લાંભા (તા. દસ્ક્રોઇ)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

લાંભા (તા. દસ્ક્રોઇ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા અમદાવાદ જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા દસ્ક્રોઇ તાલુકામાં આવેલું એક ગામ છે. લાંભા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

લાંભા
—  ગામ  —
લાંભાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°56′09″N 72°34′36″E / 22.935828°N 72.576792°E / 22.935828; 72.576792
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમદાવાદ
તાલુકો દસ્ક્રોઇ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય પાક ઘઉં, બાજરી, કપાસ, દિવેલી , શાકભાજી
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી

લાંભા ગામ જિલ્લાના મુખ્ય મથક અમદાવાદથી ૨૧ કિ.મી. જેટલા અંતરે આવેલું છે. અમદાવાદથી એ.એમ.ટી.એસ. બસમાં બેસી અહીં આવી શકાય છે. લાંભા ખાતે બળીયાદેવનું વિશાળ મંદિર આવેલું છે. એ.એમ.ટી.એસ.બસની સારી સુવિધા ઉપલબ્ધ હોવાને કારણે અમદાવાદથી પણ શ્રધ્ધાળુઓ આવતા હોય છે. દર અઠવાડિયાના રવિવારે અને મંગળવારના દિવસે યાત્રીકોની ભીડ વધારે જોવા મળે છે.

લાભાં ગામ માં ગીતા હાઇ સ્કુલ છે. જ્યાં મધ્યમિક કક્ષા સુધીનું શીક્ષણ મેળવી શકાય છે.

દસ્ક્રોઇ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન