પર્યુષણ કે પજુસણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનું એક છે, અન્ય મહત્ત્વનો તહેવાર છે દિવાળી. સામાન્ય રીતે શ્વેતાંબર પંથના લોકો આને પર્યુષણ તરીકે સંબોધે છે જ્યારે દિગંબર ફિરકાના લોકો આને દસ લક્ષણા તરીકે સંબોધે છે. શાબ્દિક રીતે પર્યુષણનો અર્થ થાય છે, "જોડાવું" અથવા "સાથે આવવું". આ એવો સમય છે જે દરમ્યાન સામાન્ય જન સમુદાય ટૂંક સમય માટે સાધુ જેટલી તીવ્રતાથી આધ્યાત્મનો અભ્યાસ અને તપ આદિ કરવાના પ્રત્યાખ્યાન (પ્રતિજ્ઞા) કરે છે. [૧][૨] પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ કાળ દરમ્યાન મોડામાં મોડી ભાદરવા સુદ પાંચમ સુધી પર્યુષણની શરુઆત થઈ જવી જોઈએ. પ્રાચીન લિપીઓમાં એવું વર્ણન આવ્યું છે કે ભગવાન મહાવીર પર્યુષણની શરૂઆત ભાદરવા સુદ પાંચમના કરતાં હતાં. ભગવાન મહાવીરના ૧૫૦ વર્ષ પછી જૈન સંવત્સરીને ભાદરવા સુદ ચોથના દિવસે ખસેડવામાં આવી અને ૨૨૦૦ વર્ષોથી જૈનો ચતુર્થીના દિવસે સંવત્સરી ઉજવે છે.

આ રીતે પર્યુષણની તિથી બંને મુખ્ય ફિરકાઓ માટે ભાદરવા સુદ ચોથ છે. ગણતરી અને અન્ય મતભેદને પરિણામે પેટા ફિરકાઓમાં પર્યુષણ ઉજવણીમાં એકાદ બે દિવસનો ફરક પડી શકે છે. હાલમાં સંવત્સરી ઉજવણી વિષે સહેમતી લાવવા પ્રયત્નો ચાલુ છે.

ચાતુર્માસ દરમ્યાન સાધુ સાધ્વીજીઓ એક શહેર કે ગામ આદિમાં સ્થાયી થયેલ હોવાથી, શ્રાવક શ્રાવિકાઓ માટે આ સમય ધર્મ ધ્યાન ની વાતો વ્યાખ્યાનો આદિ સંભળી, તપ અને અન્ય વ્રત તથા આરાધનાઓ કરી તેમની શ્રદ્ધા અને આધ્યાત્મીકતાને દ્રઢ કરવાનો મનાય છે.

દિગંબર ફિરકામાં આ પર્વ પર્યુષણથી એટલે કે ભાદરવા સુદ પાંચમથી શરૂ કરી ૧૦ દિવસ મનાવાય છે. આ દિવસો દરમ્યાન દસલક્ષણા વ્રત અંગીકાર કરાય છે. પર્વના ૧૦ દિવસો દરમ્યાન ઉમાસ્વાતીના તત્વાર્થ સૂત્રનું વાંચન-પઠન કરવામાં આવે છે. દસમા દિવસે સુગંધા-દશમીનું વ્રત કરવામાં આવે છે. ચોથના દિવસે દિગંબર્ લોકો અનંત ચતુર્દશી ઉજવે છે તે દિવસે ઘના શહેરોમં મુખ્ય મંદિર તરફ સરઘસ કાઢવામાં આવે છે.

શ્વેતાંબર ફિરકાઅમાં આ તહેવાર ૮ દિવસનો ઉજવાય છે. આઠ દિવસના આ પર્વ દરમ્યાન કલ્પ સૂત્રનું વાંચન કરવામાં આવે છે. જે અંતર્ગત પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ નું વાંચન થાય છે. .[૨] આ પર્વની સમાપ્તિ ભાદરવા સુદ ચોથના થાય છે. છેલ્લા દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરાય છે આ ઉપરથી છેલ્લા દિવસને સંવત્સરી પણ કહે છે.

મૂળ પ્રાકૃત (અર્ધમાગધી) માં પર્યુષણ માટે જે શબ્દ છે તે છે "પજ્જો-સવન". જૈન ધર્મમાં પ્રાકૃતના રૂપોને મૂળ રૂપ માનવામાં આવે છે.

પર્યુષણ દરમ્યાન કરાતી આરાધનાઓ ફેરફાર કરો

ઉપવાસ ફેરફાર કરો

આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ સદ્ગુણી જીવન માટે તેમને તૈયાર કરે છે. ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે અને તે પણ માત્ર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચેજ પી શકાય છે. [૩]

પ્રતિક્રમણ (સામાયિક): પુનર્નવીનીકરણ ધ્યાન ફેરફાર કરો

પર્યુષણના દર આઠ દિવસની શરૂઆત પરોઢના પ્રતિકમણથી કરવાની હોય છે. ત્યાર બાદ વિશ્વશાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરવામાં આવે છે.[૩] પ્રતિક્રમણનો અર્થ થાય છે "પાછા ફરવું". આ સામાયિક તરીક ઓળખાતી એક ધ્યાન વિધીનો પ્રકાર છે જે દરમ્યાન વ્યક્તિએ તેના જીવનના આધ્યાત્મીક પાસા પર વિચાર કરવાનો રહે છે. શ્વેતાંબર અને દિગંબર બન્ને ફિરકાના લોકો સામાયિક નિયમિત રીતે કરતા હોય છે. આની આવૃત્તિ દિવસમાં બે વખત (સવાર અને સાંજ), દર પખવાડીએ એક વખત, દર ચાર મહીને, અથવા દર વર્ષે એક વખત. દર વર્ષે એક વાર્ષિક પ્રતિક્રમણ કરવું એ શ્રાવક માટે ફરજીયાત માનવામાં આવે છે.

વાર્ષિક પ્રતિક્રમણને સંવત્સરી પ્રતિકમણ કહેવાય છે.આ દિવસ પર્યૂષણ સાથે આવતો હોવાથી સંવત્સરી અને પર્યુષણએ એકબીકજાના સમાનાર્થી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે.

પ્રતિકમણમાં છ આવશ્યક હોય છે:

  • સામાયિક: અહં ભાવને ત્યાગીને સમતા ભાવમાં રહેવું.
  • ચૌવિસંથો: ૨૪ તીર્થકરો (તથા અન્ય પણ)ની સ્તુતિ.
  • વંદણા કે વંદના : દેવ ગુરુ આદિને વંદન.
  • પ્રતિકમણ કે ભૂતકાળમાં કરેલ વ્રતભંગ કે અનૈતિક વ્યવહારની ક્ષમાયાચના.
  • કાર્યોત્સર્ગ: નિયંત્રણ દ્વારા શરીરથેએ છૂટા પડવું.
  • પ્રત્યાખ્યાન: નિયમ કેવ્રત લેવું.

પ્રતિક્ર્મણની તલસ્પર્ષી વિધી પુસ્તકોમાં મળી આવે છે. જીણવટથેએ પ્રતિક્રમણ કરતાં ત્રણ કલાક જેટલો સમય લાગી શકે છે. જોકે આવશ્યક ક્રિયાઓને અલ્પ સમયનમાં પૂરી કરી શકાય છે.

દિગંબર પ્રણાલીમાં ઘણી વખત પ્રતિકમણને જ સામાયિક કહેવામાં આવે છે.

પરંપરાએ પર્તિકમણની વિધીઓ અમુક ખાસ મુદ્રામાં બેસીને કરવાની હોય છે.

ક્ષમા યાચના ફેરફાર કરો

આ પર્વની સમાપ્તિએ બધા શ્રાવકો એક બીજા પાસે ગિતેલ વર્ષ દરમ્યાન પોતાની દ્વારા કરેલા દુષ્કૃત્યો કે મન દુઃખ બદ્દલ ક્ષમા માંગે છે.[૩] શ્વેતાંબરો માટે આ દિવસ પર્યુષણનો દિવસ હોય છે. અને દિગંબરો માટે આ દિવસ આસો વદ એકમનો દિવસ હોય છે. "મિચ્છામિ દુક્કડં" બોલીને એકબીજાની ક્ષમા માંગવામાં આવે છે. ત્નો અર્થ એવો થાય છે કે "જો જાણતા - અજાણતા મારા કોઈ કૃત્ય કે શબ્દ દ્વારા દ્વારા કે અન્ય કોઈ પણ રીતે આપનુ મન દુભાયું હોય તો હું આપની ક્ષમા માંગુ છું.".[૪]

દસ-લક્ષણ વ્રત ફેરફાર કરો

આવ્રતમાં ધર્મના દસ ભાગોનું પાલન કરવામાં આવે છે: આર્ય ક્ષમા (forbearance), માર્દવ (નમ્રતા), અર્જવ (uprightness), સત્ય , શૌચ (શુદ્ધતા), સંયમ , તાપસ (તપ), ત્યાગ , અકિંચ્ય (અપરિગ્રહ) અને બ્રહ્મચાર્ય ,આ દસ લક્ષણ ઉમાસ્વાતીજી દ્વારા વર્ણવાયેલ હતાં.

સંપૂર્ણ રૂપમાં આ દસ દિવસના વ્રત દસ વર્ષો સુધી ચાલે છે. આ વ્રતોને ભાદરવા સુદ પ થી ૧૪ સિવાય મહા કે ચૈત્ર મૈનામાં પણ કરી શકાય છે. સામાન્ય રીતે તેને ભાદરવામાં જ કરવામાં આવે છે કેમકે તે પર્યુષણ સાથે આવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  • યુવાચાર્ય મહાપ્રજ્ઞ,સંવત્સરીનો મુસદો હલ કરવાની જરૂર, તીર્થંકર વાણી, V.1, N. 1. (હિંદી)
  • કપૂરચંદ જૈન, શું દસ લક્ષણા પર્વ પ્રાચીન કેલખન અનુસાર છે?, અનેકાંત એપ્રિલ, ૧૯૯૦, p. 15.(હિંદી)
  • પદ્માચંદ્ર શાસ્ત્રી, પર્યુષણ અને દસલક્ષણ ધર્મ, અનેકાંત એપ્રિલ, ૧૯૯૦, p. 17. (હિંદી)
  • સી.આર. જૈન, અનુ. , રત્નાકરંદ શ્રાવકાચાર આચાર્ય સામંતભદ્ર, ૧૯૧૭.
  • આચાર્ય તુલસી, શ્રાવક પ્રતિકમણની વિધી, ૧૯૮૭.(હિંદી)
  • જૈના, પ્રતિક્રમણ , ૧૯૯૨.
  • કૈલાશચંદ્ર સિદ્ધાંત-શાસ્ત્રી, જૈન ધર્મ, ૧૯૮૫ (હિંદી)
  • નિર્વાણ સાગર, પ્રતિક્રમણ -સૂત્ર, ૧૯૮૬.
  • વ્રત તિથી નિર્ણય, જાત-સિંહ-નંદી

Notes ફેરફાર કરો

  1. રોય, ક્રિસ્ટીઅન (૨૦૦૫). ટ્રેડિશનલ ફેસ્ટીવલ્સ : અ મલ્ટીકલ્ચરલ એનસાયક્લોપીડિયા, ખંડ ૧. એબીસી-ક્લીઓ. પૃષ્ઠ 356. ISBN 1576070891.
  2. ૨.૦ ૨.૧ ધનપાલ જૈન (2008-09-04). "પર્યુષણ પર્વ, ફેસ્ટીવલ ઓફ ફોરગીવનેસ". ધ ટાઈમ્સ ઑફ ઈંડિયા. મેળવેલ 2009-11-11.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "જૈન્સ પ્રે ફોર પીસ , ભ્રધરહુડ". ધ હિંદુ. 2007-09-13. મૂળ માંથી 2012-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-11.
  4. પ્રીતી શ્રીવાસ્તવ (2008-08-31). "રીક્વેસ્ટ્આ ફોર ફરગીવનેસ". ઈંડિયન એક્સપ્રેસ. મૂળ માંથી 2012-10-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-11-11.