સંક્ષિપ્ત શબ્દ (લેટિન બ્રેવિસ અર્થાત્ ટૂંકું ) શબ્દ અથવા શબ્દસમૂહનું ટૂંકું સ્વરૂપ છે. સામાન્ય રીતે, પરંતુ હંમેશા નહીં, તે શબ્દ કે શબ્દ સમૂહમાંથી લેવામાં આવેલા અક્ષરો અથવા અક્ષરોના સમૂહનું બનેલું હોય છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી શબ્દ abbreviation ને abbr. , abbrv. કે abbrev. તરીકે રજૂ કરવામાં આવે છે.

ચુસ્ત રીતે પૃથક્કરણ કરતાં, સંક્ષેપ જેની સાથે ઘણીવાર અર્થ કે ઉચ્ચારની રીતે સમાનતા ધરાવે છે તેવા સંક્ષિપ્ત શબ્દ કે મીતાક્ષર (આદ્યઅક્ષરોથી બનેલા) સાથે ગેરસમજ ન કરે તેનું ધ્યાન રાખવું જોઈએ, ભલેને પછી આ ત્રણેયને સામાન્ય વાતચીતની ભાષામાં સંક્ષેપ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે.[૧]:p167સંક્ષિપ્ત શબ્દ (સંક્ષેપ) એટલે કોઇપણ પદ્ધતિથી સંક્ષેપ કરવો; સંક્ષિપ્ત શબ્દ વિવિધ ભાગોને સાથે લાવીને કલદમાં ઘટાડો કરવાની પ્રક્રિયા છે. સંક્ષિપ્ત શબ્દ કેટલાક અક્ષરો અથવા સિલેબલ્સની બાદબાકી કરીને પ્રથમ અને છેલ્લા અક્ષરને અથવા તેના તત્વોને સાથે લાવીને બનાવવામાં આવે છે ; સંક્ષિપ્ત શબ્દ શબ્દના આંતરિક ભાગમાંથી કેટલાકની બાદબાકી કરીને અથવા તો તેને ભાગમાં વિભાજીત કરીને બનાવવામાં આવે છે ; સંક્ષિપ્ત શબ્દ સંક્ષેપ છે, પરંતુ સંક્ષેપ સંક્ષિપ્ત શબ્દ હોય તે જરૂરી નથી. જો કે, સામાન્ય રીતે એક્રોનીમને સંક્ષેપના પેટા જૂથ તરીકે ઓળખવામાં આવે છે (કાઉન્સિલ ઓફ સાયન્સ એડિટર્સ દ્વારા).

ઇતિહાસ ફેરફાર કરો

સંક્ષેપનો ઉપયોગ જયારથી લિપિ અસ્તિત્વમાં આવી ત્યારથી થાય છે, કેટલીક રીતે તો હકીકતમાં પ્રારંભિક અક્ષરજ્ઞાનના સમયમાં તે વધારે પ્રચલિત હતા, જયાં આખા સ્પેલિંગનો ઉપયોગ ટાળવામાં આવતો હતો, પ્રારંભિક અક્ષરોનો ઉપયોગ સામાન્ય રીતે ખાસ પરિપ્રેક્ષમાં શબ્દોના ઉપયોગને દર્શાવવા માટે કરવામાં આવતો હતો. કલાસિકલ ગ્રીસ અને રોમ દ્વારા શબ્દોને એક અક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે, પરંતુ તે શબ્દનો અર્થ સૂચવવામાં નિષ્ફળ જઇ શકે છે.

ઐતિહાસિક રીતે, સાક્ષરતામાં વધારો કેટલીક વખત સંક્ષેપ તરફ વધતા ઝોકમાં વધારો કરે છે. 15મી સદીથી 17મી સદીમાં અંગ્રેજીના સ્ટાન્ડર્ડાઈઝેશનમાં આ પ્રકારના સંક્ષેપોના ઉપયોગના વધારાનો સમાવેશ થયો હતો.[૨] પ્રથમ, સંક્ષેપમાં કેટલીક વખત માત્ર પૂર્ણવિરામનો નહીં, પરંતુ વિવિધ પ્રકારની સસ્પેન્શન સાઈનનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, ચોક્કસ ફોનિમ સેટ્સ જેમ કે "er" ને શબ્દના સ્પેલગમાંથી કાઢીને તેની જગ્યાએ નિશાની મૂકવામાં આવતી હતી, જેમકે "master" ને બદલે "mastɔ" અથવા "exacerbate" ને બદલે exacɔbate. આ ખૂબ જ તુચ્છ પ્રકારનો ઉપયોગ જણાતો હોવા છતાં પણ લોકો ખાસ કરીને શૈક્ષણિક પુસ્તકોની હાથથી લખેલી નકલ તૈયાર કરવામાં સમય ઘટાડવા માટેનો આ પ્રયાસ હતો. ઓકસફર્ડ યુનિર્વિસટી રજીસ્ટરમાંથી એક ઉદાહરણ છે, 1503:

Mastɔ subwardenɔ y ɔmēde me to you. And wherɔ y wrot to you the last wyke that y trouyde itt good to differrɔ thelectionɔ ovɔ to quīdenaɔ tinitatis y have be thougħt me synɔ that itt woll be thenɔ a bowte mydsomɔ.

1830ના દાયકામાં અમેરિકામાં બોસ્ટનથી પ્રારંભ થયેલો સંક્ષેપનો ઉપયોગ ફેશન બની ગયો. ઉદાહરણ તરીકે, શૈક્ષણિક બ્રિટનમાં ફિલોલોજીકલ લિંગ્વિસ્ટીક થીયરીના વિકાસ દરમિયાન શબ્દોનો સંક્ષેપ કરવો એ ખૂબ જ ફેશનેબલ માનવામાં આવતું હતું. "ફાધર ઓફ મોડર્ન ઈટીમોલોજી" જે. આર. આર. ટોલ્કિન અને તેમના મિત્ર સી. એસ. લુઈસ અને ઈન્કલિંગ્સ તરીકે ઓળખવામાં આવતા ઓકસફર્ડ લિટરરી ગ્રૂપના અન્ય સભ્યોના નામના સંક્ષેપનો ઉપયોગ આ પ્રકારની ફેશનના ચિહ્ન તરીકે ટાંકવામાં આવે છે. એવી જ રીતે, એક સદી બાદ બોસ્ટનમાં શરૂ થયેલી સંક્ષેપોની ફેશન આખા યુનાઈટેડ સ્ટેટ્સમાં છવાઇ ગઇ અને વૈશ્વિક રીતે લોકપ્રિય શબ્દ ઓકે (OK)ને સામાન્ય રીતે આ પ્રભાવના અવશેષ તરીકે માનવામાં આવે છે.[૩][૪]

દ્વિતીય વિશ્વયુદ્ધ પછી, બ્રિટીશરોએ સંક્ષેપ પછી પૂર્ણ વિરામ અને અન્ય વિરામચિહ્નો મૂકવાનું ઘટાડી દીધું, આ પદ્ધતિ અર્ધ-ઔપચારિક લખાણમાં તો ખરું જ, જયારે અમેરિકનોએ તાજેતરના વર્ષો સુધી આ પ્રકારનો ઉપયોગ ચાલુ રાખ્યો અને હજુ પણ બ્રિટનવાસીઓમાં તે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું કલાસિક ઉદાહરણ બ્રિટીશ જાસૂસી સંસ્થાના સંક્ષેપમાં અલ્પવિરામનો ઉપયોગ છે -"સ્પેશિયલ ઓપરેશન્સ, એક્ઝિક્યુટિવ્ઝ" (Special Operations, Executive)" — "S.O.,E" - ,જેને તેમના અમેરિકન સાથીઓ ખૂબ જ વિચિત્ર ગણાવે છે અને આ પ્રકારનો ઉપયોગ 1960 પછી લકવામાં આવેલા ઇતિહાસમાં જોવા મળતો નથી.

પરંતુ તેના પહેલાં, ઘણાં બિ્રટનોએ ફ્રચ સ્વરૂપ સાચવી રાખવાની દરકાર રાખી હતી. ફ્રેન્ચમાં, પૂર્ણવિરામ તો જ સંક્ષેપની પાછળ આવતું જો સંક્ષેપનો છેલ્લો અક્ષર તેના આગળના શબ્દનો છેલ્લો અક્ષર not હોયઃ"M."એ "monsieur"નો સંક્ષેપ છે, જયારે "Mme"એ "madame"નો સંક્ષેપ છે. અન્ય ઘણાં ક્રોસ-ચેનલ ભાષાવિજ્ઞાન સંબંધિત સ્વીકારોની જેમ જ બ્રિટોન્સે આ પદ્ધતિ પણ અપનાવી લીધી અને પોતાની રીતે જ આ નિયમોનું પાલન કરવા લાગ્યા, જયારે અમેરિકનોએ સાદા નિયમો સ્વીકાર્યા અને તેને ચુસ્તપણે લાગુ કર્યા.[સંદર્ભ આપો] જો કે સમયની સાથે કેટલીક સ્ટાઈલ ગાઈડ્સમાં નિયમોના અભાવે એ નક્કી કરવું મુશ્કેલ બનાવી દીધું કે કયા બે-શબ્દોનો સંક્ષેપમાં પૂર્ણવિરામનો ઉપયોગ કરવો અને કયા શબ્દોનો નહીં. અમેરિકન મિડિયા પૂર્ણવિરામને બે શબ્દોના સંક્ષેપમાં ઉપયોગ કરે છે જેમ કે યુનાઈટેડ સ્ટેટ્સ (યુ.એસ.), પરંતુ પર્સનલ કમ્પ્યુટર (પીસી) અને ટેલિવિઝન (ટીવી)માં તેનો ઉપયોગ કરતું નથી. ઘણાં બ્રિટીશ પ્રકાશનોએ સંક્ષેપમાં પૂર્ણવિરામનો ઉપયોગ કરવાનું સંપૂર્ણ રીતે બંધ કરી દીધું છે.

1960 અને 1970ના દાયકાઓમાં કાર્બન-ફિલ્મ રિબીનનો ઉપયોગ કરતાં ઘણાં લોકો માટે ટાઈપ કરવામાં આવતા લખાણમાં વિરામ ચિહ્નોનો લઘુતમ ઉપયોગ યોગ્ય માનવામાં આવ્યો કારણ કે પૂર્ણવિરામ અથવા અલ્પવિરામમાં કેપીટલ અક્ષર જેટલી જ જગ્યા ફરીથી વપરાશમાં નહીં લઇ શકાતી મોંઘી રિબીન પર રોકાતી હતી. 1990ના દાયકામાં મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના માધ્યમથી કરવામાં આવતા બહોળા ઈલેકટ્રોનિક સંવાદે બોલચાલની ભાષાના સંક્ષેપોમાં ઘણો જ વધારો કર્યો છે. આ માટેનું કારણ મોટાભાગે ઈન્સ્ટન્ટ અને ટેકસ મેસેજિંગ જેવી ટેકસ્ટુઅલ સંવાદ સેવાઓની લોકપ્રિયતામાં થયેલા વધારો ગણી શકાય. દાખલા તરીકે એસએમએસ (જીએસએમ 03.38 કેરેકટર સેટના ઉપયોગથી) વધુમાં વધુ 160 અક્ષરો સુધીના સંદેશને સપોર્ટ કરે છે. આ ટૂંકાણે કેટલીક વખત ટેકસ્ટીઝ તરીકે ઓળખવામાં આવતા અનૌપચારિક સંક્ષેપમાં વધારો કર્યો છે, જેમાં ખાસ એસએમએસમાં લગભગ 10 ટકા કરતાં પણ વધારે શબ્દો સંક્ષેપમાં હોય છે.[૫] તાજેતરમાં લોકપ્રિય સોશ્યલ નેટવર્ક સર્વિસ ટ્વીટરે (Twitter) 140 અક્ષરો સાથેના મેસેજ સાથે સંક્ષેપના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનું શરૂ કર્યું હતું.

અંગ્રેજીની સ્ટાઇલ પ્રણાલિકા ફેરફાર કરો

આધુનિક અંગ્રેજીમાં સંક્ષિપ્ત શબ્દો માટે કેટલીક પ્રણાલિકા છે અને તેની પસંગી ગૂંચવણભરી હોઇ શકે છે. વૈશ્વિક રીતે સ્વીકાર્ય એક માત્ર નિયમ તે છે કે તમારે સુસંગત રહેવું જોઇએ અને તેને સહેલું બનાવવા પ્રકાશકો સ્ટાઇલ ગાઇડમાં તેમની પસંદગી દર્શાવે છે. નીચે દર્શાવેલા પેટાવિભાગોમાં પ્રશ્નો ઉભા થાય છે.

લોઅરકેસ અક્ષરો ફેરફાર કરો

જો મૂળ શબ્દ કેપીટલ હોય તો સંક્ષેપનો પ્રથમ અક્ષર કેપીટલ રહેવો જોઈએ, ઉદાહરણ તરીકે લેવિટિકસ (Leviticus)ના સંક્ષેપ તરીકે Lev. જયારે જેનો સંક્ષેપ કરવામાં આવે છે તે શબ્દનો સ્પેલિંગ લોઅરકેસમાં કરવામાં આવ્યો હોય ત્યારે તેના સંક્ષેપને કેપીટલ અક્ષરોમાં લખવાની જરૂર નથી.


પૂર્ણવિરામ અને સ્પેસ ફેરફાર કરો

કેટલીક વખત સંક્ષેપ પછી પૂર્ણવિરામ મૂકવામાં આવે છે, પરંતુ તેમાં કેટલાક અપવાદો છે અને આ પ્રકારનો ઉપયોગ કયારે થઇ શકે તે અંગે સહમતીનો અભાવ હોઈ શકે છે. પૂર્ણ વિરામના ઉપયોગ સાથેના સંક્ષેપ (જે શબ્દના અંત ભાગની બાદબાકી કરીને કરવામાં આવે છે) અને સંક્ષિપ્ત શબ્દ (જે શબ્દના મધ્ય ભાગની બાદબાકી કરીને કરવામાં આવે છે) જેમાં પૂર્ણવિરામની જરૂર હોતી નથી તે બંને વચ્ચેના ચુસ્ત ભેદ અંગે કેટલીક ગૂંચવણ રહેલી છે. અમેરિકન અંગ્રેજીના વપરાશમાં આ ભેદ હળવો છે અને આમ સંક્ષિપ્ત શબ્દને પણ પૂર્ણ વિરામથી પૂરો કરે તેવી શકયતા રહેલી છે, દાખલા તરીકે, "જૂનિઅર" (Junior) નો સંક્ષિપ્ત શબ્દ Jr. છે.

બ્રિટીશ અંગ્રેજીમાં હાર્ટઝના નિયમો મુજબ સામાન્ય નિયમ એ છે કે સંક્ષેપમાં પૂર્ણવિરામને દૂર કરે છે, જયારે સંક્ષિપ્ત શબ્દમાં તેમ કરવામાં આવતું નથી.[૧]:p167

ઉદાહરણ કક્ષા ટૂંકૂ રૂપ સ્ત્રોત
ડોક્ટર (Doctor) સંક્ષિપ્ત શબ્દ Dr D–r
પ્રોફેસર (Professor) સંક્ષેપ Prof. Prof...
ધ રેવરેન્ડ (The Reverend) સંક્ષિપ્ત શબ્દ (અથવા સંક્ષેપ) Revd (or Rev.) Rev–d
ધ રાઇટ ઓનરેબલ

(The Right Honourable)

સંક્ષિપ્ત શબ્દ અને સંક્ષેપ Rt Hon. R–t Hon...

અમેરીકન અંગ્રેજીમાં, સંક્ષેપમાં પૂર્ણવિરામનો ઉપયોગ કરવામાં આવે છે અન્યથા તેને કદાચ શબ્દ માની લેવામાં આવે, પરંતુ કેટલાક અમેરીકન લેખકો પૂર્ણવિરામનો ઉપયોગ કરતા નથી. કેટલીક વખત, પૂર્ણવિરામ કેટલાક આદ્યઅક્ષરોમાં ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ અન્યમાં નહીં ; અમેરીકન અંગ્રેજીમાં યુનાઇટેડ સ્ટેટ્સ (United States), યુરોપીયન યુનિયન (European Union), અને યુનાઇટેડ નેશન્સ (United Nations)ને અનુક્રમે U.S. , EU , અને UN તે રીતે લખવામાં આવે છે.

ત્રીજા માપદંડમાં તમામ પ્રકારના સંક્ષેપમાંથી પૂર્ણવિરામ કાઢી નાંખવામાં આવે છે (બંને "Saint" અને "Street" બને છે "St" ). યુનિફોર્મ ટ્રાફિક કન્ટ્રોલ ડિવાઈસ પરના યુ.એસ. મેન્યુઅલમાં સલાહ આપવામાં આવી છે કે સ્થળના નામની મુખ્ય દિશા સિવાયની રોડ સાઈનમાં ઉપયોગમાં લેવાતા સંક્ષેપમાં પૂર્ણવિરામનો ઉપયોગ કરવો નહીં. (ઉદાહરણ તરીકે, ""Northwest Blvd" , "W. Jefferson" , અને "PED XING" આ તમામ આ ભલામણનો અમલ કરે છે.)

મૂળભૂત રીતે મીતાક્ષરો (પૂર્ણવિરામ સાથે કે સિવાય) કેપીટલ અક્ષરોમાં લખવામાં આવતા પરંતુ જયારેથી તે શબ્દભંડોળમાં સામાન્ય શબ્દ તરીકે સમાવિષ્ટ થયા છે ત્યારથી તેનો સંક્ષેપ કેપીટલ અક્ષરોમાં કરવામાં આવતો નથી કે તેમાં પૂર્ણવિરામનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. સોનાર (sonar), રડાર (radar), લિડાર (lidar), લેઝર (laser), સ્નાફુ (snafu), અને સ્કુબા (scuba) વગેરે તેના ઉદાહરણો છે.

કેટલાક શબ્દસમૂહમાં સંક્ષેપ શબ્દમાં રહેલા એકલ અક્ષર વચ્ચે સામાન્ય રીતે જગ્યા રાખવામાં આવતી નથી, તેથી લગભગ કોઇને "U. S." આ રીતે લખેલું જોવા મળતું નથી.

જયારે પૂર્ણવિરામ વાકયના ભાગમાં આવે ત્યારે માત્ર એક જ પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે.

યુનાઈટેડ સ્ટેટ્સની રાજધાની છે વોશિંગ્ટન, ડી.સી. (Washington, D.C.)

બહુવચન સ્વરૂપો ફેરફાર કરો

સંક્ષેપ, આંકડા અથવા નામમાં ઉપયોગમાં લેવામાં આવતા કેપીટલ અક્ષરોનું જયારે બહુવચન દર્શાવવાનું હોય ત્યારે તેના છેડે લોઅરકેસમાં s ઉમેરવામાં આવે છે.

  • એમપીસ (MPs)નું જૂથ
  • ઘૂંઘવાતી ટ્વેન્ટીસ (20s)
  • તમારા પીસ (Ps )અને ક્યુસ (Qs) યાદ રાખો

જયારે માપણીના એકમનું બહુવચન દર્શાવવું હોય ત્યારે એકવચનમાં વપરાતા શબ્દસ્વરૂપનો જ ઉપયોગ થાય છે.

  • 1 lb અથવા 20 lb.
  • 1 ft અથવા 16 ft.
  • 1 min અથવા 45 min.

જયારે સંક્ષેપમાં એક કરતાં વધારે પૂર્ણવિરામનો ઉપયોગ થયેલો હોય ત્યારે હાર્ટનો નિયમ છેલ્લા પૂર્ણવિરામ બાદ જ s મૂકવાની ભલામણ કરે છે.

  • પીએચડીસ (Ph.D.s)
  • એમફીલ્સ (M.Phil.s)
  • ધ ડીટીએસ (the d.t.s)

જયારે, હાઉસ સ્ટાઈલ અથવા એકધારાપણાની જરૂરીયાત અનુસાર, બહુવચનના એ જ સ્વરૂપને ઓછા ઔપચારિક સ્વરૂપમાં દર્શાવી શકાય.

  • પીએચડીસ (PhDs)
  • એમફિલ્સ (MPhils)
  • ધ ડીટીસ (the DTs.) (ન્યૂ ઓક્સફર્ડ ડિક્શનરી ફોર રાઇટર્સ એન્ડ એડિટર્સ માં ભલામણ કરવામાં આવેલું સ્વરૂપ છે..)

હાર્ટના નિયમો અનુસાર, એપોસ્ટ્રોપીનો ઉપયોગ ભાગ્યે જ, જયારે સ્પષ્ટતા માટેની જરૂરીયાત ઉભી થાય, કરવો જોઈએ, દાખલા તરીકે જયારે અક્ષરો કે ચિહ્નો કોઈ વિષયવસ્તુનું સૂચન કરતાં હોય.

  • The x's of the equation
  • Dot the i's and cross the t's

જો કે, જયારે તે વસ્તુને ઈટાલિકસ કે અવતરણમાં મૂકવામાં આવી હોય ત્યારે એપોસ્ટ્રોપીનો ઉપયોગ ટાળી શકાય.

  • The x s of the equation
  • Dot the 'i's and cross the 't's

લેટીન, અને યુરોપિયન ભાષાઓ અને અંગ્રેજીમાંથી પણ ઉતરી આવેલા સ્વરૂપોને ચાલુ રાખતાં, એકાક્ષરી સંક્ષેપોના બહુવચન સ્વરૂપને નાધ લખવા માટે અક્ષરને બેવડાઈ નાંખવામાં આવતો હતો. મોટાભાગે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ લખાણ અને પ્રકાશનમાં કરવામાં આવતો હતો. કેટલાક લાંબા સંક્ષેપોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એકવચન સંક્ષિપ્ત શબ્દ એકવચન શબ્દ બહુવચન સંક્ષિપ્ત શબ્દ બહુવચન શબ્દ નિયમ
d. ડિડોટ (didot) dd. ડિડોટ્સ (didots) ટાઇપોગ્રાફી
f. ફોલોઇંગ લાઇન ઓર પેજ

(following line or page)

ff. ફોઇલોઇંગ લાઇન્સ ઓપ પેજિસ

(following lines or pages)

નોટ્સ
h. હેન્ડ

(hand)

hh. હેન્ડ્સ

(hands)

હોર્સ હાઇટ
l. લાઇન

(line)

ll. લાઇન્સ (lines) નોટ્સ
MS મેન્યુસ્ક્રિપ્ટ (manuscript) MSS મેન્યુસ્ક્રિપ્ટ્સ

(manuscripts)

નોટ્સ
op. ઓપસ

(opus)

opp. ઓપેરા

(opera)

નોટ્સ
p. પેજ

(page)

pp. પેજિસ

(pages)

નોટ્સ
P. પોપ

(pope)

PP. પોપ્સ

(popes)

s. (અથવા §) સેક્શન ss. (or §§) સેક્શન્સ નોટ્સ
V. વોલ્યૂમ

(Volume)

vv. વોલ્યૂમ્સ

(volumes)

નોટ્સ

પ્રકાશનો અને વર્તમાનપત્રો દ્વારા અનુસરવામાં આવતા નિયમો ફેરફાર કરો

યુનાઇટેડ સ્ટેટ્સ ફેરફાર કરો

યુ.એસ.માં આવેલા પ્રકાશનો શિકાગો મેન્યુઅલ ઓફ સ્ટાઈલ અને ધ એસોસીયેટેડ પ્રેસ દ્વારા નક્કી કરવામાં આવેલી સ્ટાઈલ ગાઈડને અનુસરે છે.[ચકાસણી જરૂરી] યુ.એસ. સરકાર યુ.એસ. ગવર્મેન્ટ પ્રિન્ટિંગ ઓફિસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી સ્ટાઈલ ગાઈડને અનુસરે છે.

બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ) ફેરફાર કરો

ઘણાં બ્રિટીશ પ્રકાશનો સંક્ષેપ માટે આમાંથી ઘણી માર્ગરેખાઓને અનુસરે છેઃ

  • બીબીસી અને ધ ગાર્ડીયન સહિતના ઘણાં બ્રિટીશ પ્રકાશનોએ સગવડ માટે સંક્ષેપમાંથી પૂર્ણવિરામનો ઉપયોગ કાઢી નાંખ્યો છે. તેમાં નીચે મુજબનાનો સમાવેશ થાય છે. તેમાં સમાવેશ થાય છે:
    • સામાજિક મોભો દર્શાવતા શબ્દો, જેમ કે Ms અથવા Mr (જો કે આ શબ્દોમાં સામાન્ય રીતે પૂર્ણવિરામનો ઉપયોગ કરવામાં આવતો ન હતો - ઉપર જુઓ) Capt, Prof, વગેરે;
    • કોઈ દેશનો બે અક્ષરોનો સંક્ષેપ ("US" , "U.S." નહીં);
    • ત્રણ કરતાં વધારે અક્ષરોનો સંક્ષેપ (આદ્યઅક્ષરો સિવાય સંપૂર્ણ કેપીટલ અક્ષરોનો ઉપયોગ)
    • શબ્દોનો સંક્ષેપ લોઅરકેસમાં ભાગ્યેજ કરવામાં આવે છે ("p.r." , અથવા "pr" ને બદલે "PR" )
    • નામો ("FW de Klerk" , "GB Whiteley" , "Park JS" ). તેમાં નાધપાત્ર અપવાદ છે ધ ઈકોનોમિસ્ટ જે "Mr F. W. de Klerk" લખે છે.
    • વિજ્ઞાનિક એકમો (જુઓ માપણી એકમો નીચે)
  • મીતાક્ષરોને ઘણીવાર સંક્ષેપના પ્રથમ અક્ષરને કેપીટલમાં લખીને દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે, નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશનને સંક્ષપેમાં "નાટો" (Nato) અથવા "નાટો" (NATO), અને સિવિયર એક્યુટ રેસ્પાઇરેટરી સિન્ડ્રોમને (Severe Acute Respiratory Syndrome) "સાર્સ" (Sars) અથવા "સાર્સ" (SARS) તરીકે દર્શાવવામાં આવે છે (તેની સરખામણીએ "લેસર" (laser) અંગ્રેજી શબ્દમાં તબદિલ થઇ ગયો છે અને તેને ભાગ્યે જ કેપીટલ અક્ષરમાં દર્શાવવામાં આવે છે).
  • આદ્યઅક્ષરો હંમેશા કેપીટલના ઉપયોગથી લખવામાં આવે છે; ઉદાહરણ તરીકે, બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ને સંક્ષેપમાં "બીબીસી" (BBC) લખવામાં આવે છે, પરંતુ કયારેય "બીબીસી" (Bbc) લખવામાં આવતું નથી. આદ્યઅક્ષરો મીતાક્ષર જેવા છે પરંતુ શબ્દ તરીકે તેનો ઉચ્ચાર થતો નથી.
  • જયારે વિજ્ઞાનિક એકમોનો સંક્ષેપ કરવામાં આવે છે ત્યારે સંખ્યા અને એકમ વચ્ચે જગ્યા છોડવામાં આવતી નથી (100mph, 100m, 10cm, 10°C). (આ એસઆઈ સ્ટાન્ડર્ડથી વિપરીત છે, નીચે જુઓ.)

પરચૂરણ અને સામાન્ય નિયમો ફેરફાર કરો

  • કેટલાક વેલ્સ નામમાં બેવડા અક્ષર પણ દેખાય છે. વેલ્શ (Welsh)ની જેમ બેવડો "l" અલગ ધ્વનિ છેઃ "Ll. જ્યોર્જ (George)" (બ્રિટીશ વડાપ્રધાન) માટે ડેવિલ લોઇડ જ્યોર્જ (David Lloyd George).
  • "રેવરેન્ડ" (Reverend) અને "ઓનરેબલ" (Honourable) જેવા કેટલાક શિર્ષકોનો આગળ "the", આવે તો તેમને અનુક્રમે "Rev." અથવા "Hon." લખાય. આ બાબત મોટા ભાગના બ્રિટીશ પ્રકાશનો અને અમેરિકાના કેટલાક પ્રકાશનો માટે ખરી છે.
  • વારંવાર વપરાતા સંક્ષિપ્ત શબ્દને લેખિત અથવા બોલવાના પેસેજમાં પ્રથમ દેખાવ પર ઓળખ માટે સ્પેલ કરવો જોઇએ. વાંચકોને અજાણ્યા તેવા સંક્ષિપ્ત શબ્દોનો ઉપયોગ ટાળવો જોઇએ.

દાખલા તરીકે PO શબ્દ post office માટે

માપણી ફેરફાર કરો

ઈન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ (એસઆઈ) પાયાના એકમો નક્કી કરે છે, જેના પરથી અન્ય એકમો નક્કી કરવામાં આવે છે. સંક્ષેપ, અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો આ એકમો માટેના "ચિહ્નો" (ઓહમ અને માઈક્રોની કિસ્સામાં રોમન અને ગ્રીક અક્ષરો તથા ડિગ્રી સેલ્સીઅસના કિસ્સામાં અન્ય અક્ષરોના ઊપયોગ) પણ પૂર્વગના સેટ સાથે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેના માટે પણ સંક્ષેપ કે ચિહ્નો રહેલા છે. એકમની પાછળ કે અંદર પૂર્ણવિરામનો ઊપયોગ થતો નથી;'10 k.m.' અને '10 k.m' એમ બંને ખોટું છે - માત્ર એક જ સાચું સ્વરૂપ ’'10 km’ છે ( જેમાં વાકયના છેડે જ પૂર્ણવિરામ આવે છે).

જોડાયેલા એકમોની અંદર રહેલું પૂર્ણવિરામ બંને બાજુએ પાયાના મૂળ એકમોનું બહુવચન સૂચવે છે. આદર્શરીતે, પૂર્ણવિરામ લીટીના મધ્યમાં મૂકવું જોઈએ, પરંતુ ઘણીવાર તેમ કરવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, ’5 ms’ નો અર્થ થાય 5 મિલિસેકન્ડ્સ, જયારે ’5 m.s’ નો અર્થ થાય મીટર.સેકન્ડ્સ. અહીંયા "m.s" બે મૂળભૂત એસઆઈ એકમો - મીટર અને સેકન્ડનું જોડાયેલું એકમ છે. જો કે, મધ્યમાં ટપકાંના ચિહ્નને (unicode U+00B7, HTML · ) જયારે પણ ઊપલબ્ધ હોય ત્યારે બે એકમોના જોડાણને દર્શાવવા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે, દા.ત. "5 m•s".

આંકડા અને એકમ વચ્ચે હંમેશા (તૂટ્યા વગરની) જગ્યા હોવી જોઈએ - ’25 km’ સાચું છે, જયારે ’25km’ ખોટું છે. ધ ઈન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ (એસઆઈ) ના સેકશન 5.3.3 માં, ધ ઈન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઈટ્સ એન્ડ મેઝર્સ (બીઆઈપીએમ) જણાવે છે કે "આંકડાકીય મૂલ્ય હંમેશા એકમની પહેલાં આવવું જોઈએ, અને એકમને આંકડાથી અલગ પાડવા માટે જગ્યાનો ઊપયોગ કરવો જોઈએ ...આ નિયમમાં એકમાત્ર અપવાદ વિમાનના એંગલ માટેના ડિગ્રી, મિનિટ અને સેકન્ડના એકમના ચિહ્નો છે."[૬]

એસઆઈ સિસ્ટમમાં અક્ષરોના કેસ (અપરકેસ અથવા લોઅરકેસ)ના પણ અર્થ છે અને સંક્ષેપની સ્ટાઈલને અનુસરવાના ભૂલ ભરેલા પ્રયાસોમાં આ કેસ કયારેય બદલવા જોઈએ નહીં. ઉદાહરણ તરીકે, "10 s" એ 10 siemens દર્શાવે છે (જે કંડકટન્સનો એકમ છે), "10 s" એ 10 seconds દર્શાવે છે. કોઈપણ વ્યકિતના નામને આધારે આપવામાં આવેલા ચિહ્નનો પ્રથમ અક્ષર અપર કેસમાં દર્શાવવામાં આવે છે ((S, Pa, A, V, N, Wb, W)), પરંતુ આખો સ્પેલગ હોય ત્યારે લોઅર કેસમાં લખવામાં આવે છે (siemens, pascal, ampere, volt, newton, weber and watt). તેનાથી વિપરીત g, l, m, s, cd, ha અનુક્રમે ગ્રામ, લિટર, મીટર, સેકંડ, કેન્ડેલા અને હેકટર દર્શાવે છે. આમાં એકમાત્ર થોડો અપવાદ એ છે કે લિટરના ચિહ્નને L તરીકે દર્શાવવામાં આવે છે જેનાથી કેટલાક ટાઇપફેસમાં લોઅર કેસના i સાથે અથવા તો તેના જેવા લાગતા અન્ય અક્ષરો સાથેના ગૂંચવાડાને ટાળી શકાય - સરખાવો l, I, અને 1.

એવી જ રીતે, દશગણી શકિત દર્શાવતા પૂર્વગના સંક્ષેપ કેસ-સેન્સિટીવ હોય છેઃ m (milli) હજાર દર્શાવે છે, જયારે M (mega) દસ લાખનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી જો અક્ષરના કેસમાં અજાણતા કરવામાં આવેલા ફેરફારથી 1 000 000 000ની ભૂલ થઇ શકે છે. જયારે એકમનું આખું સ્વરૂપ દર્શાવવામાં આવે ત્યારે આખું એકમ પૂર્વગ સાથે લોઅર કેસમાં લખવામાં આવે છેઃ mV માટે મિલિવોલ્ટ, nm માટે નેનોમીટર, Gcd માટે ગિગાકેન્ડેલા

જો ઉપરના નિયમોનું પાલન કરવામાં આવે તો તે એસઆઈ સિસ્ટમ હંમેશા ગૂંચવાડારહિત બની રહે છે, તેથી દાખલા તરીકે mK મિલિકેક્લિન માટે, MK મેગાકેલ્વિન માટે, K.m કેલ્વિનમીટર માટે અને km કિલોમીટર માટે. k.m અને Km જેવા સ્વરૂપો ખોટી રીતે બનાવવામાં આવેલા છે અને તેનો અર્થ જે તે સંદર્ભમાં સમજાઇ જતો હોય છતાં પણ ટેકનિકલ રીતે જોતાં એસઆઈ સિસ્ટમમાં તે અર્થવિહિન છે.

સિલેબિક સંક્ષિપ્તશબ્દ ફેરફાર કરો

સિલેબિક સંક્ષિપ્તશબ્દ સામાન્ય રીતે ઘણાં શબ્દોના આદ્ય સિલેબલને જોડીને બનાવવામાં આવેલું સંક્ષેપ સ્વરૂપ છે, દાખલા તરીકે ઇન્ટરલપોલ = ઇન્ટર નેશનલ + પોલ ઇસ . મૂળભૂત રીતે તે મીતાક્ષરોનો જ એક પ્રકાર છે.

સિલેબિક સંક્ષેપો સામાન્ય રીતે લોઅર કેસમાં લખવામાં આવે છે, કેટલીક વખત કેપીટલ અક્ષરથી શરૂ થાય છે અને તેનો ઉચ્ચાર હંમેશા શબ્દની રીતે કરવામાં આવે છે નહીં કે અક્ષરની રીતે.

સિલેબિક સંક્ષેપોને પોર્ટમેન્ટો (શબ્દોના ભાગના વિચિત્ર જોડાણ)થી અલગ રીતે ઓળખવા જોઈએ.

ઉપયોગ ફેરફાર કરો

વિવિધ ભાષાઓ ફેરફાર કરો

સિલેબિક સંક્ષેપો અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં બહોળા ઉપયોગમાં લેવામાં આવતા નથી. જો કે યુનાઈટેડ સ્ટેટ્સનું નૌકાદળ ઘણી વખત સિલેબિક સંક્ષેપોનો ઉપયોગ કરે છે, જે નીચે દર્શાવ્યા છે.

બીજી બાજુ, નાઝી શાસન હેઠળ જર્મનીમાં સિલેબિક સંક્ષેપો જોવા મળતા હતા અને સોવિયેટ યુનિયનમાં તો અનેક નવી બ્યુરોક્રેટિક સંસ્થાઓ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે, ગેસ્ટાપો (Gestapo)શબ્દ Ge heime Sta ats-Po lizei અથવા "છૂપી રાજય પોલીસ" માટે વાપરવામાં આવતો હતો. તેવી જ રીતે, કોમિનટર્ન (Comintern) શબ્દ કમ્યુનિસ્ટ ઇન્ટરનેશનલ (Communist International) માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. આના કારણે સિલેબિક સંક્ષેપો નકારાત્મક સંદર્ભમાં વપરાતા હોવાની માન્યતા પ્રવર્તવા લાગી, જો કે એ વાત ધ્યાનમાં લેવામાં ન આવી કે આ પ્રકારના સંક્ષેપો તો જર્મનીમાં નાઝીઓ સત્તા પર આવ્યા તે પહેલાં પણ વાપવામાં આવતા હતા, દા.ત. સ્કુપો (Schupo) શબ્દ સ્કુટ્ઝપોલિઝી (Schutzpolizei) માટે

જર્મન ડેમોક્રેટિક રિપબ્લિકમાં ઉપયોગમાં લેવામાં આવતી જર્મન ભાષામાં પણ સિલેબિક સંક્ષેપો ઉપયોગમાં લેવામાં આવતા હતા, દા.ત. સ્ટાસી (Stasi) સ્ટાટ્સીચેર્હીટ (Staatssicherheit)("સ્ટેટ સિક્યોરિટી, છૂપી પોલીસ) અથવા વોપો (Vopo) માટે વોલ્ક્સપોટીઝિસ્ટ (Volkspolizist) ("લોકોની પોલીસ").

વર્ણમાળાને બદલે ચીનમાં વિકસેલા ઈડિયોગ્રામ્સનો લખાણમાં ઉપયોગ કરતી પૂર્વ એશિયાઇ ભાષાઓ શબ્દ કે શબ્દસમૂહના કોઈ મહત્વના અક્ષરને લઇને સંક્ષેપ બનાવે છે. ઉદાહરણ તરીકે, જાપાનીઝમાં યુનાઈટેડ નેશન્સ માટેના શબ્દ kokusai rengō (国際連合)ને ઘણી વખત સંક્ષેપમાં kokuren (国連) તરીકે દર્શાવવામાં આવે છે. (આ પ્રકારના સંક્ષેપનો જાપાનીઝમાં રેયકુગ (略語) તરીકે ઓળખવામાં આવે છે.) યુનિર્વિસટીઝમાં સિલેબિકનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છેઃ દા.ત. Běijīng Dàxué (北京大学, (પેકિંગ યુનિવર્સિટી) માટે Běidà (北大) અને Tōkyō daigaku (東京大学,(ટોકયો યુનિવર્સિટી) માટે Tōdai (東大).

સંસ્થાનો ફેરફાર કરો

અમેરિકન નૌકાદળ દ્વારા સિલેબિક સંક્ષેપોને પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે મોટાપ્રમાણમાં આદ્યઅક્ષરોમાં વાંચનક્ષમતામાં વધારો કરે છે જેને અન્ય રીતે આ પ્રકારના મીતાક્ષરોમાં ગોઠવવા પડે. તેથી ડેસરોન (DESRON) 6 નો ઉપયોગ (સંપૂર્ણ કેપીટલ અક્ષરોમાં) "ડિસ્ટ્રોયર સ્ક્વોર્ડ્રન (Destroyer Squadron) 6," માટે થાય છે, જયારે કોમનેવએરલાન્ટ (COMNAVAIRLANT)નો અર્થ છે "કમાન્ડર, નેવલ એર ફોર્સ (ઇન ધ) એટલાન્ટિક" (Commander, Naval Air Force (in the) Atlantic)

આ પણ જોશો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ New Hart's Rules: The handbook of style for writers and editors. Oxford University Press, 2005. ISBN 0-19-861041-6.
  2. "સ્પેલિંગ સોસાયટી : શોર્ટકટ્સ 1483-1660". મૂળ માંથી 2007-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-08-25.
  3. "The Choctaw Expression 'Okeh' and the Americanism 'Okay'". Jim Fay. 2007-09-13. મૂળ માંથી 2010-12-24 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-12.
  4. "What does "OK" stand for?". The Straight Dope. મૂળ માંથી 2008-05-12 પર સંગ્રહિત. મેળવેલ 2008-05-12. સંગ્રહિત ૨૦૦૮-૦૫-૧૨ ના રોજ વેબેક મશિન
  5. ક્રિસ્ટલ, ડેવિડ. ટેક્સ્ટિંગ: ધ Gr8 Db8. ઓક્સફર્ડઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, 2008. ISBN 978-0-19-954490-5
  6. "The International System of Units (SI)" (pdf). International Bureau of Weights and Measures (BIPM). મેળવેલ 2008-04-18.

બાહ્ય લિંક્સ ફેરફાર કરો

  • Abbreviations.com — મીતાક્ષરો અને સંક્ષિપ્ત શબ્દોનો ડેટાબેઝ
  • એક્રોનિમ ફાઇન્ડર મીતાક્ષરો અને સંક્ષિપ્ત શબ્દોનો ડેટા બેઝ (750,000થી વધુ નોંધ)
  • ઓલ એક્રોનિમ્સ — મીતાક્ષરો, આદ્યશબ્દો અને સંક્ષિપ્ત શબ્દોનો ડેટાબેઝ (750,000થી વધુ નોંધ)
  • AcronymCreator.net - નવા મીતાક્ષરો અને સંક્ષિપ્ત શબ્દો બનાવવા માટેનું નવું ભાષા સાધન