ફેલુદા (બંગાળી: ফেলুদা) અથવા પ્રદોષ ચન્દ્ર મિત્ર ખ્યાતનામ ફિલ્મ દિર્ગદર્શક અને લેખક સત્યજીત રે દ્વારા રચવામાં આવેલું કાલ્પનિક પાત્ર છે. નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં આવતું આ ફેલુદાનું પાત્ર એક જાસુસ છે અને રજની સેન માર્ગ, બાલીગંજ, કલકત્તામાં રહે છે. ફેલુદા સૌપ્રથમ વખત બંગાળી બાળ સામાયિક સન્દેશમાં ૧૯૬૫માં પ્રગટ થયા હતા. ફેલુદા હમેશા તેમના પિતરાઇ ભાઈ તપેશ ઉર્ફે તોપ્શે સાથે જ જોવા મળે છે. પાછળથી લખાયેલી કહાનીઓમાં ફેલુદા લોકપ્રિય થ્રિલર લેખક જટાયુ (લાલમોહન ગાંગુલી)ની સાથે જોવા મળે છે.

ફેલુદા વિષે ફેરફાર કરો

પ્રથમ ૧૯૬૫માં કહેવાતા ટૂંકી વાર્તા ફેલુદાર ગોયેન્ડાગીરી (ફેલુદાની તપાસ)માં દેખાયા હતા. ફેલુદાનું ૬'૨" ઊંચી અને આશરે ૨૭ વર્ષની આસપાસની ઉંમરની વ્યક્તિ તરીકે ચિત્રણ કરવામાં આવ્યું છે. તેમનો શારિરીક બાંધો મજ્બુત અને તેમને માર્શલ આર્ટ્સમાં નિપુણ દેખાડેલા, છતાં ફેલુદા મુખ્ય રીતે તેમની શાનદાર વિશ્લેષણાત્મક ક્ષમતા અને કૌશલ્ય અવલોકન પર વધુ આધાર રાખતા હતા. ફેલુદા ૦.૩૨ કોલ્ટ રિવોલ્વર ધરાવે છે, પરંતુ તેનો ઉપયોગ ભાગ્યે જ અથવા બિન-હિંસક હેતુઓ માટે જ કરતા.