ધુમ્મસ

વાતાવરણની એક ઘટના

ધુમ્મસ એટલે શિયાળાની વહેલી સવારે જોવા મળતું ધૂંધળું વાતાવરણ.

ધુમ્મસ
ધુમ્મસ

ધુમ્મસ ક્યારેક એટલું ઘટ્ટ હોય છે કે દસ ફૂટના અંતરની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે. વાદળની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં ભારે વિટંબણાઓ સર્જાય છે. ખુલ્લી હવામાં પાણીનું સતત બાષ્પીભવન થતું હોય છે. પાણીના રેણુઓ વરાળ બનીને હવામાં ભળતાં હોય છે, જેનું પ્રમાણ ઉષ્ણતામાન અને હવામાં રહેલા ભેજ પર આધાર રાખે છે. રાત્રી દરમ્યાન ઉષ્ણતામાન નીચું જવાને કારણે આ પ્રક્રિયા મંદ પડે છે અને હવામાં પાણીના ઝીણાં ફોરાં એકત્રિત થાય છે, જે સવારે વાતાવરણને ધુંધળું બનાવે છે. આને ધુમ્મસ કહેવાય છે. સૂર્યોદય થયા પછી તાપમાન વધે ત્યારે વાતાવરણમાં રહેલું પાણી બાષ્પીભવન થઇ ઉડી જાય છે અને વાતાવરણ ફરી સ્વચ્છ બને છે.