રાયડો અથવા રાઈ (અંગ્રેજી: Mustard; વૈજ્ઞાનિક નામ: Brassica juncea) તેલીબીયાં આપતી એક બારમાસી વનસ્પતિ છે, જે પોતાના નાના કદથી માંડીને લગભગ ૧૨૦ સે.મી.ની ઊંચાઈ સુધી વધી જાય છે, પરંતુ એનું બંધારણ કમજોર હોય છે. રાયડાનાં પાનનો રંગ લીલો અને ફૂલ પીળા હોય છે.

રાયડો
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): સપુષ્પી
(unranked): દ્વિદળી
(unranked): રોઝિડ્સ
Order: બ્રાસિકેલ્સ
Family: બ્રાસિકેસી
Genus: બ્રાસિકા (Brassica)
Species: જન્ક્શિયા (B. juncea)
દ્વિનામી નામ
બ્રાસિકા જન્ક્શિયા (Brassica juncea)
લિનિયસ (Carl Linnaeus) L. Vassiliĭ Matveievitch Czernajew (1796 – 1871)
રાયડાનું ખેતર, ગુજરાત

ભારતમાં ગુજરાત ઉપરાંત આસામ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, પંજાબ અને હરિયાણા રાયડો પકવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં રાયડાની ખેતી કરવામાં આવે છે.

અગત્યની વિગતો ફેરફાર કરો

  • પાકવાનો સમય - ૧૧૫ થી ૧૩૦ દિવસ
  • છોડની ઉચાઈ - ૧૮૫ સે.મી.થી ૨૧૦ સે. મી.
  • ૫૦% ફૂલ આવવાના દિવસો - ૪૨ થી ૫૦ દિવસ

ઉપયોગ ફેરફાર કરો

  • રાયડાનો સૌથી વધુ ઉપયોગ તેલીબિયા તરીકે થાય છે. આ ઉપરાંત તેના બીજ, રાઈ, મસાલામાં વપરાય છે અને ગુજરાતી રસોઈમાં મોટેભાગે વઘારમાં રાઈ વપરાય છે.