નવનાથનાથ સંપ્રદાય માં થયેલ જોગીઓ છે. કહેવાય છે કે, કળિયુગનો આરંભ થતાંજ ધીમે ધીમે મૃત્યુલોકનાં માનવીઓમાં અનાચાર, અધર્મ, અત્યાચાર, કુસંપ, છળકપટ વગેરે વધવા લાગ્યા હતાં. તેથી વધેલા પાપને દુર કરવા, લોકોનાં દુ:ખ દારિદ્રય હરવા ભગવાન શંકરે નવ નારાયણ અર્થાત નવ યોગેશ્વરોને બોલાવ્યા. તેની સાથે બ્રહ્મા અને વિષ્ણુની સલાહ પણ લેવાયેલ. અને તેઓનાં સુચન મુજબ નક્કી થયુ કે, નવ નારાયણે પૃથ્વી ઉપર અવતાર લઈ લોકોને ઉપદેશ આપવો. આ વાત નવ નારાયણએ માન્ય રાખી.પૃથ્વી ઉપર અવતાર લેનાર નવનાથનાં ગુરૂ તરીકે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણેય એકત્રરૂપે પૃથ્વી ઉપર દત્તાત્રેય તરીકે અવતાર લીધો. અને તેઓ નાથ સંપ્રદાયનાં ગુરૂ તરીકે પુજાયા.

નાથ સંપ્રદાયનાં નવનાથ


આમ નવ નારાયણ કોઈ સ્ત્રીને પેટે જન્મ્યા ન હતાં પરંતુ અયોનિજન્મ હતા. તેઓ અલગ અલગ એમ માછલીને પેટે, ગોબરમાંથી, નાગણનાં પેટે, અગ્નિકુંડમાંથી, ભિક્ષાપાત્રમાંથી, ગજકર્ણમાંથી, દર્ભમાંથી, કાદવમાંથી, જળમાંથી પ્રગટ થયા હતાં. આ નવે નારાયણ ઘણાં શસ્ત્રો અને સર્વ વિધાઓ શીખીને નાથ દિક્ષા લઈ જગતમાં સિધ્ધ નાથજોગી તરીકે પ્રસિધ્ધ થયાં. પૌરાણીક કથાઓ મુજબ જુનાગઢની પાસે આવેલો ગિરનાર પર્વતને નવનાથ અને ચોરાસી સિધ્ધોનું નિવાસ સ્થાન ગણવામાં આવે છે. તેમજ મહાશિવરાત્રીનાં દિવસે ભરાતા ભવનાથનાં મેળામાં તેમજ મૃગીકુંડમાં સ્નાન કરવા નવનાથ આવે છે.

નવનાથ અને અવતાર ફેરફાર કરો

બાહ્ય કડિઓ ફેરફાર કરો