રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ. દુનિયાના અન્ય પ્રખ્યાત રણ વિસ્તારોમાં પણ આવા ઉત્સવોનું આયોજન પ્રવાસનપ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી કરવામાં આવે છે. કચ્છ ઉપરાંત આફ્રિકા ખંડમાં આવેલા સહરાના રણ અને ભારત દેશમાં રાજસ્થાનના રણ ખાતે આ પ્રકારના ઉત્સવો યોજવામાં આવે છે.

ગુજરાતના કચ્છ જિલ્લામાં દર વર્ષે રણોત્સવનું આયોજન થાય છે, જે આ વર્ષે[કયા?] પણ ફેબ્રુઆરી માસમાં ધોરડા ખાતે યોજાઈ ગયો. સામાન્ય રીતે રણોત્સવ ખારા પાણીના સરોવર પાસે યોજવામાં આવે છે.

આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.