વરદાન મઠ અથવા વરદાન ગોમ્પા ૧૭મી સદી સ્થપાયેલ બૌદ્ધ મઠ છે, જે ભારતના ઉત્તર ભાગમાં આવેલ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખના ઝંસ્કાર ખીણ વિસ્તારમાં પદુમ થી દક્ષિણ દિશામાં આશરે ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. આ મઠ દ્રુક્પા (Dugpa-Kargyud)  અભ્યાસને અનુસરે છે અને ઝંસ્કાર ખીણના સૌપ્રથમ સ્થપાયેલા મઠો પૈકીનો એક હતો.[૧] આ મઠના આધિપત્ય હેઠળ ઘણા નાના નાના સ્થળોએ ધાર્મિક કાર્યો ચાલતાં હતાં.

વરદાન મઠ ખાતે એક દિવાલ પર જીવન-ચક્ર રજૂ કરતું થાંગકા (thangka)

આ મઠ ખાતે એક મોટો સભાખંડ (Dukhang) અથવા વિધાનસભા ખંડ આવેલ છે, જેમાં ભવ્ય બૌદ્ધ મૂર્તિઓ  અને કેટલાક નાના સ્તૂપો છે જે માટી, કાંસું, લાકડું અને તાંબુ વાપરી બનાવવામાં આવેલ.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Bardan Monastery". Buddhist-temples.com. મૂળ માંથી 3 November 2009 પર સંગ્રહિત. મેળવેલ સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૯.

Coordinates: 33°23′54″N 76°55′09″E / 33.3983°N 76.9193°E / 33.3983; 76.9193