વિકિપીડિયા ચર્ચા:વિકિપરિયોજના અમદાવાદ

છેલ્લી ટીપ્પણી: સાબરમતી મેરેથોન વિષય પર Sam.ldite વડે ૧૧ વર્ષ પહેલાં
મુખ્ય પૃષ્ઠ   પરિયોજનાની ચર્ચા   યોગદાનકર્તા   ઢાંચાઓ   કાર્યરીતિ   ધ્યાનમાં રાખવા જેવી બાબતો   પરિયોજના વિકાસ

પ્રથમ ચર્ચા ફેરફાર કરો

આઈ.આઈ.એમ, અમદાવાદનો લેખ બનાવાનો છે,તે માટે ઉચિત નામ શુ રાખવું?? "ભારતીય પ્રબંધન શિક્ષણસંસ્થાન" કે "ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ"
આપનો અભિપ્રાય જણાવો.-- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૧:૨૪, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

મારા મતે તો ભારતીય પ્રબંધન સંસ્થાન (શિક્ષણસંસ્થાન નહિ) નામે મૂળ લેખ બનાવવો કેમકે તે એનું હિંદી ભાષામાં (અને તે કારણે ગુજરાતીમાં પણ) નામ છે. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નામે પાનું બનાવી તેને ભારતીય પ્રબંધન સંસ્થાન પર રિડાયરેક્ટ આપવું વધુ ઉચિત રહેશે. જો કે એથી પણ વિશેષ મને તો એમ સુઝે છે કે સંસ્થાનું પ્રચલિત નામ આઇ.આઇ.એમ. છે તો મૂળ પાનું એ જ નામે બનાવી અન્ય બધા પાનાં એના પર રિડાયરેક્ટ આપવા વધારે યોગ્ય છે. મારો આગ્રહ હંમેશા એવો રહ્યો છે કે પ્રચલિત નામોથી લેખ રાખવા, ભલે તે આપણી ભાષાનું નામ હોય કે અન્ય ભાષાનું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૮, ૨૯ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
મારો મત ધવલભાઈ સાથે સહમત છે. ત્રણ મથાળાં બનાવવા. ભારતીય પ્રબંધ સંસ્થાન અમદાવાદ, (સંસ્થાની વેબ પર "પ્રબંધ" લખાયેલું છે, "પ્રબંધન" નહિ એ ધ્યાને લેવા વિ.) ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ અને આઇ.આઇ.એમ. અમદાવાદ, અંતનું ટુંકુંનામ પ્રચલિત હોય અન્ય બે નામના લેખ તે પર રિડાયરેક્ટ કરવા એ વધુ યોગ્ય જણાય છે. અહીં એક નાનો ફેરફાર ધ્યાને લેશો. જ્યારે માત્ર ’અમદાવાદ’ની સંસ્થા વિષયક લેખ બનશે ત્યારે ’એકવચન’ આવશે. પરંતુ સઘળી ૧૩ સંસ્થાઓને સામેલ કરતો સંસ્થાન વિશેનો લેખ બનશે ત્યારે બહુવચન આવશે. જેમ કે, ભારતીય પ્રબંધ સંસ્થાનો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઓફ મેનેજમેન્ટ. (સં: Indian Institute of Management Ahmedabad અને Indian Institutes of Management) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૦:૩૯, ૩૦ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
ધવલ ભાઈ અને અશોકભાઈ સાથે સહમત. --sushant (talk) ૧૩:૦૩, ૩૦ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
આપ સૌના સૂચનો મુજબ કામ થઇ ગયું છે. આ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૧૮:૨૨, ૩૦ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

અમદાવાદ પરિયોજનાના ઢાંચા અંગે ફેરફાર કરો

એવું ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદ પરિયોજના અંતર્ગત બનેલા લેખો માં અને એ પહેલા બનેલા લેખો માં પણ આ ઢાંચો ચર્ચા ના પાના પર હોતો નથી. તેનું કારણ ઢાંચો ખુદ હોઈ શકે છે કેમકે એ હજુ બરાબર બન્યો હોય એવું લાગતું નથી . સત્વરે તેમાં સુધારા કરી નવો ઢાંચો તૈયાર કરવામાં આવે તો સરસ. શક્ય હોય તો ઢાંચા ના બદલે કોઈ નવું નામ ટેમ્પ્લેટ માટે આપો તો પણ સારું. જોકે હું તે બાબતે નહિ પરનું ટેમ્પ્લેટમાં સુધારા બાબતે અહી આવ્યો છું. આભાર --Nizil Shah (talk) ૦૨:૩૧, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

WikiProject અમદાવાદ  
 આ પાનું WikiProject અમદાવાદ હેઠળ આવે છે , અમદાવાદ અંગેના લેખોનો વિકિપીડિયામાં વ્યાપ વધારવા માટેનો સહયોગાત્મક પ્રયાસ. જો તમે આ પરિયોજનામાં જોડવા માંગતા હોવ તો, પરિયોજનાના પાનાની મુલાકાત લો, ત્યાં તમે ચર્ચામાં જોડાઈ શકો છો અને ત્યાં ચાલી રહેલા કાર્યોની યાદી જોઈ શકો છો.
 
જી હા, આપે બિલકુલ સાચું કહ્યું નિઝીલભાઈ. આપણી વિકીમાં હજુ FA, GA જેવા લેખના માપદંડો વિશે થોડું કામ કરવાનું બાકી છે તથા આ પરિયોજના એ ગુજરાતી વિકિપીડિયા પર તેના પ્રકારની પ્રથમ પરિયોજના હોવાથી પરિયોજનાના લેખોના Assessment કરવા માટેના જરૂરી ઢાંચાનું નિર્માણ થયું નથી. આ માટેનું કામ અમો ધીમી ગતિ એ કરી રહ્યા છીએ.એ બદલ ક્ષમા. એકવાર આ બંને મુદ્દાનું નિરાકરણ આવી જાય એટલે આ ઢાંચાને બોટ દ્વારા કે હાથેથી પરિયોજનામાં સમાવિષ્ટ બધા લેખના ચર્ચાના પાનામાં મુકવાના છે. અને ,હા Templateના અન્ય ઉચિત નામનું સુચન આપ આપણી વિકીના ચોતરા પર કરી શકો છો. -- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૩:૩૯, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
ઢાંચો એ ગુજરાતીમાં સર્વસ્વિકૃત શબ્દ છે, જે કોઈપણ ટેમ્પ્લેટ માટે વપરાતો શબ્દ છે. પરંતુ હા, સૂચનો આવકાર્ય છે.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૫, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
ધવલભાઇ અને નિઝિલભાઇ પરિક્ષાને લીધે ઉમદા લેખ અને સરસ લેખ માટેનું infrastructure અધુરું રહી ગયું છે અને આ પ્રોજેક્ટ માટે પણ ઢાંચાનું કામ થોડું બાકી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આ બંને કામ થઈ જશે અને આપડું વિકિ જોરદાર થઈ જશે અને અમદાવાદ પરિયોજના અંગ્રેજી વિકિ પરની પરિયોજનાની જેમ જ થશે. એના એસેસમેન્ટ માટેની સ્ક્રિપ્ટ હું બનાવી રહ્યો છું. તેથી જાન્યુઆરીમાં આપડા વિકિમાં બહુ જ સરસ ફેરફારો થઈ જશે. આપડામાં પણ અંગ્રેજીની જેમ જ ઉમદા લેખ અને સરસ લેખ આવી જશે અને દર ૧૫ દિવસે મુખપૃષ્ઠ પર નવા નવા ઉમદા લેખો આવતા રહેશે. હું અને સમકિતભાઇ એ જ પ્રયત્નો કરીએ છીએ પરંતુ પરીક્ષાને લીધે કામ પાછું ઠેલાયું છે. સુચનો આવકાર્ય છે. અને ઢાંચો બરાબર છે આપડા વિકિ માટે. -- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૦:૦૪, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
સરસ. અમદાવાદ પરિયોજના માટે એકવાર કરેલું કામ બીજી ઘણી જગ્યાએ મદદરૂપ થશે. આભાર. ઢાંચો નામ અંગે વધુ ચર્ચા વિકિપીડિયા:ચોતરો (અન્ય) પર કરીશું. આભાર. --Nizil Shah (talk) ૧૬:૨૬, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
નિઝિલભાઇ એટલે જ છેક ગ્રાઉન્ડલેવલથી જ ઢાંચા બનાવીએ છીએ એટલે વાર લાગી છે અને આમાં ઉમદા લેખ અને સરસ લેખનું કામ પણ થઈ જશે. આભાર :).-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૬:૫૭, ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

સાબરમતી મેરેથોન ફેરફાર કરો

સાબરમતી મેરેથોન પરનો લેખ લખ્યો છે પરંતુ એમાં રહેલા ટેમ્પ્લેટ (ઢાંચો) નાં કારણે કેટલીક વિગતો દેખાતી નથી. જાણકાર મિત્રો મદદ કરી એને સુધારે. --Nizil Shah (talk) ૦૧:૨૪, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

  કામ થઈ ગયું-- સમકિત (ચર્ચા/યોગદાન) ૦૨:૨૯, ૨ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
Return to the project page "વિકિપરિયોજના અમદાવાદ".