ્કાર વિધિમાં માત્ર ઉદ્યોગપતિઓ, નેતાઓ અને સુપ્રસિદ્ધ માણસો જ નહિ, પરંતુ હજારોની સંખ્યામાં સામાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. હિન્દુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ અંબાણીએ અંતિમ સંસ્કાર કર્યા હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી સ્મશાનગૃહ ખાતે 7 જુલાઈ, 2002ના રોજ સાંજે 4:30 કલાકે (ભારતીય પ્રમાણ સમય) તેમને અગ્નિદાહ અપાયો હતો.

તેઓ પત્ની કોકિલાબેન અંબાણી, બે દીકરાઓ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી અને બે દીકરીઓ નીના કોઠારી તથા દીપ્તિ સલગાંવકરને વિલાપ કરતા મૂકી ગયા.

ધીરુભાઈ અંબાણીએ બોમ્બેના મૂળજી-જેઠા ટેક્સટાઈલ માર્કેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાત્રા શરૂ કરી હતી. મહાન ઉદ્યોગપતિ તરીકે તેમને માન આપવા માટે મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સે 8 જુલાઈ, 2002ના રોજ બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો. ધીરુભાઈના અવસાન સમયે રીલાયન્સ જૂથનું કુલ ટર્ન ઓવર રૂ. 75,000 કરોડ અથવા 15 અબજ અમેરિકી ડોલર હતું. 1976-77માં રીલાયન્સ જૂથ પાસે રૂ. ૭૦ કરોડનું વાર્ષિક ટર્નઓવર હતું અને અત્રે ઉલ્લેખનીય છે કે ધીરુભાઈએ માત્ર રૂપિયા ૧૫,૦૦૦ (૩૫૦ અમેરિકી ડોલર)થી પોતાનો કારોબાર શરૂ કર્યો હતો.

The country has lost iconic proof of what an ordinary Indian fired by the spirit of enterprise and driven by determination can achieve in his own lifetime. [૧૬].

The nation had lost one of the doyens of the modern Indian corporate community, a philanthropist and above all a great human being endowed with great compassion and concern for the underprivileged sections of the society...

This new star, which rose on the horizon of the Indian industry three decades ago, remained on the top till the end by virtue of his ability to dream big and translate it into reality through the strength of his tenacity and perseverance

His legacy will remain shrouded in the fact that his practices have brought bribery and corruption to indian business for years to come.

I join the people of Maharashtra in paying my tribute to the memory of Ambani and convey my heartfelt condolences to the bereaved family. [૧૭].

— P C Alexander, Governor of Maharastra

ધીરુભાઈ પછી રીલાયન્સ ફેરફાર કરો

નવેમ્બર 2004માં, મુકેશ અંબાણીએ એક મુલાકાતમાં સ્વીકાર્યું હતું કે ’માલિકીના મુદ્દે‘ તેમને ભાઈ અનિલ અંબાણી સાથે મતભેદો હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે આ મતભેદો ’’અંગત ક્ષેત્રમાં છે.‘‘આના કારણે કંપનીની કામગીરી પર કોઈ વિપરિત અસર નહિ પડે તેવું તેઓ માનતા હતા અને તેમણે જણાવ્યું હતું કે રીલાયન્સ એ સૌથી વધારે કુશળતાપૂર્વક સંચાલિત કંપની છે. ભારતીય અર્થતંત્ર માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું મહત્વ જોતાં આ મુદ્દો ભારતના સમૂહમાધ્યમોમાં છવાઈ ગયો હતો. [૧૮]

આઈસીઆઈસીઆઈ બેન્ક(ICICI Bank)ના મેનેજિંગ ડિરેક્ટર કુંદાપુર વામન કામથ, અંબાણી પરિવારના નજીકના મિત્ર હતા અને આ [૧૯] તરીકે સમૂહમાધ્યમોમાં જોવા મળ્યા. આ મુદ્દો ઉકેલવા માટે ભાઈઓએ માતા કોકિલાબેન અંબાણીને તમામ સત્તાઓ આપી હતી. 18 જૂન, 2005ના રોજ કોકિલાબેન અંબાણીએ એક અખબારી યાદી દ્વારા સમાધાનની જાહેરાત કરી.

With the blessings of Srinathji, I have today amicably resolved the issues between my two sons, Mukesh and Anil, keeping in mind the proud legacy of my husband, Dhirubhai Ambani.

I am confident that both Mukesh and Anil, will resolutely uphold the values of their father and work towards protecting and enhancing value for over three million shareholders of the Reliance Group, which has been the foundational principle on which my husband built India's largest private sector enterprise.

Mukesh will have the responsibility for Reliance Industries and IPCL while Anil will have responsibility for Reliance Infocomm, Reliance Energy and Reliance Capital.

My husband's foresight and vision and the values he stood for combined with my blessings will guide them to scale new heights. [૨૦].

— Kokilaben Ambani

રીલાયન્સ સામ્રાજ્યને ભાઈઓ વચ્ચે વહેંચવામાં આવ્યું અને મુકેશ અંબાણીને આરઆઈલ(RIL) અને આઈપીસીએલ (IPCL) મળી, જ્યારે કે નાના ભાઈ અનિલ અંબાણી રીલાયન્સ કેપિટલ(Reliance Capital), રીલાયન્સ એનર્જી(Reliance Energy) અને રીલાયન્સ ઈનફોકોમ(Reliance Infocomm)ના વડા બન્યા. મુકેશ અંબાણીના વડપણ હેઠળનું જૂથ રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(Reliance Industries Limited) તરીકે તથા અનિલ અંબાણીના જૂથને અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ(એડીએજી)(Anil Dhirubhai Ambani Group (ADAG)) તરીકે ઓળખવામાં આવે છે.

ફિલ્મ-ચલચિત્ર ફેરફાર કરો

ધીરુભાઈ અંબાણીના જીવન પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાતી ફિલ્મ 12 જાન્યુઆરી, 2007ના રોજ પ્રદર્શિત થઈ હતી. ભારતના ઉદ્યોગજગતમાં પોતાનું સ્થાન જમાવવા માટે સંઘર્ષ કરતાં વ્યક્તિની અને તેના શક્તિ ગ્રૂપ નામના કાલ્પનિક ઔદ્યોગિક જૂથની કથા વર્ણવતી હિન્દી ફિલ્મ ગુરુ (2007 ફિલ્મ)નું દિગ્દર્શનમણિ રત્નમે કર્યું હતું અને સિનેમાટોગ્રાફી રાજીવ મેનનની હતી તથા સંગીત એ.આર. રહેમાનનું હતું. ફિલ્મના મુખ્ય કલાકારોં અભિષેક બચ્ચન, મિથુન ચક્રવર્તી, ઐશ્વર્યા રાય, માધવન અને વિદ્યા બાલન છે. ફિલ્મમાં ધીરુભાઈ અંબાણી પર આધારિત હોવાનું મનાતું ગુરુ કાંત દેસાઈનું પાત્ર અભિષેક બચ્ચન ભજવે છે મિથુન ચક્રવર્તી માણિકદાની ભૂમિકા ભજવે છે, જે વાસ્તવિક જીવનમાં રામનાથ ગોએન્કા સાથે અત્યંત સામ્યતા ધરાવે છે અને ભારતના સૌથી ખરાબ કોર્પોરેટ યુદ્ધમાં રીલાયન્સ જૂથ પર પ્રહારો કરીને 20 વર્ષ પહેલા રાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર એસ. ગુરુમૂર્થીનું પાત્ર માધવન ભજવે છે. ગુરુ કાંત દેસાઈના પાત્રની મદદથી ફિલ્મમાં ધીરુભાઈ અંબાણીની શક્તિઓનું પણ નિરુપણ કરવામાં આવ્યું છે. અભિષેકને અપાયેલું નામ "ગુરુભાઈ" પણ "ધીરુભાઈ"ના મૂળ નામ સાથે સમાનતા ધરાવે છે.

પુરસ્કાર અને સન્માન ફેરફાર કરો

 
ભારતીય ટપાલ ટિકિટ પર ધીરુભાઇ અંબાણી (૨૦૦૨)
  • નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી', ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.
  • 2000, 1998 અને 1996માં – 'પાવર 50 - એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક(Asiaweek) મેગેઝિન દ્વારા .
  • જૂન 1998 - ડીન્સ મેડલ' , નેતૃત્વનું અનોખું ઉદાહરણ આપવા બદલ ' ધી વ્હોર્ટન સ્કૂલ, યુનિવર્સિટી ઓફ પેન્સ્લિવિનિયા(The Wharton School, University of Pennsylvania). સૌ પ્રથમ વ્હોર્ટન સ્કૂલનું ડીન મેડલ પ્રાપ્ત કરનાર ભારતીયનું ગૌરવ ધીરૂભાઈને મળે છે [૨૧]
  • ઓગસ્ટ 2001 – ધી ઈકોનોમિક ટાઈમ્સ(The Economic Times) એવોર્ડ, કોર્પોરેટ શ્રેષ્ઠતા માટે' લાઈફ ટાઈમ એચિવમેન્ટ માટે. '
  • ' ધીરૂભાઈ અંબાણી મેન ઓફ 20એથ સેન્ચ્યુરી, ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(Federation of Indian Chambers of Commerce and Industry) ' (FICCI) દ્વારા જાહેર થયા.
  • ટાઈમ્સ ઓફ ઈન્ડિયા (Times of India) દ્વારા 2000માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં "ગ્રેટેસ્ટ ક્રીએટર ઓફ વેલ્થ ઈન ધી સેન્ચ્યુરીસ" જાહેર થયા. તેઓ ભારતના સાચા પુત્ર છે.'
  • ભારતીય પોસ્ટ વિભાગે ૨૮ ડિસેમ્બર ૨૦૦૨માં ધીરૂભાઇ અંબાણીની ટપાલ ટિકિટ બહાર પાડી છે.[૨૨]

જાણીતા અવતરણો ફેરફાર કરો

ધીરૂભાઈને શરૂઆતથી ભારે આદરપૂર્વક જોવામાં આવે છે.પેટ્રો-કેમિકલના વ્યવસાય ક્ષેત્રે તેમની સફળતા અને સંઘર્ષ કરીને સામાન્ય માણસમાંથી ધનવાન બનવાની સિદ્ધિએ ભારતના લોકોના મનમાં તેમને અનુસરણીય વ્યક્તિનું સ્થાન અપાવ્યું.વ્યાપારી નેતા હોવાના કારણે તેઓ એક પ્રેરક પણ હતા. તેમણે બહુ ઓછા જાહેર વક્તવ્યો આપ્યા છે, પરંતુ તેમાં રહેલા મૂલ્યોના કારણે તે વક્તવ્યો આજે પણ યાદ કરાય છે." 30 લાખ રોકાણકારોની શક્તિ સાથે આરઆઈએલ (RIL) "વિશ્વની સૌથી મોટી કંપની"નો ખિતાબ મેળવશે""મને "ના" શબ્દ સંભળાતો નથી"."" રીલાયન્સ માટે વિકાસના કોઈ સીમાડા નથી. હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી"

  • "આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."
  • "નફો મેળવવા માટે તમારે કોઈના આમંત્રણની જરૂર નથી."
  • "જો તમે દ્રઢ નિશ્ચયશક્તિ અને યથાર્થ પ્રયત્ન સાથે કામ કરશો તો સફળતા સામેથી મળશે."
  • "મુશ્કેલીઓ નડે તો પણ તમારા ધ્યેયને છોડશો નહિ, અને વિપરિત સંજોગોને તકમાં પરિવર્તિત કરો."
  • "યુવાનોને ઉચિત વાતાવરણ આપો. તેમને પ્રેરણા આપો. તેમને જરૂરી મદદ કરો. દરેક પાસે શક્તિનો અખૂટ ભંડાર છે. તેઓ પરિણામ આપશે."
  • "મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક સામ્યતા છે અને તે છેઃ સંબંધો અને વિશ્વાસ. આ આપણા વિકાસનો પાયો છે"'
  • "અમે લોકો પર વિશ્વાસ મૂકીએ છીએ." '
  • "સમયમર્યાદાનું પાલન કરવું તેના કરતાં સમયમર્યાદા કરતાં પહેલા કામ પાર પાડવાની હું અપેક્ષા રાખુ છું." '
  • "ક્યારેય નિરાશ થશો નહિ, હિંમત મારું હથિયાર છે." ''
  • "આપણે શાસકો બદલી શકતા નથી, પરંતુ તેમની આપણા પર શાસન કરવાની પદ્ધતિ જરૂર બદલી શકીએ છીએ." '
  • "ધીરૂભાઈ એક દિવસ જતા રહેશે. પરંતુ રીલાયન્સના કર્મચારીઓ અને શેરધારકો તેને આગળ વધારશે. રીલાયન્સ હવે એક વિચારધારા છે કે જેમાં અંબાણીઓ હોય કે ના હોય તેનું બહુ મહત્વ નથી."

ગ્રંથસૂચિ ફેરફાર કરો

બિનસત્તાવાર જીવનચરિત્ર ફેરફાર કરો

ઘણાં વર્ષો સુધી ફાર ઈસ્ટર્ન ઈકોનોમિક રીવ્યુના દિલ્હી બ્યુરોના વડા રહેલા હેમિશ મેકડોનાલ્ડે 1998માં અંબાણીનું બિનસત્તાવાર જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું, જેમાં તેમની સિદ્ધિઓ અને ત્રુટિઓ બંનેની નોંધ કરવામાં આવી હતી, પરંતુ આ પુસ્તક ભારતમાં પ્રકાશિત કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહીની અંબાણીઓએ ધમકી આપી હતી.[૨૩]

સંદર્ભ અને નોંધો ફેરફાર કરો

  1. ઈમ્પ્રિન્ટ્સ ઓફ ડેમિ-ગોડ, ધીરૂભાઈ અંબાણી, બિના ઉદેશી દ્વારા
  2. http://www.iloveindia.com/indian-heroes/dhirubhai-ambani.html
  3. https://mdaily.bhaskar.com/news/TOP-mukesh-ambani-sisters-5580136-PHO.html
  4. ધી ટુ ફેસીસ ઓફ ધીરૂભાઈ અંબાણી(The two faces of Dhirubhai Ambani), પ્રાણજોય ગુહા ઠકુરાતા દ્વારા.
  5. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-07-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-18.
  6. ઈન્ડિયન લીજન્ડ્સ, ધીરૂભાઈ અંબાણી
  7. એસેસ્ડ ઓક્ટોબર, ૨૮.
  8. રીલાયન્સ કમ્યુનિકેશન્સ લિ.(Reliance Communications Ltd.) પર ધીરૂભાઈ અંબાણીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર
  9. PDF File)
  10. ધી ટુ ફેસીસ ઓફ ધીરુભાઈ અંબાણી (The two faces of Dhirubhai Ambani) પ્રાણજોય ગુહા ઠકુર્તા દ્વારા
  11. ધી ગ્રેટ ઈન્ડિયન સ્કેમ, સ્ટોરી ઓફ મિસિંગ રૂ.
  12. 4000 કરોડ (The Great Indian Scam, Story of Missing Rs.4000 Crore) એસ.કે. બરુઆ અને જે.એસ. વર્મા દ્વારા(ISBN 81-7094-128-8) પાના 16 & 17
  13. આ યોદ્ધા માટે જીવન એ મોટી લડાઈ હતી, માનસ ચક્રવર્તી, Rediff.com
  14. બીબીસી ન્યૂઝ | વિશ્વ | દક્ષિણ એશિયા | ભારતના ટોચના ઉદ્યોગપતિ મૃત્યુ પામ્યા
  15. પોલિયસ્ટરના રાજકુમારની યાદમાં
  16. BBC News UK [૧]
  17. Politicians, celebrities pay homage to Ambani - Rediff News [૨]
  18. મુકેશ અંબાણીએ અનિલ સાથેના મતભેદો સ્વીકાર્યા -
  19. મુદ્દો ઉકેલવામાં મદદરૂપ મહત્વપૂર્ણ વ્યક્તિ
  20. Ambanis resolve ownership battle - Rediff News [૩]
  21. ધીરૂભાઈ વ્હોર્ટન સ્કૂલ ડીન મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બને છે
  22. ફિલા ઇન્ડિયા ગાઈડબુક, પ્રકાશક ફિલાટેલિઆ, ૨૦૦૮
  23. અંબાણી

બાહ્ય કડીઓ ફેરફાર કરો