વિકિપીડિયા:વિકિપરિયોજના

વિકિપરિયોજના એ વિકિપીડિયાને સમૃદ્ધ બનાવવા ઇચ્છતા સંપાદકો દ્વારા સાથે મળી અને બનાવાતું જૂથ છે. આ જૂથ કોઈ એક કાર્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને કાર્ય કરે છે. (જેમ કે, કોઈ ખાસ વિષયના પાનાઓ સંપાદિત કરવા કે બનાવવા વગેરે.)

વિકિપરિયોજનાના પાનાઓ સીધા જ જ્ઞાનકોશ લેખો મુકવા માટે નહિ પણ જ્ઞાનકોશ લેખોનાં એકીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ તેમને સંપાદિત કરવા માટે ઉપયોગી થશે. પસંદ કરેલા ચોક્કસ વિષય પર જૂથના સંપાદકોને કાર્ય કરવા માટેનું માર્ગદર્શન, જરૂરી વિગતો, ઢાંચાઓ, શ્રેણીઓ વગેરે અહીંથી મળશે. જે તે પરિયોજનાના પાના સાથે જોડાયેલું ચર્ચાનું પાનું સહકાર્ય કરતા સંપાદકશ્રીઓને જે તે વિષયની ચર્ચા માટે, પરિયોજનાની પ્રગતિની માહિતી માટે, સંચાલકશ્રી અને અન્ય સભ્યશ્રીઓ સાથે પ્રશ્નો અને સલાહસૂચનની આપ-લે માટે વપરાય છે.

વિકિપરિયોજના એ નિયમો ઘડનાર સંગઠન નથી. વિકિપરિયોજના પર સ્વૈચ્છીક કાર્ય કરતા સંપાદકશ્રીઓ પણ અન્ય સંપાદકશ્રીઓ જેટલા અને જેવા જ હક્કો ધરાવે છે.

હાલમાં ચાલતી પરિયોજનાઓ ફેરફાર કરો

  1. વિકિપરિયોજના અક્ષાંશ રેખાંશ સુધારણા - સંચાલન: વિહંગ
  2. વિકિપીડિયા:સંદર્ભ વિનિમય પરિયોજના - સંચાલન: સભ્ય:Gazal world

પૂર્ણ પરિયોજનાઓ ફેરફાર કરો

  1. વિકિપીડિયા:વિકિપરિયોજના ગ્રામ્ય માહિતીચોકઠાં - સંચાલન: હર્ષ કોઠારી

નવી પરિયોજના ચાલુ કરવા અને સંભાળવાના પ્રસ્તાવ ફેરફાર કરો

વિકિપીડિયા:વિકિપરિયોજના ગુજરાતી વિશ્વકોશ ફેરફાર કરો

  • ગુજરાતી વિશ્વકોશના ખંડ હવે ઓનલાઇન ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. ગુજરાતી વિકિપીડિયામાં ત્રીસેક હજાર લેખ છે જે પૈકી ગ્રામ્ય વિસ્તારોના અંદાજે 18000 લેખ બાદ કરીએ તો 12000 લેખ અન્ય વિષયનાં છે. આ વિષયોમાંથી ઘણા વિષયોના સંલગ્ન લેખ વિશ્વકોશમાં ઉપલબ્ધ હશે. બાહ્ય કડી વિભાગમાં વિશ્વકોશની લિંક ઉપલબ્ધ કરાવવાથી વાચક વિકિપીડિયામાં લેખ વાંચીને તેના સંલગ્ન લેખ વિશ્વકોશમાં વાંચી શકે. આ લિંક વિકિડેટામાં ઉમેરેલ identifier વડે ઉપલબ્ધ બને છે. વિકિડેટા વડે કેટલા લેખમાં લિંક ઉમેરાઈ એની યાદી સમયે સમયે જોઈ શકીશું અને કેટલું કામ બાકી છે તે પણ જાણી શકીશું. આ ઉપરાંત કયા વિષયનાં લેખ વિશ્વકોશમાં છે અને વિકિપીડિયામાં નથી એ પણ જોઈ શકીશું જેથી નવા લેખ બનાવવા વિષય અને સંદર્ભ એક સાથે મળે. આમ બે એન્સાયકલોપીડિયાનું જોડાણ બંનેને ફાયદાકારક છે.
આથી હું વિકિપીડિયા:વિકિપરિયોજના ગુજરાતી વિશ્વકોશ શરૂ કરવા પ્રસ્તાવ મૂકું છું. વિકિપીડિયાના તમામ લેખોની યાદી વિશેષ:બધાંપાનાં પર ઉપલબ્ધ છે. આ પરિયોજના અંતર્ગત કક્કાવારી/બારાક્ષરી મુજબ આ યાદી ચકાસતા જઈ જે તે લેખના સંલગ્ન લેખ વિશ્વકોશમાં શોધી તેની લિંક વિકિડેટામાં ઉમેરતા જવું અને સામે વિકિપીડિયામાં બાહ્ય કડીમાં ઢાંચો ઉમેરવો. દરેક સભ્ય તેમને પસંદ હોય તે બારાક્ષરીમાં અક્ષર પસંદ કરે અને તેની યાદીનું કામ પૂરું કરે. તેમ કરતા કરતા સંપૂર્ણ કાર્ય પૂરું થાય. જો વિશ્વકોશ પાસેથી વિષયની યાદી મળશે તો આ કાર્ય વધુ સરળ બનશે જે માટે પ્રયત્ન કરીશું. હું સંચાલન કરવા જવાબદારી લઉં છું.
આપનો મત રજૂ કરશો. આભાર. -Nizil Shah (ચર્ચા) ૧૧:૦૨, ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
  સમર્થન! આ કામ વિકિપીડિયા અને વિશ્વકોશ બંને માટે ફાયદાકારક બની રહેશે. હાલમાં લિંક થયેલા લેખોની યાદી https://w.wiki/4g5D પરથી મળી રહેશે. --કાર્તિક ચર્ચા ૧૧:૫૫, ૧૩ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
  સમર્થન આપની યોજના/પરિયોજનાથી હું ખાસ વાકેફ નથી પણ એક બે ઉમેરેલા ઢાંચા જોયા એ પરથી સમજાય છે કે IMDB ઢાંચાની જેમ અહીં વિશ્વકોશની ઓનલાઈન કડી ખુલે છે. વિકિડેટામાં લિંક ઉમેરવા વિશે થોડું માર્ગદર્શન મળશે તો હું ચોક્કસ એમાં મારાથી બનતો સહયોગ કરી શકીશ. આ સાથે આપના પ્રસ્તાવને સમર્થન આપું છું. --Vijay Barot (ચર્ચા) ૨૨:૦૪, ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]
પ્રાયોગિક રીતે રણજિતરામ મહેતામાં વિશ્વકોશ ઢાંચો ઉમેર્યો છે. ક્વેરી રન કરી પસંદગી પ્રમાણેના લેખમાં વિશ્વકોશ ઢાંચો ઉમેરવો એ સમજાઈ ગયું. આ સિવાય વિકિડેટામાં કોઈ નોંધ ઉમેરવાની છે કે કેમ તે બાબતે ધ્યાન દોરશો. --Vijay Barot (ચર્ચા) ૨૨:૧૫, ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)[ઉત્તર]