મોઢવાડા (તા. પોરબંદર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

મોઢવાડાભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા પોરબંદર જિલ્લામાં આવેલા પોરબંદર તાલુકામાં આવેલું એક ગામ છે. મોઢવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલા, રજકો, મગફળી, જીરું તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.

મોઢવાડા
—  ગામ  —
મોઢવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°48′54″N 69°31′25″E / 21.814971°N 69.523516°E / 21.814971; 69.523516
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
તાલુકો પોરબંદર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, બાજરી,કપાસ,દિવેલા,

રજકો, શાકભાજી

આ ગામમાં શંકર ભગવાન, હર્ષદ માતાજી, લીરબાઈ અને ચારણયુઆઈનાં મંદિરો છે. ગામમાં તળાવ તેમજ ઘેડમાં વરસાદની મદદ દ્વારા પાણી ભરાઇ જાય છે અને આ પાણીની મદદથી ખેડૂતો પોતાની ખેતી કરે છે.

જાણીતી વ્યક્તિઓ ફેરફાર કરો

મેર કુળમાં જન્મેલા સંત લીરબાઈ[૧] અને સૌરાષ્ટ્રના ઈતિહાસના જાણીતા બહાવટિયા નાથા મોઢવાડિયા[૨]નો જન્મ આ ગામમાં થયો હતો

સંદર્ભો ફેરફાર કરો

  1. "મહેર સંત કવિયત્રી લીરબાઈ માતાજી". Share in India (અંગ્રેજીમાં). 2017-09-15. મેળવેલ ૨૦૧૮-૧૨-૦૫.
  2. "નાથા ભાભા મોઢવાડિયા | Kathiyawadi Khamir" (અંગ્રેજીમાં). મેળવેલ ૨૦૧૮-૧૨-૦૫.