શિખરજી અથવા શ્રી સમ્મેત શિખરજી, અથવા પારસનાથ હીલ્સ,એ ભારતના ઝારખંડ રાજ્યમા ગિરિદીધ નજીક આવેલું એક મહત્ત્વપૂર્ણ જૈન યાત્રા સ્થળ છે. જૈન માન્યતા પ્રમાણે ચોવીસમાંના વીસ તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યાં હતાં.

૨૦મા તીર્થંકરના નિર્વાણની યાદગિરિમાં નિર્માણ કરાયેલ મંદિરોનું દ્રશ્ય, શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ
પાર્શ્વનાથની નિર્વાણ ભૂમિ,શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ

ભૂગોળ ફેરફાર કરો

શ્રી સમ્મેત શિખર , મધુવન નામના એક ગહન જંગલ થી ઘેરાયલું છે. એકાદ સદી પહિલાં સુધી તે કોઈ પણ જન વસતિ સો એક માઈલ દૂર હતું. હવે તે નજીક ના શહેર અને નગરો થી રસ્તા માર્ગ્ જોડાયેલ છે. મોટર કાર અને બસો મુસાફરોને નજીકના ડુમરી અને ગિરિધી શહેરથી મધુવન નામના ગામડા સુધી લઈ આવે છે. મધુવનની ટેકરીની તળેટીમાં ઘણી ધર્મશાળાઓ અને મંદિરો આવેલા છે જ્યાં તીર્થ યાત્રાળુઓ આરામ કરે છે.

અહીંની પોસ્ટ ઓફીસ પારસનાથ કહેવાય છે. મધુવન ગામના મંદિર ની દિવાલ પર કરેલ ચિત્રોમાં પારસનાથ ટેકરીના મંદિરોનું ચિત્રિકરણ છે. આ તીર્થ યાત્રાની ખરેખરી શરૂઆત મધુવનથી થાય છે. મધુવન થી ૨ ૧/૨ માઈલ આગળ બે ઝરણા આવેલાં છે ગાંધર્વ નાલા અને શીતલ નાલા. ગાંધર્વ નાલા થી શિખરના ક્ષેત્રને જૈનો ખૂબ પવિત્ર ગણે છે. ઉત્તર તરફથી પર્વત પર ચઢવું સરળ છે.

શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાય વચ્ચે આ તીર્થના તાબાને લઈને મતભેદ છે. જોકે બંને સંપ્રદાય આ સ્થળને સાચવવા માંગે છે.

ઇતિહાસ ફેરફાર કરો

આ સ્થળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ જ્ઞાતાધર્મકથા નામના પ્રાચીન ગ્રંથમાં આવે છે જે પ્રાચીન જૈન ગ્રંથોમાંનો એક છે. તેમાં આ સ્થળનો ઉલ્લેખ ૧૯મા તીર્થંકર મલ્લીનાથ એ આ સ્થળે સમાધિ મેળવી એ સંદર્ભમાં કરવામાં આવ્યો છે. આ રીતે તેનું નામ સમ્મેત શિખર પડ્યું અર્થાત એકાગ્રતાની ટેકરી કે ફક્ત શિખરજી, પવિત્ર શિખર. ૧૨મી સદીના ગ્રથં પારસનાથ ચરિત્ર માં આ સ્થળનો ઉલ્લેખ અને તેમની સાથે સંબંધ ને કારણે આ સ્થળનું તીર્થધામ તરીકે મહાત્મ્ય વધ્યું. આ ટેકરીઓનો વિકાસ લગભગ બિહારમાં આવેલી ગીધ ટેકરી કે જ્યાં બુદ્ધના શિષ્ય સારીએપુત્ર અન્ય અન્યએ બોધ થયો હતો, તેના પ્રચલિત બનતા થયો.

જૈનત્વમાં મહત્વ ફેરફાર કરો

શ્રી સમ્મેત શિખરજી પર સમગ્ર ભારત ભરમાંથી તીર્થ યાત્રિઓ આવે છે.

એમ મનાય છે કે અહીં ૨૦ તીર્થંકરો નિર્વાણ પામ્યાં હતાં. તે દરેકની સ્મૃતિમાં આહીં દેરીઓ બનેલ છે.

આ ટેકરીઓને પારસનાથ હીલ્સ તરીકે પણ ઓળખાય છે આ નામ ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથ પરથી ઉતરી આવેલુમ્ છે. તેમનું નિર્વાણ પણ અહીં થયું હોવાનું મનાય છે. તેમનું મંદિર જોકે અતિ પ્રાચીન નથી, પરુંતુ મંદિરની અંદર સ્થાપિત મૂર્તિ ઘણી પ્રાચીન છે. મૂર્તિની નીછે સંસ્કૃતમાં લખેન શિલાલેખ પર જણાય છે કે તે મૂર્તિ ઈ.સ. ૧૬૭૮ની છે.

પુરાતત્વશાસ્ત્રીઓ માને છે કે પારસનાથ ટેકરી પરના વિહરમાન મંદિર ઈ.સ. ૧૭૬૫ જેટલા જુનાં છે જોકે આ સ્થળ તો તેનાથી પણ પ્રાચીન છે. એ વાત નક્કી છે કે નવા મંદિરો પ્રાચીન મંદિરોનો જિર્ણોદ્ધાર કરીને બનાવેલા છે. પ્રાયઃ પ્રાચીન જૈન મંદિરોને તોડીને નવા મંદિરો બનાવવામાં આવે છે.

દરેક તીર્થ મંદિર નિર્માણ દ્વારા વ્યક્ત થતી સદીઓની ભક્તિ દર્શાવે છે અને આજ દિવસ સુધી તે યાત્રાળુઓ અને નિયત સમયે ઉજવાતા ઉત્સવો અને મેળાઓનું કેંદ્ર રહ્યો છે. અહીંના ઘનાં મંદિરો એખાવમાં એકદમ અટપટાં લાગે છે પન દરેક મધ્ય યુગમાં પ્રચલિત મંદિર વાસ્તુ રચનાના નિયમોને અધિન બનાવાયા છે. અને તમાં ઉમેરો કરીને વધારાનો માલો, વધારના દેવતાઓ દેરીઓ વધારાના થાંભલા ઉમેરીને સુધારો કરાયો છે. જૈન મંદિરમાં ચોમુખ મંદિરો ઘણાં પ્રચલિત છે અને તે ની ઘની આવૃતિઓ થાય છે.

શિખરજીની તળેટીમાં ભોમિયાજીનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે આ મંદિરમાં માથુમ્ ટેકવીને શિખરજેએ પર ચઢાણ કરવાથી ક્યાંય ખોવાઈ જવાનો ભય રહેતો નથી. જો તમે ભૂલા પડી જાવ તો પણ કૂતરા આવીની તમારું માર્ગદર્શન કરે છે તમને સાચા રસ્તે ચડાવી દે છે અને ક્યાંક ગાયબ થઈ જાય છે.

હાલની ઘટનાઓ ફેરફાર કરો

આ તીર્થની આસપાસના જંગલોમાં ભીલ તરીકે ઓળકાતી જનજાતિ વસે છે. તેઓ ઘની વિષમ સ્થિતિમાં જીવે છે. ૮૫% લોકો ગરીબી રેખાની નીચે જીવે છે. ઘણી વખત આવી પરિસ્થિતિને કારણે તેઓ લૂંટ જેવા કામ કરે છે. તીર્થની સલામતિ વધારવામાટે મુનિ પ્રેમસાગર નામના જૈન મુનિ આવા લોકોના પુઃનર્વસન માટે સેવાયતન સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન નામે એક સંસ્થા ચલાવે છે. આ સંસ્થા તેમનું જીવન સ્તર સુધારવા કાર્ય કરે છે તેમને સ્વચ્છતા વિષે શીખવાડે છે તેમને સાફ પાણી, મફત શિક્ષણ, મફત વૈદકિય સહાય, ગરીબોને ઢોર આદિની સહાય, વિજલી, જૈવિક ખેતેવે આદિની તાલિમ આદિ યોગની તાલિમ ઉપલબ્ધ કરાવવામાં આવે છે આ કાર્ય તીર્થયાત્રિઓ દ્વારા અપાતા દાનથી ચાલે છે.

 
શિખરજી ટેકરી પરથી દેખાતા જૈન મંદિરનું એક દ્રશ્ય

સમ્મેત શિખરજી પર નિર્વાણ પામેલ તીર્થંકરોની યાદિ ફેરફાર કરો

  1. શ્રી અજિતનાથ સ્વામી
  2. શ્રી સંભવનાથ જી
  3. શ્રી અભિનંદનનાથ જી
  4. શ્રી સુમતિનાથ જી
  5. શ્રી પદ્મપ્રભ જી
  6. શ્રી સુપાર્શ્વનાથ જી
  7. શ્રી ચંદ્રપ્રભ જી
  8. શ્રી સુવિધિનાથ જી
  9. શ્રી શીતલનાથ જી
  10. શ્રી શ્રેયાંશનાથ જી
  11. શ્રી વિમલનાથ જી
  12. શ્રી અનંતનાથ જી
  13. શ્રી ધર્મનાથ જી
  14. શ્રી શાંતિનાથ જી
  15. શ્રી કુંથુનાથ જી
  16. શ્રી અરનાથ જી
  17. શ્રી મલ્લિનાથ જી
  18. શ્રી મુનિસુવ્રત જી
  19. શ્રી નેમિનાથ જી
  20. શ્રી પાર્શ્વનાથ જી

શિખરજીના મંદિરો ફેરફાર કરો

નીચે શિખરજીના મંદિરોની યાદિ આપેલી છે. મૂળ મંદિરોને કોઈ નંબર આપેલા નથી. વિવિધ ગાઈડ પુસ્તકોમાં વિવિધ ક્રમ આપેલ છે.

  1. શ્રી ગૌતમ સ્વામી (ગણધર)
  2. શ્રી કુંથુનાથ પ્રભુ (૧૭મા તીર્થઁકર)
  3. શાશ્વત જિન શ્રી ઋષભાનન પ્રભુ
  4. શાશ્વત જિન ચંદ્રાનન પ્રભુ
  5. શ્રી નમિનાથ પ્રભુ (૨૧મા તીર્થઁકર)
  6. શ્રી અરનાથ પ્રભુ (૧૮મા તીર્થઁકર)
  7. શ્રી મલ્લિનાથ પ્રભુ (૧૯મા તીર્થઁકર)
  8. શ્રી શ્રેયાંસનાથ પ્રભુ (૧૧મા તીર્થઁકર)
  9. શ્રી સુવિધિનાથ પ્રભુ (૯મા તીર્થઁકર)
  10. શ્રી પદ્મપ્રભુ (૬ઠ્ઠા તીર્થઁકર)
  11. શ્રી મુનિસુવ્રત પ્રભુ (૨૦મા તીર્થઁકર)
  12. શ્રી ચંદ્રપ્રભુ (૮મા તીર્થઁકર)
  13. શ્રી આદિનાથ પ્રભુ (૧લા તીર્થઁકર)
  14. શ્રી અનંતનાથ પ્રભુ (14મા તીર્થઁકર)
  15. શ્રી શીતલનાથ પ્રભુ (10મા તીર્થઁકર)
  16. શ્રી સંભવનાથ પ્રભુ ( 3rd તીર્થઁકર)
  17. શ્રી વાસુપુજ્ય પ્રભુ (12મા તીર્થઁકર)
  18. શ્રી અભિનંદન પ્રભુ ( 4મા તીર્થઁકર)
  19. શ્રી શુભ સ્વામી ગણધર
  20. જલમંદિર
  21. શ્રી ધર્મનાથ પ્રભુ (૧૫મા તીર્થઁકર)
  22. શાશ્વતજિન શ્રી વર્ધમાન પ્રભુ
  23. શાશ્વતજિન શ્રી વારિસેન પ્રભુ
  24. શ્રી સુમતિનાથ પ્રભુ (૫મા તીર્થઁકર)
  25. શ્રી શાંતિનાથ પ્રભુ (૧૬મા તીર્થઁકર)
  26. શ્રી મહાવીર પ્રભુ (૨૪મા તીર્થઁકર)
  27. શ્રી સુપાર્શ્વનાથ પ્રભુ (૭મા તીર્થઁકર)
  28. શ્રી વિમલનાથ પ્રભુ (૧૩મા તીર્થઁકર)
  29. શ્રી અજીતનાથ પ્રભુ (બીજા તીર્થઁકર)
  30. શ્રી નેમિનાથ પ્રભુ (૨૨ મા તીર્થઁકર)
  31. શ્રી પાર્શ્વનાથ પ્રભુ (૨૩મા તીર્થઁકર)

શિખરજીની પ્રતિકૃતિ ફેરફાર કરો

જૈનો તેઅમ્ને નાનકડી વસતિ હોય ત્યાં પણ એક મંદિર આદિ નિર્માણ કરાવડાવે છે.આવા મમ્દિરમામ્ પ્રખ્યાત તીર્થની પ્રતિકૃતિ રચવામાં આવે છે એક ફલક પર રચાતી આવી પ્રતિ કૃતિને પટ કહે છે આ થોડા ઉભાર ધરાવતી એક દ્વીપરિમાણીત મોટી છબી હોય છે. ઘણે સ્થળે તેની ત્રિપરિમાણિત પ્રતિકૃતિ પણ હોય છે. ભારતમાં ઘણાં જૈન મંદિરો જેમકે દાદાબારી મંદિર નવી દીલ્હીમાં આને અપરિમાણીત પ્રતિકૃતિ હોય છે.અમેરિકામાં આવેલ સિદ્ધાચલમ તીર્થની રચના સમ્મેત શિખરને મળતી હોવાનું શોધાયા પછી અહીં શિખરજીની અને જલ મંદિરની એક પરિમાણિનીત પ્રતિકૃતિ રચવાનું નક્કી થયું છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો