રાજીવ દિક્ષીત

ભારતીય સામાજિક કાર્યકર

રાજીવ દિક્ષીત એક ભારતીય સામાજીક કાર્યકર હતા. એમણે ભારતીય સમાજના હિતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ચળવળ, આઝાદી બચાવો આંદોલન અને અન્ય કેટલીક સામાજીક ચળવળ શરૂ કરેલી. એમણે ભારત સ્વાભિમાન આંદોલનનાં સચિવ તરીકે સેવાઓ આપેલી. તેઓ ભારતમાં જ ઉત્પાદિત હોય એેવા ઉત્પાદનના ઉપયોગના ખાસ આગ્રહી હતા. સાચા ભારતીય ઇતિહાસ વિષે જાગરૂકતા લાવવા પણ એેમણે ખુબ પ્રયત્ન કરેલા.

રાજીવ દિક્ષીત
રાજીવ દિક્ષીત (જમણે) ધર્મપાલ અગ્રવાલ (રાજીવ દિક્ષિત ના ગુરુ) ની સાથે.
જન્મની વિગત(1967-11-30)30 November 1967
મૃત્યુ30 November 2010(2010-11-30) (ઉંમર 43)
રાષ્ટ્રીયતાભારત

શરૂઆતનું જીવન ફેરફાર કરો

રાજીવ દિક્ષીત ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાના નાહ નામના ગામમાં જન્યા હતા. ૧૨ ધોરણ સુધીનુ શિક્ષણ એમણે એ જ ગામની શાળામાં લીધુ હતું.

મૃત્યુ ફેરફાર કરો

રાજીવ દિક્ષીતનું મૃત્યુ છત્તીસગઢના ભિલાઈ મુકામે ૩૦ નવેમ્બર ૨૦૧૦નાં રોજ એ જ્યારે એમની ભારત સ્વાભિમાન યાત્રાના ભાગ હેઢળનું પ્રવચન આપવા જઇ રહ્યા હતા એ દરમ્યાન થયું હતું. ૨૦૧૨માં સ્વામી રામદેવે એવો દાવો કર્યો હતો કે, એમને દિક્ષીતની હત્યાના કેસમાં ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યા છે.[૧]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Ramdev alleges conspiracy to link him to death of an associate". Economic Times. PTI. 9 September 2012. મેળવેલ 2014-10-11.