ફ્રાંસીયમ

પરમાણુ ક્રમાંક 87 ધરાવતું રાસાયણિક તત્વ

ફ્રાંસીયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Fr અને અણુ ક્રમાંક ૮૭ છે. આને પહેલાં ઈકા-સીસ્સીયમ અને એક્ટીનીયમ K તરીકે ઓઅળખાતી હતી. સર્વ જાણીતા તત્વોમાં આ તત્વ સૌથી ઓછી ઈલેક્ટ્રોનેગેટેવીટી ધરાવે છે અને તે બીજું સૌથી દુર્લભ પ્રાકૃતિક તત્વ છે (એસ્ટેટાઈન સૌથી દુર્લભ છે). આ એક અત્યંત કિરણોત્સારી ધાતુ છે જેનું ખંડન રેડિયમ, અસ્ટેટાઈન અને રેડૉનમાં થાય છે. આલ્કલી ધાતુ હોવાથી આનો બંધનાંક ૧ છે.

૧૯૩૯માં માર્ગારાઈટ પેરી એ આ ત્વની શોધ ફ્રાંસમાં કરી જેથી આનું નામ ફ્રાંસીયમ પડ્યું. પ્રાકૃતિમાંથી શોધાયેલું આ અંતિમ તત્વ છે. અન્ય તત્વો કૃત્રિમ છે. કૃત્રિમ રીતે બનાવવામાં અવેલ અમુક તત્વો પ્રકૃતિમાં પણ મોજૂદ હોવાનું પાછળથી જણાઈ આવ્યું હતું. દા.ત. ટેક્નેશિયમ. પ્રયોગશાળાની બહાર આ તત્વ અત્યંત દુર્લભ છે. યુરેનિયમ અને થોરીયમની ખનિજમાં આ ધાતુના અલ્પ પ્રમાણમાં મળે છે જેમાં ફ્રાંસિયમ - ૨૨૩ સતત ખંડન પામતું રહે છે. પૃથ્વી પર કોઈપણ ક્ષણે ૨૦-૩૦ ગ્રામ ૧ ઔંસ હમેંશા અસ્તિત્વમાં રહે છે. બાકી રહેલ સમસ્થાનિક કૃત્રિમ હોય છે. પ્રયોગશાળામાં સૌથી વધુ પ્રમાણમાં ઉત્પાદન થયું હોય તે ૩.૦૦ લાખ અણુઓનું જથ્થો હતો.