શરીર વજન અનુક્રમ અથવા બોડી માસ ઇન્ડેક્સ (અંગ્રેજી: Body Mass Index) ફોર્મ્યુલાની શોધ બેલ્જિયમ આંકડાશાસ્ત્રી એડોલ્ફ ક્યુટલેટે (અંગ્રેજી Adolphe Quetelet) (૧૭૯૬-૧૮૭૪) કરી અને તે Quetelet Indexના નામથી જાણીતી થઈ. BMIને 'body mass indicator' તરીકે પણ ઓળખવામાં આવે છે. એડોલ્ફ ક્યુટલેટનો જન્મ ૨૨ ફેબ્રુઆરી ૧૭૯૬ના રોજ બેલ્જિયમમાં થયો હતો અને તેમનું અવસાન ૭૭ વર્ષની ઉંમરે ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૪માં થયું.

બોડી માસ ઇન્ડેક્સ ગણવાની રીત ફેરફાર કરો

 
Obesity and BMI

બી.એમ.આઈ (BMI) = વજનકિ.ગ્રા./ઊંચાઈમી. = વજનરતલ/ઊંચાઈઈંચ X ૭૦૩

 

નોંધ – વજન કિલોગ્રામમાં તથા ઉંચાઈ મિટરમાં લેવાની છે.

અર્થગટન ફેરફાર કરો

  • ૧૮.૫ અથવા ઓછુ ==> ઓછું વજન (Underweight)
  • ૧૮.૫ - ૨૪.૯ ==> આદર્શ વજન (Normal Weight)
  • ૨૫.૦ - ૨૯.૯ ==> વધુ વજન (Overweight)
  • ૩૦.૦ - ૩૪.૯ ==> વધારે વજન – સ્થૂળતા (Obese)
  • ૩૫.૦ - ૩૯.૯ ==> વધારે વજન – વધુ સ્થૂળતા (Obese)
  • ૪૦થી વધારે ==> એકદમ વધારે વજન – બેડોળ) (Extremely Obese)

વ્યક્તિ કે જેનું વજન ૯૯.૭૯ કિલોગ્રામ તથા ઉંચાઈ ૧.૯૦૫ મિટર છે તેના બી.એમ.આઈ.ની ગણતરી કરતાં ૨૭.૫ મળે છે જેમકે ............

[૯૯.૭૯ કિગ્રા /(૧.૯૦૫ મી x ૧.૯૦૫ મી)] = ૨૭.૫

જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ ૧૮.૫ કે તેનાથી ઓછો હોયતો તેવી વ્યક્તિને ઓછા વજન વાળી કહેછે. આવી વ્યક્તિઓએ તાત્કાલિક દાક્તરને મળવું જોઈએ. ઓછો શરીર વજન અનુક્રમ શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે કે જે બિમારી તરફ દોરી જાય છે.

વજન વધારવાની થોડી તરકીબો ફેરફાર કરો

  • વજન વધારવા તમારે વધારે કેલરીવાળો ખોરાક લેવો જોઈએ.
  • દૂધ અને દૂધની બનાવટોનો ખોરાકમાં શક્ય એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ .
  • દિવસમાં ૮થી ૧૦ ગ્લાસ શુદ્ધ પાણી પીવું જોઈએ.
  • વધુમાં વધુ ફળફળાદી તથા લીલા શાકભાજી ખોરાકમાં લેવા જોઈએ.
  • લાલ માન્સ અને પ્રાણિજ ચરબી ત્યાગો.
  • કોફી – આલ્કોહોલ કે ઠંડા પીણાનું સેવન કરવું નહી.
  • તૈયાર ટીનમાં આવતા ફૂડ અને ખાસ કરીને મેંદાની બનેલી વસ્તુઓ ના લેવી જોઈએ
  • ધુમ્રપાન કે તમાકુનું સેવન કરવું નહી.

વધુ કેલરી ધરાવતી વાનગીઓ ફેરફાર કરો

તમને જાણીને આશ્ચર્ય થશે કે મોટા ભાગની વાનગીઓ તમારી મનપસંદ હશે.

  • ચાસણી અને દૂધ ની મીઠાઈઓ
  • ચોકલેટ્સ
  • ફાસ્ટ ફૂડસ પિઝા, બર્ગર, સેન્ડવીચ
  • બટાકા ચિપ્સ, વેફર્સ
  • સમોસા
  • માંસાહારી વાનગીઓ
  • ચીઝ સોસ
  • મેંદામાંથી બનતી વાનગીઓ

જો વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ ૧૮.૫થી ૨૪.૯ની વચ્ચે હોયતો તેવી વ્યક્તિને આદર્શ વજન વાળી વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહે છે. આવી વ્યક્તિઓને લોહીનું દબાણ સામાન્ય રહે છે. ડાયાબિટીસની ફરિયાદ જોવા મળતી નથી.

જો વ્યક્તિનો બોડી માસ ઇન્ડેક્સ ૨૫થી ૨૯.૯ની વચ્ચે હોય તો તેવી વ્યક્તિને વધુ વજન વાળી વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. થોડું કામ કરતાં જ થાકી જાય છે. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. વારંવાર પરસેવો – ગભરામણ – શ્વાસમાં તકલીફ રહે છે.

વજન ઘટાડવાની થોડી તરકીબો ફેરફાર કરો

  • દરરોજ દાક્તરની સલાહ મુજબ વ્યાયામ કરવો જોઈએ.
  • તેલ – ઘી- માખણ – કોપરેલ – મલાઈ – માંસ – આઈસ્ક્રીમ –સૂકો મેવો ચટણી - મીઠાઈ – ફરસાણ તથા ચરબી વાળો ખોરાક ત્યજવો જોઈએ.
  • કોકાકોલા- પેપ્સી જેવા ઠંડા પીણા ત્યજવા જોઈએ.
  • ઓછા કેલરીવાળો ખોરાક વધુમાં વધુ લેવો જોઈએ.
  • આહારમાં શક્ય હોયતો સૂપ - સલાડ – લીલા શાકભાજી તથા ચાઈનીઝ ખોરાક લેવો જોઈએ.
  • જમ્યા પહેલા સૂપ અથવા જ્યુસ લેવો જોઈએ જેથી ભૂખ ઉપર કાબુ મેળવી શકાય તેમજ અતિઆહાર ટાળી શકાય.
  • દિવસ દરમ્યાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ.
  • બાફેલો ખોરાક શક્ય હોયતો વધુ લેવો જોઈએ. શરીરની વધુમાં વધુ કેલરી વપરાય તે માટે પરિશ્રમ તથા વોકીંગ કરવું જોઈએ.

ઓછી કેલરી ધરાવતી વાનગીઓ ફેરફાર કરો

ઓછી કેલરી ધરાવતી વાનગીઓમાં નીચે દર્શાવેલ વસ્તુઓનો સમાવેશ થાય છે.

જો વ્યક્તિનો શરીર વજન અનુક્રમ ૩૦ કે તેનાથી વધારે હોયતો તેવી વ્યક્તિને અતિશય વધુ વજન વાળી – બેડોળ વ્યક્તિ કહે છે. રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ નબળી બને છે અને આવી વ્યક્તિ દિવસભર સ્ફૂર્તીમાં રહી શક્તિ નથી. વિવિધ રોગોને આમંત્રણ આપે છે. ડાયાબિટીસ – હાઈ બ્લડ પ્રેશર – પથરી તથા શ્વાસની ગંભીર બિમારીઓનો ભોગ બને છે.આવી વ્યક્તિઓએ તેમની જીવનશૈલી બદલવીજ રહી.આવી વ્યક્તિઓ જો કુલ વજનના ૧૦થી ૧૨ % પણ વજન ઉતારેતો ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બિમારીથી બચી શકે છે. એક વાત ખાસ યાદ રાખો કે કોલેસ્ટેરોલને ૧૦% ઘટાડવાથી હ્રદયનું જોખમ ૨૦થી ૩૦% ઘટે છે. મધ્યમસરના વ્યાયામથી આ જોખમ ૩૦થી ૪૫% ઘટે છે.

તમે વજન ઘટાડવા માંગતા હો અગર તો વજન જાળવવા માંગતા હો તો તમારે ખોરાકમાં યોગ્ય સુધારા વધારા કરવા જોઈએ

  • પ્રમાણમાં ધાન્યોમાંથી બનેલી વાનગીઓ તેમજ રેસાયુક્ત ખોરાક વધુ લેવો જોઈએ.
  • ચરબીયુક્ત તેમજ તળેલી વસ્તુઓ નો આહાર ના લેવો જોઈએ.
  • ખોરાકમાં લીલા શાકભાજી તેમજ ફળોનો વધુ માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.