બ્રિટીશ એશિયન (ઉ: ઍયઞિયન) નો શબ્દ પ્રયોગ બ્રિટનમાં વસતાં દક્ષિણ એશિયાઈ મુળનાં લોકો કે પછી દક્ષિણ એશિયાથી સ્થળાંતર કરી ને બ્રિટનમાં વસતાં લોકો માટે કરવામાં આવે છે.

શબ્દ પ્રયોગ ફેરફાર કરો

બ્રિટીશ ઈંગ્લીશ બોલીમાં “એશિયન” શબ્દનો પ્રયોગ દક્ષિણ એશિયાઈ મુળનાં લોકો, જેમકે ભારતીય, પાકીસ્તાની, બાંગલાદેશી ત્થા પ્રમાણમાં ઓછી વસતી ધરાવતા શ્રીલંકાઈ, માલદીવીયન તેમજ નેપાલીઓ માટે વાપરવામાં આવે છે. ચીન, જાપાન, કોરિયા તેમજ દક્ષીણ પુર્વ એશિયાનાં દેશોથી આવેલા લોકોને “ઓરિયન્ટલ” તરીકે ઓળખવામાં આવે છે જ્યારે અફધાનિસ્તાન, ઈરાન, ઈરાક, તુરકી ત્થા યમનનાં બ્રિટેનમાં વસેલા મુળ વતનીઓ તેમજ બીજા એશિયાઈ દેશોથી આવેલા લોકો પોતાને “અન્ય એશિયન” તરીકે ઓળખાવે છે.


નોંધ: અમેરીકન ઈંગ્લીશ બોલીમાં “એશિયન” શબ્દ પુર્વ અથવા દક્ષિણ પુર્વ એશિયાઈ લોકો માટે વાપરવામાં આવે છે જ્યારે દક્ષિણ એશિયાઈ મુળનાં લોકોને તેમના મુળ વતનનાં નામેથી ઓળખવામાં આવે છે, જેમકે પાકિસ્તાની, ઈંડિયન અમેરીકન વગેરેથી ઓળખવામાં આવે છે.