ભાનુપ્રસાદ ભોળાનાથ ત્રિવેદી (જન્મ: ૧૬ જાન્યુઆરી ૧૯૩૧) એ એક ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને કવિ છે.[૧]

ભાનુપ્રસાદ ત્રિવેદી
ઑક્ટોબર ૨૦૧૮માં ભાનુપ્રસાદ તેમના ઘરે
ઑક્ટોબર ૨૦૧૮માં ભાનુપ્રસાદ તેમના ઘરે
જન્મ૧૬ જાન્યુઆરી ૧૯૩૧
વાવોલ, ગાંધીનગર જિલ્લો, ગુજરાત
વ્યવસાયનવલકથાકાર, નાટ્યલેખક, કવિ
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણએમ. એ.
નોંધપાત્ર સર્જનો
  • અલાસગમન (૧૯૭૫)
  • એક હતું અમદાવાદ (૧૯૮૧)
નોંધપાત્ર પુરસ્કારોવિવેચન પુરસ્કાર (૧૯૮૪, ૧૯૮૯)
સહી

જીવન ફેરફાર કરો

ભાનુપ્રસાદ ત્રિવેદીનો જન્મ ૧૬ જાન્યુઆરી ૧૯૩૧ ના દિવસે વાવોલ (હાલ ગાંધીનગર જિલ્લો, ગુજરાત) ગામે થયો હતો. તેમણે ૧૯૪૯ માં મેટ્રિક પરીક્ષા પાસ કરી, ત્યાર બાદ ૧૯૫૫ માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. અને ૧૯૬૭ માં એજ વિષયમાં એમ.એ. ની પદવી મેળવી. અભ્યાસ પૂર્ણ કર્યા પછી મહેસાણા જિલ્લામાં લીંચ અને ખેરવાની શાળાઓમાં તેમણે નવ વર્ષ શિક્ષક તરીકે સેવા આપી. ત્યાર બાદ ૧૯૬૨-૬૩ માં સાબરકાંઠાના ચિત્રોડાની શાળામાં અને ૧૯૬૩ થી ૧૯૬૯ દરમિયાન અને પછી પ્રતાપનગરની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. તેમણે ૧૯૭૦માં નિવૃત્તિ મેળવ્યા સુધી અમદાવાદની સી.યુ. શાહ આર્ટસ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી.[૧]

રચનાઓ ફેરફાર કરો

તેમની પહેલી નવલકથા એક હતું અમદાવાદ (૧૯૮૧), અમદાવાદમાં નિયોજિત છે અને એક શાળા લાઇબ્રેરિયન તરીકે નોકરી કરનાર, પ્રોફેસર બનવા માંગતા એક વ્યક્તિના જીવન પર આધારીત છે. શાલવાન (૧૯૮૪) નાયિકા દ્વારા ખોવાયેલી વસ્તુની શોધ પર આધારીત છે. શેષપત્ર (૧૯૮૯) એ તેમની ચૌદ પ્રકરણોમાં વહેંચાયેલી, ભ્રષ્ટાચાર અંગેની એક વ્યંગ્યાત્મક નવલકથા છે જે સત્તર પાત્રોને આવરી લે છે. વિક્ષિપ્તા (૧૯૯૩) એ તેમની ચોથી નવલકથા છે.[૧] મોમેન્ટ (૧૯૭૪) એ છ, એક-પાત્રી નાટકોનો સંગ્રહ છે. અલાસગમન (૧૯૭૫) એ ૫૩ કવિતાઓનો સંગ્રહ છે જ્યારે સંગત (૧૯૭૫) એ ગીતોનો સંગ્રહ છે. ચંદન, સાધુ, અભ્યંતર તેમની અન્ય કૃતિઓ છે.

તેમને ૧૯૮૪ અને ૧૯૮૯માં વિવેચકોનો પુરસ્કાર મળ્યો હતો. તેમના એક પાત્રીય નાટક સંગ્રહ મોમેન્ટને ગુજરાત સરકારનો પુરસ્કાર મળ્યો હતો.[૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ બ્રહ્મભટ્ટ, પ્રસાદ (૨૦૧૦). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. અમદાવાદ: પાર્શ્વ પબ્લિકેશન. પૃષ્ઠ ૨૦૯-૨૧૧. ISBN 978-93-5108-247-7.