બાહુબલી, જૈન તિર્થંકર ઋષભ દેવના દ્વિતિય પુત્ર હતા. જે ગોમટેશ્વર કે બાહુબલિ અજાનબાહુ તરીકે પણ ઓળખાય છે. તેમની ઇસ.૯૭૮ - ૯૯૩ નાં સમયની વિશાળ પ્રતિમા શ્રવણબેલગોડા,કર્ણાટકમાં જોવા મળે છે.મુંબઇમાં સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં પણ તેમની પ્રતિમા સ્થપાયેલી છે. તેમના મોટાભાઈનું નામ ભરત હતું. તેઓ ગોમટેશ્વર નામે પણ ઓળખાય છે. તેમનામાં અનન્ય બાહુબલ હતું.

કથા ફેરફાર કરો

જ્યારે ઋષભ દેવે રાજપાટનો ત્યાગ કરી વૈરાગ્ય સ્વીકારવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે સાથે રાજપાટ તેમના જ્યેષ્ઠ પુત્ર ભરતને સોંપ્યો. તે સમયે બાહુબલીએ વાંધો ઉઠાવ્યો કે સત્તા જ્યેષ્ઠને નહિ પણ શ્રેષ્ઠને મળવી જોઈએ. બે ભાઈઓ વચ્ચે શ્રેષ્ઠતા સાબિત કરવા વિવિધ મુકાબલા થયા. છેવટે દ્વંદ્વ યુદ્ધ થયું. તેમાં પણ બાહુબલી શ્રેષ્ઠ સાબિત થયાં, ભરત અંતિમ પ્રહાર માટે તેમણે મુઠ્ઠી ઉગામી, તે ક્ષણે રાજપાટ જેવી વસ્તુ માટે પોતે પોતાના ભાઈને જ મારી રહ્યા હોવા પર પસ્તાવો થયો. તે ઉગામેલી મુઠ્ઠીથી તેમણે પોતાનો કેશલોચન કર્યો અને વૈરાગ્ય અંગીકાર કર્યો.


 
બાહુબલીનીં પ્રતિમા, શ્રવણબેલગોડા,કર્ણાટક, ઇસ.૯૭૮ - ૯૯૩ નાં સમયની

બાહ્ય કડીઓ ફેરફાર કરો