વૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)

વૈષ્ણોદેવી માતાનું મંદિર હિંદુ ધર્મનાં મંદિરો પૈકીનું સમગ્ર ઉત્તર ભારતમાં સૌથી વધુ શ્રધ્ધાળુઓ દર્શન કરવા જતા હોય એવું આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં જમ્મુ જિલ્લાથી દૂર ત્રિકૂટ પર્વત પર આવેલું છે. વૈષ્ણોદેવી માતાને માતા રાની અને વૈષ્ણવી નામથી પણ સંબોધન કરવામાં આવે છે. માતાજીને દુર્ગા રુપે પણ માનવામાં આવે છે.

વૈષ્ણોદેવી મંદિર
વૈષ્ણોદેવી ભવન
ધર્મ
જોડાણહિંદુ
દેવી-દેવતાવૈષ્ણોદેવી (શક્તિ)
સ્થાન
સ્થાનકટરા
રાજ્યજમ્મુ અને કાશ્મીર
દેશભારત
વૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર) is located in India
વૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)
Indiaમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ33°01′48″N 74°56′54″E / 33.0299°N 74.9482°E / 33.0299; 74.9482
સ્થાપત્ય
નિર્માણકારપાકૃતિક
મંદિરો
વેબસાઈટ
https://www.maavaishnodevi.org/

વૈષ્ણોદેવી જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી ૪૮ કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે અને ઉત્તર ભારતનું આ એક ખૂબ જ લોકપ્રિય તીર્થસ્થળ છે. આ સ્થળ દરિયાઇ સપાટીથી ૫,૨૦૦ ફૂટની ઊંચાઇ પર આવેલું છે અને કટરા શહેરથી એનું અંતર લગભગ ૧૩.૫ કિમી જેટલું છે.[૧] દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ભારત દેશ ખાતે તિરુપતિ વ્યંકટેશ્વર મંદિર પછી બીજા ક્રમે આવતું એવું મંદિર છે, કે જ્યાં ભક્તો સૌથી વધુ સંખ્યામાં દર્શન કરવા કાજે આવે છે. આ મંદિરની દેખરેખનું કાર્ય શ્રી માતા વૈષ્ણો દેવી દેવસ્થાન કમિટિ કરે છે.

ઇતિહાસ ફેરફાર કરો

હિંદુ માન્યતા પ્રમાણે માતા વૈષ્ણોદેવીએ, દક્ષિણ ભારતમાં રત્નાકર સાગરના ઘરે જન્મ લીધો હતો. ઘણાં વર્ષોથી સંતાન સુખથી વંચિત રહેલા રત્નાકરે પહેલી બાળકીનું નામ ત્રિકુટા રાખ્યું હતું. ત્યારબાદ માતાનો જન્મ ભગવાન વિષ્ણુના પરિવારથી થયો અને તેઓ વૈષ્ણવી કહેવાયા.

જ્યારે ભગવાન રામ વનવાસના સમયે સીતાજીની શોધ કરી રહ્યા હતા ત્યારે એમણે વૈષ્ણવીને ઘોર તપસ્યામાં લીન થયેલાં જોયાં. વૈષ્ણવીએ ભગવાન રામને કહ્યું કે એમણે શ્રી રામને પોતાના પતિ માની લીધા છે, પરંતુ શ્રી રામે કહ્યું કે આ જન્મમાં તેઓ સીતાજી પ્રત્યે સમર્પિત છે અને કલિયુગમાં તેઓ માતા વૈષ્ણોદેવીના પતિ થશે. આ સાથે જ ભગવાન રામે તેમને માણેક પર્વતની ત્રિકટા પહાડોની ગુફામાં તપસ્યા કરવા માટે કહ્યું. લોકવાયકા છે કે આ ગુફા જ માતાજીનું સ્થાન છે. ભૂગર્ભ શાસ્ત્રીઓ પણ આ ગુફાને અબજો વર્ષ પુરાણી હોવાનું જણાવે છે. માતાજીની આ ગુફા ત્રિકટા પર્વતમાં ઉત્તર જમ્મુથી ૬૧ કિલોમીટરના અંતરે આવેલી છે. ગુફામાં મહાકાળી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પ્રતિમાઓ છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Ayushi Kakkar (૮ એપ્રિલ ૨૦૧૬). "Navratri special: How to reach Vaishno Devi to seek Mata Rani's blessings!". Zeenews. મૂળ માંથી 2016-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-10-30.

બાહ્ય કડીઓ ફેરફાર કરો