બનાસ નદી

ગુજરાત, ભારતમાં આવેલી નદી

બનાસ નદી ભારત દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્‍થાન રાજ્યમાં આવેલી અરવલ્લી પર્વતમાળાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે અને ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશ કરે છે અને અંતે કચ્‍છના નાના રણમાં મળી જાય છે. આ નદી દરીયાને બદલે રણમાં સમાઇ જતી હોવાના કારણે કુંવારી નદી તરીકે ઓળખાય છે. બનાસ નદીની કુલ લંબાઇ ૨૬૬ કિ.મી. છે જેમાંથી ૫૦ કિમી રાજસ્થાનમાં અને બાકીની લંબાઇ ગુજરાતમાં છે.[૧] તેનો સ્ત્રાવ વિસ્તાર ૮,૬૭૪ ચોરસ કિ.મી. જેટલો છે.[૨] બનાસ નદીના પટમાં મુખ્યત્વે બટાકાની ખેતી કરવામાં આવે છે.

બનાસ નદી
બનાસ નદી
સ્થાન
દેશભારત
રાજ્યગુજરાત, રાજસ્થાન
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનઅરવલ્લી
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનું નાનું રણ
લંબાઇ૨૬૬ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનું નાનું રણ
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેખારી નદી, સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી
 • જમણેસીપુ નદી
બંધદાંતીવાડા બંધ

ઉપનદીઓ ફેરફાર કરો

સીપુ નદી બનાસ નદીના જમણા કાંઠાની મુખ્ય ઉપનદી છે તથા ખારી નદી, ડાબા કાંઠાની મુખ્ય ઉપનદી છે. બનાસ નદીના ડાબા કાંઠા પર અન્ય પાંચ ઉપનદીઓ સુકલી નદી, બાલારામ નદી, સુકેત નદી, સેવરણ નદી અને બાત્રિયા નદી મળે છે.

બંધ ફેરફાર કરો

બનાસ નદી પર ૧૦૫ કિ.મી.ના અંતરે દાંતીવાડા બંધ બાંધવામાં આવેલો છે, જેનો સ્‍ત્રાવ વિસ્તાર ૨,૮૬૨ ચોરસ કિ.મી. જેટલો છે. આ ઉપરાંત સીપુ નદી પર ૬૦ કી.મી.ના અંતરે સીપુ બંધ બાંધવામાં આવેલો છે. જેનો સ્ત્રાવ વિસ્તાર ૧,૨૨૨ ચોરસ કિ.મી. જેટલો છે.

બનાસ નદીના કાંઠા પર આવેલાં મુખ્ય ગામો ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Banyal, Harinder Singh; Kumar, Sanjeev; Raina, R.H. (2019). "Exploration of Fish Diversity in the West Banas River, Banaskantha, Gujarat". Records of the Zoological Survey of India. 119 (3): 282–288. doi:10.26515/rzsi/v119/i3/2019/132333. મેળવેલ 11 February 2020.
  2. "બનાસ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2018-02-25 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ જૂન ૨૦૧૭.