સર દોરાબજી તાતા

ભારતીય ઉદ્યોગપતિ

સર દોરાબજી તાતા (૨૭ ઓગસ્ટ ૧૮૫૯ – ૩ જૂન ૧૯૩૨) બ્રિટિશ રાજના ભારતીય ઉદ્યોગપતિ હતા. તેમણે તાતા જૂથના ઇતિહાસ તેમ જ વિકાસમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. બ્રિટીશ ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૧૯૧૦માં નાઈટની પદવી આપવામાં આવી હતી.

સર

દોરાબજી તાતા
દોરાબ તાતા
ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ પ્રમુખ
પદ પર
૧૯૨૭ – ૧૯૨૮
અનુગામીપટિયાલાના મહારાજા ભૂપિંદર સિંહ
અંગત વિગતો
જન્મ(1859-08-27)27 August 1859
બૉમ્બે, બોમ્બે પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત
મૃત્યુ3 June 1932(1932-06-03) (ઉંમર 72)
બૅડ કિસિંજન, જર્મની
જીવનસાથીમેહરબાઈ ભાભા
માતા-પિતાહીરાબાઈ અને જમશેદજી તાતા
માતૃ શિક્ષણસંસ્થાકૅમ્બ્રિજ યુનિવર્સિટી
મુંબઈ વિશ્વવિદ્યાલય
વ્યવસાયવ્યાપારી
આ માટે જાણીતાટાટા સ્ટીલ, ટાટા પાવર અને ટાટા કેમિકલ્સના સ્થાપક

જીવન પરિચય ફેરફાર કરો

જમશેદજી તાતાના સૌથી મોટા પુત્ર દોરાબજીનો જન્મ ૨૭મી ઓગસ્ટ, ૧૮૫૯ના રોજ થયો હતો. એમનું શિક્ષણ - દીક્ષા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં થઈ હતી. ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં તેમના પિતા જમશેદજી તાતાના મૃત્યુ બાદ પોતાના પિતાનાં સપનાંઓ સાકાર કરવા માટેનું બીડું એમણે ઉઠાવ્યું હતું. લોખંડની ખાણોનું મોટા ભાગનું સર્વેક્ષણ એમના જ નિર્દેશન હેઠળ પૂર્ણ થયું હતું. તેઓ તાતા સમૂહના પહેલા ચેરમેન બન્યા અને ઇ. સ. ૧૯૦૮થી ઇ. સ. ૧૯૩૨ સુધી ચેરમેન બની રહ્યા. સાક્ચી નામના સ્થળને એક આદર્શ શહેરના રૂપમાં વિકસિત કરવાને માટે એમની મુખ્ય ભૂમિકા રહી છે, કે જે શહેર પાછળથી જમશેદપુરના નામ વડે ઓળખ પામ્યું. ઇ. સ. ૧૯૧૦ના વર્ષમાં એમને બ્રિટિશ સરકાર દ્વારા નાઈટહુડ ખિતાબ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

 
બ્રુકવુડ કબ્રસ્તાનમાં દોરાબજી તાતાનો હજીરો