સનેડો

ગુજરાતી લોકગીતનો પ્રકાર

સનેડોગુજરાતી લોકસંગીતનો પ્રકાર છે, જેને જાણીતા ગુજરાતી ગાયક મણિરાજ બારોટ દ્વારા લોકપ્રિય બનાવવામાં આવ્યો છે.[૧][૨]

ઇતિહાસ ફેરફાર કરો

સનેડાની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ સ્નેહને ડો પ્રત્યય લગાડીને થઇ છે. સ્નેહનું સનેહ અને તેને ડો વાત્સલ્ય સ્વરૂપનો પ્રત્યય લાગતા સ્નેહડો શબ્દ બન્યો અને છેવટે તે સનેડોમાં રુપાંતર પામ્યો.[૩]

સનેડાના પ્રકારના મૂળ ૧૭મી સદી જેટલા જૂનાં છે, જેનો પ્રસાર ઉત્તર ગુજરાતથી લઇને મારવાડ, રાજસ્થાન સુધી થયો છે. સનેડાની જેમ જ તે નેહડોમાંથી નેડો શબ્દ રુપે ઉદ્ભવ્યો.[૩]

સનેડોમાં ચાર પંક્તિઓની જોડી હોય છે અને તે ગુજરાતના લોકનાટ્ય સ્વરૂપ ભવાઇ સાથે ઘણી સામ્યતા ધરાવે છે. ગુજરાતી લોક કલાકાર અરવિંદ બારોટે ૧૯૮૦ના દાયકામાં સ્ટેજ પર સનેડો રજૂ કર્યો હતો અને તેમને સનેડાને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શ્રેય અપાય છે, પરંતુ મુખ્યત્વે ગુજરાતી લોક કલાકાર મણિરાજ બારોટે ૨૦૦૪-૨૦૦૫ દરમિયાન સનેડાને લોકપ્રિય બનાવ્યો હતો.[૨] સનેડાનો વિષય પ્રેમ અથવા યુવાનીથી લઈને વ્યંગ સુધીનો કંઈપણ હોઈ શકે છે.[૪]

સનેડો ગુજરાતના પાટણ જિલ્લાના ગામડાઓમાંથી ઉદ્ભવ્યો છે અને તે સમગ્ર ગુજરાતમાં અને ભારતના અન્ય ભાગો, યુનાઇટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનમાં ગુજરાતી બોલતી વસ્તીમાં ખૂબ જ લોકપ્રિય નૃત્ય બની ગયું છે. તે અવારનવાર નવરાત્રી, તહેવારો, લગ્નની ઉજવણીઓ અને પાર્ટીઓમાં વગાડવામાં આવે છે.

સનેડો દરમિયાન પાશ્વભૂમિમાં વગાડવામાં આવતું સંગીત ડાકલું નામના સંગીતનું સાધન છે. તે ડમરુ જેવો આકાર ધરાવે છે, પરંતુ તે ઘણું મોટું હોય છે.

ચલચિત્રોમાં ફેરફાર કરો

  • મેડ ઇન ચાઇના, ૨૦૧૯ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાની વિવિધતા દર્શાવવામાં આવી છે.[૫]
  • મિત્રો, ૨૦૧૮ હિન્દી ભાષાના ચલચિત્રમાં સનેડાના વિવિધ સ્વરૂપો દર્શાવાયા છે.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. "Sanedo-fame Barot no more". 30 September 2006.
  2. ૨.૦ ૨.૧ "Saving the sanedo". The Times of India. 2013-10-14. ISSN 0971-8257. મેળવેલ 2024-02-09.
  3. ૩.૦ ૩.૧ "સનેડો – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-02-09.
  4. "Dhollywood's greatest songs of all time".
  5. "Made in China's 'Sanedo' sees Rajkummar Rao, Mouni Roy romance to remake version of popular Gujarati folk song". 30 September 2019.
  6. "Mitron song Sanedo". 15 October 2018.

બાહ્ય કડીઓ ફેરફાર કરો