આ શ્રેણી હેઠળ આવતા લેખો ભારત દેશની ઋતુઓ વિશે માહિતી ધરાવે છે. પ્રાચીન સાહિત્ય પ્રમાણે ભારતમાં વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર એમ છ અલગઅલગ ઋતુઓનાં વર્ણન મળે છે. જેને ભારતીય પંચાગ મુજબના મહીનાઓ સાથે આ રીતે સાંકળી શકાય.

ઋતુ મહિના ઋતુનો અનુભવ
વસંત ફાગણ અને ચૈત્ર સપુષ્પ વનસ્પતિને પુષ્પ આવે અને ગરમી વધતી જાય
ગ્રીષ્મ વૈશાખ અને જેઠ ગરમી ચરમસીમાએ પહોચે અને જેઠ મહીનાથી હવામાં ભેજનું પ્રમાણ થોડુ વધે
વર્ષા અષાઢ અને શ્રાવણ વરસાદના મુખ્ય મહિના
શરદ ભાદરવો અને આસો વરસાદ વિહિન પણ વાદળછાયા ભેજવાળા દિવસો આસોના અંત સુધીમાં મોડી રાત્રે ગુલાબી ઠંડીની અસર વર્તાય
હેમંત કારતક અને માગશર ઠંડીના દિવસો, વહેલી સવારે ધુમ્મસ છવાય
શિશિર પોષ અને મહા પાનખરના દિવસો

શ્રેણી "ભારતની ઋતુઓ" ના પાનાં

આ શ્રેણીમાં કુલ ૩ પૈકીનાં નીચેનાં ૩ પાનાં છે.