પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ)

પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ૯ પ્રશાસનિક વિભાગો પૈકીનો એક વિભાગ છે. પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ)નું મુખ્ય મથક પૂર્ણિયા ખાતે આવેલું છે. પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળ અરરિયા જિલ્લો, કટિહાર જિલ્લો, કિશનગંજ જિલ્લો અને પૂર્ણિયા જિલ્લો એમ ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.