ધોળા-બોટાદ રેલ્વે લાઈન

ધોળા-બોટાદ રેલ્વે લાઇન એ દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે. આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વે અને બાંધકામના આદેશો અનુક્મે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા[૧]. એ સમયે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરીવર્તન થઇ ચુક્યુ હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ધોળા-બોટાદ રેલ્વે લાઇન ધોળાથી શરૂ થઇ બોટાદ પર પુરી થાય છે.

ધોળા-બોટાદ વિભાગ
અન્ય લાઈન્સ
ધોળા જંકશન‎‎
કાળુભાર નદી
ચભાડીયા રોડ - લેવલ ક્રોસીંગ
લેવલ ક્રોસીંગ
નહેર
ધોળા-ગઢડા રોડ - લેવલ ક્રોસીંગ
ઉજળવાવ સ્ટેશન
આલમપર-લાખણકા રોડ - લેવલ ક્રોસીંગ
નહેર
આલમપર રોડ સ્ટેશન
ઘેલો નદી - પહેલો ફાંટો
ઘેલો નદી - બીજો ફાંટો
કેરી નદી
નિંગાળા-કેરીયા રોડ - લેવલ ક્રોસીંગ
નિંગાળા સ્ટેશન
લાઠીદડ સ્ટેશન
બોટાદ-તાજપર રોડ - લેવલ ક્રોસીંગ
૪૯ બોટાદ જંકશન

બોટાદ જંકશનથી એક ફાંટો અમદાવાદના ગાંધીગ્રામ તરફ અને બીજો ફાંટો સુરેન્દ્રનગર તરફ જાય છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. કર્નલ એફ. એસ., સ્ટેનટન (૧૮૮૬). "એપેન્ડીક્ષ ઈ". એડમિનિસ્રટ્રેશન રીપોર્ટ ઓન ધ રેલવેઝ ઇન ઈન્ડીયા ફોર ૧૯૮૫-૮૬. સુપરીટેન્ડન્ટ ઓફ ગવર્મેંન્ટ પ્રિંટીંગ, બ્રિટીશ ભારત. પૃષ્ઠ ૨૮૧.

બાહ્ય કડીઓ ફેરફાર કરો