સ્કોર્પિયન્સ જર્મનીના હેનોવરનું હેવી મેટલ[૧][૨][૩][૪] હાર્ડ રોક[૫][૬][૭] બેન્ડ છે, જે 1980ના દાયકામાં તેના રોક ગીત "રોક યુ લાઇક એ હેરિકેન" અને તેના રેકર્ડ "નો વન લાઇક યુ", "સેન્ડ મી એન એન્જલ", "સ્ટિલ લવિંગ યુ" અને "વાઇન્ડ ઓફ ચેન્જ" માટે જાણીતું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બેન્ડના 10 કરોડથી વધારે આલ્બમનું વેચાણ થઈ ગયું છે[૮] અને હાર્ડ રોક પ્રોગ્રામના વીએચવનના ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ પર તેમને 46મું સ્થાન મળ્યું હતું.[૯] વીએચવનની 100 ગ્રેટેસ્ટ હાર્ડ રોક સોંગ્સની યાદી પર "રોક યુ લાઇક હેરિકેન" પર પણ 18મું સ્થાન ધરાવે છે.[૧૦] 45 વર્ષની કામગીરી પછી બેન્ડએ પ્રવાસ અને મ્યુઝિક રેકર્ડિંગ ચાલુ રાખ્યું છે. 24 જાન્યુઆરી, 2010ના રોજ બેન્ડએ જાહેરાત કરી હતી કે તેમના આગામી આલ્બમ સ્ટિંગ ઇન ધ ટેઇલ ના સમર્થનમાં પ્રવાસ ખેડ્યાં પછી ક્ષેત્રસંન્યાસ લઈ લેશે.[૧૧][૧૨]

Scorpions
પાર્શ્વ માહિતી
મૂળHannover, Germany
શૈલીHard rock, heavy metal
સક્રિય વર્ષો1965 - present
રેકોર્ડ લેબલRhino, RCA, Mercury, EMI, Atlantic, WEA, BMG
સંબંધિત કાર્યોUFO, The Michael Schenker Group
વેબસાઇટOfficial website
સભ્યોKlaus Meine
Matthias Jabs
Rudolf Schenker
Paweł Mąciwoda
James Kottak
ભૂતપૂર્વ સભ્યોSee: List of former members

ઇતિહાસ ફેરફાર કરો

રચના અને પ્રારંભિક ઇતિહાસ (1965-1973) ફેરફાર કરો

બેન્ડના રીધમ ગિટારિસ્ટ રુડોલ્ફ શેન્કરએ 1965માં બેન્ડની રચના કરી હતી. શરૂઆતમાં બેન્ડની બહુ ઓછી અસર હતી અને શેન્કર પોતે અવાજ આપતાં હતાં. 1969માં શેન્કરના નાના ભાઈ માઇકલ અને ગાયક ક્લાઉઝ મીન બેન્ડમાં જોડાયા ત્યારે પરિસ્થિત ધીમેધીમે બદલાવા લાગી. 1972માં ગ્રૂપે તેમનું પહેલું આલ્બમ લોનસમ ક્રો રેકર્ડ અને રીલીઝ કર્યું, જેમાં લોથર હેમ્બર્ગ બાસ અને વોલ્ફગેંગ ડીઝિઓની ડ્રમ પર હતા. લોનસમ ક્રો ટૂર દરમિયાન આગામી બ્રિટિશ બેન્ડ યુએફઓ માટે સ્કોર્પિયન્સ શરૂ થયું હતું. તે પછી શેન્કર બંધુઓના મિત્ર યુલી રોથએ કામચલાઉપણે ટૂર બંધ કરી દીધી.

માઇકલ શેન્કરની વિદાયને પગલે બેન્ડ તૂટી ગયું. 1973માં લોનેસમ ક્રો ટૂર પૂર્ણ કરવા માટે સ્કોર્પિયન્સને મદદ કરનાર યુલી રોથએ મુખ્ય ગિટારિસ્ટની ભૂમિકા ભજવવાની ઓફર કરી પણ બેન્ડએ તેને નકારી કાઢી અને તેના સ્થાને બેન્ડમાં ડૉન રોડ ને ચાલુ રાખવાનું પસંદ કર્યું. છેવટે શેન્કરે નિર્ણય લીધો કે તે રોથ સાથે કામ કરવા માગતો હતો. તેણે ડૉન રોડના કેટલાંક રીહર્સલમાં ભાગ લીધો અને છેવટે બેન્ડ સાથે જોડાવાનો નિર્ણય કર્યો, જેમાં રોથ, ફ્રાન્સિસ બુશ્લોઝ (બાસ), આશિમ કર્શનિંગ (કીબોર્ડ્સ) અને જર્ગન રોસેન્થલ (ડ્રમ્સ) સામેલ હતાં. રોથ અને બુશ્લોઝએ ક્લાઉસ માઇનને જોડાવવાનું આમંત્રણ આપવા રુડોલ્ફ શેન્કરને સમજાવ્યો અને ઝડપથી તેણે તેનો સ્વીકાર કર્યો. જ્યારે સ્કોર્પિયન્સ કરતાં ડૉન રોડમાં વધારે સભ્યો હતા ત્યારે તેમણે સ્કોર્પિન્યસ નામનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો, કારણ કે તે જર્મન હાર્ડ રોકના ક્ષેત્રમાં જાણીતું નામ હતું અને એક આલ્બમ આ નામ હેઠળ રીલીઝ કરવામાં આવ્યું હતું.[૧૩]

સફળતાની માર્ગે કદમ (1974-1978) ફેરફાર કરો

1974માં સ્કોર્પિયન્સની નવી ટીમે ફ્લાય ટૂ ધ રેઇનબો રીલીઝ કર્યું હતું. આ આલ્બમને લોનસમ ક્રો કરતાં વધારે સફળતા મળી અને "સ્પીડીસ કમિંગ" જેવા ગીતો અને ટાઇટલ ટ્રક બેન્ડની ઓળખ બની ગયા હતા. રેકોર્ડિંગ્સ પછી આશિમ કર્શનિંગે બેન્ડ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તે પછી તરત જર્ગન રોસેન્થલએ બેન્ડ છોડી દીધું, કારણ કે તેની સૈન્યમાં પસંદગી થઈ હતી. પાછળથી 1976માં તે જર્મનમાં ધીમેધીમે આગળ વધતાં રોક બેન્ડ એલોયમાં જોડાયો હતો અને તેમની સાથે ત્રણ આલ્બમ રેકર્ડ કર્યાં હતાં. તેના સ્થાને બેલ્જિયન ડ્રમર રુડી લેન્નર્સનો સમાવેશ થયો હતો.

1975માં ઇન ટ્રાન્સ ની રીલીઝ સાથે બેન્ડે હરણફાળ ભરી હતી અને તેની સફળતાથી સ્કોર્પિયન્સ અને જર્મન નિર્માતા ડાયટર ડાયર્ક્સ વચ્ચે લાંબા ગાળાની જોડાણની શરૂઆત થઈ હતી. આ આલ્બમ સ્કોર્પિયન્સ માટે મોટી સફળતા હતી અને તેનાથી તેમની હાર્ડ રોક ફોર્મ્યુલા મજબૂતપણે સ્થાપિત થઈ ગઈ હતી, સાથેસાથે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે પ્રશંસકોનો મોટો આધાર ઊભો થયો હતો. પ્રશંસકો દ્વારા "ડાર્ક લેડી", "રોબોટ મેન" જેવા કટ્સ અને ટાઇટલ ટ્રેક હજુ પણ ક્લાસિક ગણાય છે.

1976માં સ્કોર્પિયન્સે વિર્જિન કિલર રીલીઝ કર્યું હતું. આલ્બમના કવર પર તૂટેલા કાચ સાથે સગીર વયની છોકરીની નગ્ન તસવીર હતી. કવર અને તેનું લેબલ સ્ટેફન બોહલેએ ડીઝાઇન કર્યું હતું, જેઓ આરસીએ રેકર્ડ્સ [૧૪] માટે પ્રોડક્ટ મેનેજર હતા. તેના કારણે બેન્ડની નોંધપાત્ર ટીકા થઈ હતી અને કેટલાંક દેશોમાં તેને પાછું ખેંચવાની ફરજ પડી હતી. વિવાદ છતાં આલ્બમને વિવેચકો અને પ્રશંસકોએ તેના સંગીત માટે વખાણ્યું હતું.

પછીના વર્ષે રુડી લીનર્સએ સ્વાસ્થ્યના કારણસર બેન્ડ છોડી દીધું અને તેનું સ્થાન હર્મન રારેબેલએ લીધું.

ત્યારબાદ આરસીએના રેકર્ડ્સ ટેકન બાય ફોર્સ આવ્યું અને સ્ટોર્સ અને રેડિયો પર આલ્બમને પ્રમોટ કરવાના નક્કર પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં હતાં. આલ્બમના એક ગીત "સ્ટીમરોક ફીવર"ને આરસીએના રેડિયો પ્રમોશનલ કેટલાંક રેકર્ડ્ઝમાં ઉમેરવામાં આવ્યું હતું. બેન્ડએ અખત્યાર કરેલા વ્યાવસાયિક માર્ગથી રોથ નારાજ હતો. તેણે બેન્ડની જાપાન ટૂરને પસંદ કરી હોવા છતાં તેણે આલ્બમ ટોકયો ટેપ્સ ની રીલીઝ અગાઉ પોતાના બેન્ડ ઇલેકટ્રિક સનની રચના કરવા સ્કોર્પિયન્સ સાથે છેડો ફાડી નાંખ્યો ટોક્યો ટેપ્સ ની રજૂઆત જાપાનમાં થયાને છ મહિના પછી અમેરિકા અને યુરોપમાં રીલીઝ થઈ હતી. ત્યાં સુધી 1978ની મધ્ય સુધીમાં 140 ગિટારિસ્ટનો ઓડિશન ટેસ્ટ લીધા પછી સ્કોર્પિયન્સએ નવા ગિટારિસ્ટ મેથિઆસ જેબ્સની ભરતી કરી હતી.

વ્યાવસાયિક સફળતા (1979-1991) ફેરફાર કરો

જેબ્સની ભરતી પછી સ્કોર્પિયન્સે તેના આગામી આલ્બમ લવડ્રાઇવ નું રેકોર્ડિંગ કરવા મર્ક્યુરી રેકર્ડ્ઝ માટે આરસીએનો છોડી દીધું અને પોતાની મદિરાપાનની લતને કારણે યુએફઓમાંથી તગડી મૂકાયાના થોડા અઠવાડિયા પછી માઇકલ શેન્કર આલ્બમના રેકોર્ડિંગ્સ દરમિયાન ટૂંકા ગાળા માટે ગ્રૂપમાં પાછો પણ ફર્યો હતો. તેના પગલે બેન્ડમાં ત્રણ ગિટારિસ્ટ થઈ ગયા (છતાં શેન્કરનું પ્રદાન અંતિમ રીલીઝમાં ત્રણ ગીત પૂરતું મર્યાદિત હતું). લવડ્રાઇવ ને કેટલાંક વિવેચકો સ્કોર્પિયન્સની કારકિર્દીનું મુગટ ગણે છે.[૧૫] "લવિંગ યુ સનડે મોર્નિગ", "ઓલ્વેઝ સમવ્હેર", "હોલિડે" અને ઇન્સ્ટ્રુમેન્ટલ "કોસ્ટ ટૂ કોસ્ટ", જેવા પ્રશંસકોમાં પ્રિય ધરાવતી હાર્ડ રોક ગીતોને મધુર ભાવપ્રધાન ગીતો મિક્સ કરવાની 'સ્કોર્પિયન્સ ફોર્મ્યુલા' મજબૂત થઈ હતી. આ આલ્બમના ઉત્તેજક આર્ટવર્કને પ્લેબોય મેગેઝિન દ્વારા "બેસ્ટ આલ્બમ સ્લીવ ઓફ 1979" ગણાવવામાં આવ્યું હતું. જોકે અમેરિકામાં રીલીઝ માટે તેને બદલવામાં આવ્યું હતું. અમેરિકાના ચાર્ટ્સ પર લવડ્રાઇવ એ 55મું સ્થાન મેળવ્યું હતું. આલ્બમ પૂર્ણ થયા પછી અને તેની રીલીઝ પછી બેન્ડએ માઇકલને સાથે રાખવાનો નિર્ણય કર્યો હતો જેથી જેબ્સને બેન્ડ છોડવાની ફરજ પડી હતી. જોકે ટૂરના થોડા અઠવાડિયા પછી હજુ પણ મદિરાપાનની લતથી બેહાર માઇકલ અનેક ગિગ ચૂકી ગયો હતો અને એક સમયે મંચ પર જ ભાંગી પડ્યો હતો. તે કામગીરી કરી ન શકે તેમ હોય ત્યારે તેનું સ્થાન જેબ્સએ ભર્યું હતું. એપ્રિલ, 1979માં ફ્રાંસની ટૂર દરમિયાન માઇકલના સ્થાને હંમેશા માટે જેબ્સને લેવામાં આવ્યો હતો.

 
ધ સ્કોર્પિયન્સનો લોગો

1980માં બેન્ડએ ઉત્તેજક કવર સાથે એનિમલ મેગ્નેટિઝમ રીલીઝ કર્યું હતું. આ સમયે કવર એક છોકરીને એક પુરુષ સમક્ષ ઘૂંટણિયે પડતી દેખાડવામાં આવી હતી અને તેની બાજુમાં ડોબરમેન પિન્સ્ચર જોવા મળે છે. એનિમલ મેગ્નેટિઝમ માં "ધ ઝૂ" અને "મેક ઇટ રિયલ" જેવા ક્લાસિક ગીતો છે. આ આલ્બમની રીલીઝ પછી તરત માઇનને ગળાની સમસ્યા શરૂ થઈ હતી. તેને ધ્વનિજનક રજ્જુઓ (સ્વરપેટી) પર સર્જરીની જરૂર હતી અને તે ફરી ગીત ગાઈ શકશે કે નહીં તેવી શંકા ઊભી થઈ હતી.

દરમિયાન બેન્ડએ 1981માં તેના આગામી આલ્બમ બ્લેકઆઉટ પર કામ શરૂ કર્યું હતું. માઇન સાજો થયો ત્યાં સુધી ડોન ડોક્કનને ગાયકોને માર્ગદર્શન અને સહકાર આપ્યો હતો.[૧૬] છેવટે માઇન સંપૂર્ણપણે સાજો થઈ ગયો હતો અને આલ્બમને પૂર્ણ કરી શક્યો હતો. બ્લેકઆઉટ 1982માં રીલીઝ થયું હતું અને ત્યાં સુધી બેન્ડનું સૌથી વેચાયેલું આલ્બમ બની ગયું હતું, છેવટે પ્લેટનિમમાં ગયું હતુ.ં માઇનના અવાજમાં કોઈ નબળાઈ દેખાઈ નહોતી અને વિવેચકોએ પણ આલ્બમની પ્રશંસા કરી હતી. બ્લેકઆઉટ પછી ત્રણ હિટ સિંગ્લ્સ આવ્યાઃ "ડાયનેમાઇટ", "બ્લેકઆઉટ" અને "નો વન લાઇક યૂ".

1984માં લવ એટ ફર્સ્ટ સ્ટિંગ ની રીલીઝ પછી બેન્ડને રોક સુપરસ્ટાર્સનો દરજ્જો મળ્યો હતો. "રોક યૂ લાઇક એ હરિકેન"ના બળે લવ એટ ફર્સ્ટ સ્ટિંગ ચાર્ટ્સમાં ટોચના સ્થાને પહોંચી ગયું અને અમેરિકામાં રીલીઝ પછી થોડા મહિનામાં ડબલ પ્લેટિનમ મળ્યું હતું. જોકે સ્કોર્પિયન્સને ઉત્તેજક આલ્બમ કવર સાથે એક વખત ફરી વિવાદનો મધપૂડો છેડવામાં સફળતા મળી હતી. આ વખતે કવર પર હેલ્મટ ન્યૂટનનો ફોટોગ્રાફ મૂકવામાં આવ્યો હતો જેમાં એક પુરુષ એક મિલાનને ચુંબન કરે છે અને સાથેસાથે તેનો હાથ મહિલાની જાંઘ પર છે. કેટલાંક સ્ટોર્સે કવરને વધારે પડતું ઉત્તેજક ગણાવી તેનું વેચાણ કરવાનો ઇનકાર કર્યો હતો. એમટીવીએ આલ્બમના વીડિયો "રોક યૂ લાઇક એ હરિકેન", "બેડ બોય્સ રનિંગ વાઇલ્ડ", "બિગ સિટી નાઇટ્સ" અને ભાવનાપ્રધાન ગીત "સ્ટિલ લવિંગ યુ"નું પ્રસારણ સારો એવો સમય કર્યું હતું, જેથી આલ્બમને જબરદસ્ત સફળતા મળી હતી. એટલું જ નહીં ચેનલે સ્કોર્પિયન્સને "ધ એમ્બેસેડર્સ ઓફ રોક"નું ઉપનામ પણ આપ્યું હતું. લવ એટ ફર્સ્ટ સ્ટિંગ પાછળ બેન્ડએ મોટો પ્રવાસ ખેડ્યો હતો અને તેમણે 1985માં તેમના બીજા જીવંત આલ્બમ વર્લ્ડ વાઇડ લાઇવ નું રેકર્ડ અને રીલીઝ કરવાનો નિર્ણય લીધો હતો. એક વર્ષની વલ્ર્ડ ટૂર પર રેકર્ડ થયેલા અને લોકપ્રિયતાની ટોચ પર રીલીઝ થયેલા આ આલ્બમએ બેન્ડને એક વધુ સફળતા અપાવી અને તે અમેરિકામાં ચાર્ટ્સમાં 14માં અને બ્રિટનમાં 18મા સ્થાને પહોંચી ગયું હતું.

લાંબી વર્લ્ડ ટૂર પછી છેવટે બેન્ડએ સેવેજ એમ્યુઝમેન્ટ નું રેકોર્ડિંગ સ્ટુડિયોમાં કરવાનો નિર્ણય લીધો હતો. પોતાના અગાઉના સ્ટુડિયો આલ્મબના ચાર વર્ષ પછી 1988માં રીલીઝ થયેલા સેવેજ એમ્યુઝમેન્ટડેફ લેપ્પાર્ડ શૈલીમાં વધુ પોલિશ થયેલા પોપ સાઉન્ડ રજૂ કર્યાં જેને સફળતા મળી હતી. આ આલ્બમનું સારું વેચાણ થયું હતું, પણ વિવેચકો નિરાશ થયા હતા. જોકે બ્રિટિશ હેવી રોક મેગેઝિન કેરાંગ! એ પાંચમાંથી પાંચ પોઇન્ડ આપ્યાં હતા.

1988માં સેવેજ એમ્યુઝમેન્ટ ટૂર પર સોવિયત સંઘમાં કાર્યક્રમ આપનાર સ્કોર્પિયન્સ બીજું પશ્ચિમી ગ્રૂપ હતું અને તેણે લેનિનગ્રાદમાં લાઇવ કોન્સર્ટ યોજી હતી. અગાઉ ડીસેમ્બર, 1987માં યુરિઆ હીપ ગ્રૂપે કોન્સર્ટ યોજી હતી. તે પછીના વર્ષે બેન્ડએ મોસ્કો મ્યુઝિક પીસ ફેસ્ટિવલમાં ફરી કાર્યક્રમ આપ્યો હતો. તેના પરિણામે સ્કોર્પિયન્સના પ્રશંસકોનો એક મોટો વર્ગ રશિયામાં ઊભો થયો હતો અને હજુ પણ આ વિસ્તારમાં નિયમિત તેના કાર્યક્રમ યોજાય છે.[૧૭]

સેવેજ એમ્યુઝમેન્ટ સ્ટાઇલથી અંતર રાખવાની ઇચ્છા સાથે બેન્ડએ લાંબા સમયના તેમના નિર્માતા અને "સિક્સ્થ સ્કોર્પિયન," ડાયેટર ડાયેર્કસથી અલગ થઈ ગયું અને 1990માં સ્ટુડિયોમાં પુનરાગમન સમયે તેમનું સ્થાન કેઇથ ઓલ્સેનએ લીધું હતું. ક્રેઝી વર્લ્ડ તે જ વર્ષે રીલીઝ થયું હતું અને તેમાં બહુ ઓછો સુવાંળો અવાજ દેખાયો હતો. આ આલ્બમ હિટ સાબિત થયું હતું અને "વિંગ ઓફ ચેન્જ" ગીતની પ્રચંડ સફળતાના પગલે મોટા વિસ્તારમાં આલ્બમ હિટ સાબિત થયું હતું. આ ગીત શીત યુદ્ધના અંતે પૂર્વ યુરોપ અને દુનિયાના અન્ય વિસ્તારોમાં પ્રવર્તમાન સામાજિક-રાજકીય સ્થિતિ પર ચિંતન રજૂ કરતું હતું અને 21 જુલાઈ, 1990ના રોજ બર્લિનમાં રોજર વોટર્સના પ્રચંડ પ્રદર્શન ધ વોલ માટે અન્ય મહેમાનોમાં જોડાયા હતા. સ્કોર્પિયન્સે ધ વોલ થી ઇન ધ ફ્લેશના બંને વર્ઝનમાં પર્ફોમ કર્યું હતુ.ં ક્રેઝી વર્લ્ડ ટૂર પછી બેન્ડમાં લાંબા સમય સુધી બેસિસ્ટ તરીકે સેવાના આપનાર ફ્રાન્સિસ બુશ્હોલ્ઝે ગ્રૂપ છોડી દીધું.

પાછળના દિવસો (1992-2009) ફેરફાર કરો

1993માં સ્કોર્પિયન્સે ફેસ ધ હીટ રીલીઝ કર્યું હતું. બાસનું સંચાલન રાલ્ફ રિકર્મેનએ કર્યું હતું. રેકોર્ડિંગ પ્રક્રિયા માટે સ્કોર્પિયન્સ નિર્માતા બ્રુસ ફેઇરબેઇર્ન સાથે જોડાયા હતા. આ આલ્બમનો અવાજ મેલોડિક કરતાં મેટલ વધારે હતો અને તેના પગલે બેન્ડના પ્રશંસકો વહેંચાઈ ગયા. અનેક "હેડબેન્ગર્સ"એ આલ્બમને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો જ્યારે લાંબા ગાળાના અનેક પ્રશંસકો નારાજ થયા હતા. હાર્ડ રોક સિંગલ "એલીયન નેશન" કે "અંડર ધ સેમ સન"ને "વિન્ડ ઓફ ચેન્જ" જેવી સફળતા મળી નહોતી. ફેસ ધ હીટ ને મિશ્ર સફળતા મળી હતી.

1995માં નવા લાઇવ આલ્બમ, લાઇવ બાઇટ્સ ની રચના કરવામાં આવી હતી. આ ડિસ્કમાં તેમની 1988ની સેવેજ એમ્યુઝમેન્ટ ટૂર અને 1994ની ફેસ ધ હીટ ટૂરના લાઇવ પર્ફોર્મન્સનું દસ્તાવેજીકરણ કરાયું હતું. જો કે આ આલ્બમનો સાઉન્ડ તેના સૌથી વધુ વેચાતા લાઇવ આલ્બમ વર્લ્ડ વાઇડ લાઇવ કરતા ઘણો સ્પષ્ટ હતો તેમ છતાં તે સફળ રહ્યું ન હતું.

1996માં તેમના 13મા સ્ટુડીયો આલ્બમ પ્યોર ઇન્સ્ટિન્ક્ટ ના રેકોર્ડિંગ પૂર્વે ડ્રમર હર્મન રેબેલ રેકોર્ડિંગ લેબલ ઉભું કરવા બેન્ડ છોડી ગયો હતો. કેન્ટકીમાં જન્મેલા જેમ્સ કોટકે બેન્ડમાં ડ્રમર તરીકેની કાયમી કામગીરી હાથમાં લેતા પહેલા કર્ટ ક્રેસે ડ્રમસ્ટિકનો અંકુશ પોતાના હાથમાં લીધો હતો. ઘણા માને છે કે, પ્યોર ઇન્સ્ટિન્ક્ટફેસ ધ હીટ માં લોકોએ કરેલી ફરિયાદનો જવાબ છે. આ આલ્બમમાં ઘણા બલ્લાડ્સ હતા. તેમ છતાં, આલ્બમના સિંગલ્સ "વાઇલ્ડ ચાઇલ્ડ" અને "યુ એન્ડ આઇ" બંનેને માફકસરની સફળતા મળી હતી.

વર્ષ 1999માં આઇ ટુ આઇ આલ્બમ રિલીઝ થયું હતું અને આ જ વર્ષમાં બેન્ડની સ્ટાઇલ અને પોપ અને ટેકનોના તત્વોના મિશ્રણમાં નોંધપાત્ર જોવા મળ્યો હતો. આલ્બમ હોંશિયારીથી તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારે ચાહકો બેન્ડને શું પ્રતિભાવ આપવો તે નક્કી કરી શકતા ન હતા. ચાહકોએ કેટલાક ગીતોમાં રહેલા પોપ-સાઉલ બેકઅપ સિંગરથી લઇને ઇલેક્ટ્રોનિક ડ્રમ પ્રત્યેકને નકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આલ્બમના પ્રથમ યુરોપીયન સિંગલ "ટુ બી નંબર વન"ના વિડીયો સોંગમાં મોનિકા લેવિન્સ્કી જેવી દેખાતી યુવતીને દર્શાવવામાં આવી હતી જેણે તેની લોકપ્રિયતા સુધારવામાં બહુ જ ઓછું યોગદાન આપ્યું હતું.

ત્યાર બાદના વર્ષમાં સ્કોર્પિયન્સે બર્લિન ફિલહાર્મોનિક સાથે સફળતાપૂર્વક જોડાણ કર્યું હતું જેને ફળ સ્વરૂપ 10 ગીતોનું આલ્બમ મોમેન્ટ ઓફ ગ્લોરી તૈયાર થયું હતું. આ આલ્બમે આઇ ટુ આઇ ની આકરી ટીકા બાદ બેન્ડની પ્રતિષ્ઠા ફરીથી ઉભી કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ઓર્કેસ્ટ્રાએ 1995માં આ વિચાર સાથે પ્રથમ સ્કોર્પિયન્સનો સંપર્ક કર્યો હોવા છતાં ટીકાકારોએ બેન્ડ પર અગાઉના વર્ષે રિલીઝ થયેલા મેટાલિકાના એસ એન્ડ એમ ના સાન ફ્રાન્સિસ્કો સિમ્ફની સાથેના સમાન જોડાણના કોકટેલનું અનુકરણ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

 
સ્કોર્પિયન્સ વર્ષ 2007માં

2001માં સ્કોર્પિયન્સે એકોસ્ટિકા રિલીઝ કર્યું હતું. જેમાં બેન્ડના સૌથી સફળ ટ્રેક અને કેટલાક નવા ટ્રેક પર એકોસ્ટિક રિવર્ક કરવામાં આવ્યું હતું. ચાહકો દ્વારા પ્રશંસા થઇ હતી ત્યારે નવા સ્ટુડીયો આલ્બમની ગેરહાજરી કેટલાક ચાહકોને હતાશ બનાવી રહી હતી. આ સમયે એકોસ્ટિકા એ બેન્ડને ફરીથી સ્પોટલાઇટમાં લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.

2004માં બેન્ડે અનબ્રેકેબલ આલ્બમ રજૂ કર્યું હતું જેને સમીક્ષકોએ બેન્ડને ઘણા લાંબા સમય બાદ તેના મૂળ જુસ્સામાં આવ્યું હોવાનું ગણાવ્યું હતું. બેન્ડે ફેસ ધ હીટ રિલીઝ કર્યું ત્યાર બાદનું આ સૌથી ભારે આલ્બમ હતું અને ચાહકોએ તેના "ન્યૂ જનરેશન", "લવ એમ ઓર લીવ એમ" અને "ડીપ એન્ડ ડાર્ક"ને સારો પ્રતિસાદ આપ્યો હતો. બેન્ડના લેબલ દ્વારા નબળા પ્રમોશન કે સ્ટુડીયો રિલીઝની વચ્ચે લાંબા સમય ગાળાને કારણે અનબ્રેકેબલે થોડું એરપ્લે હાંસલ કર્યું હતું પરંતુ આગળ વધી શક્યું ન હતું. સ્કોર્પિયન્સે આલ્બમ માટે વ્યાપક પ્રવાસ કર્યો હતો અને 2005ની બ્રિટીશ ટૂર દરમિયાન જ્યુડાસ પ્રીસ્ટ સાથે સ્પેશિયલ ગેસ્ટ તરીકે વગાડ્યું હતું. 1999 બાદ સ્પોર્પિયન્સનો આ પ્રથમ યુકે પ્રવાસ હતો.

2006ની શરૂઆતમાં સ્કોર્પિયન્સે ડીવીડી વન નાઇટ ઇન વિએના રિલીઝ કરી હતી જેમાં 14 લાઇવ ટ્રેક અને સંપૂર્ણ રોક્યુમેન્ટરીનો સમાવેશ થતો હતો. લોસ એન્જિલસમાં બેન્ડે Humanity: Hour I નામનું તેમનું નવું કન્સેપ્ટ આલ્બમ તૈયાર કરવા પ્રોડ્યુસર જેમ્સ માઇકલ અને ડેસમન્ડ ચાઇલ્ડ સાથે સ્ટુડિયોમાં ચાર મહિના સુધી કામ કર્યું હતું. આ આલ્બમ મે 2007ના અંતમાં રિલીઝ થયું હતું.[૧૮] ત્યાર બાદ "હ્યુમનિટી વર્લ્ડ ટૂર" રિલીઝ કર્યું હતું.

2007માં બેન્ડના ઓળખ સમા બે ટ્રેક પ્રખ્યાત વિડીયો ગેમ સિરીઝ "ગીટાર હિરો"માં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. "નો વન લાઇક યુ"ને ગેમના "રોક્સ ધ 80ઝ" વર્ઝનમાં દર્શાવવામાં આવ્યું હતું જ્યારે "રોક યુ લાઇક એ હેરિકેન" "ગીટાર હિરો 3ઃ લેજેન્ડ્સ ઓફ રોક"માં રિલીઝ કરવામાં આવ્યું હતું.

14 મે 2007ના રોજ સ્કોર્પિયન્સે યુરોપમાં હ્યુમનિટી-અવર વન રિલીઝ કર્યું હતું. હ્યુમનિટી- અવર વન અમેરિકામાં ન્યૂ ડોર રેકોર્ડ્સ પર 28 ઓગસ્ટના રોજ ઉપલબ્ધ થયું હતું અને બિલબોર્ડ ચાર્ટમાં 63માં ક્રમે આવ્યું હતું.

સપ્ટેમ્બર 2007માં એક પોડકાસ્ટ ઇન્ટર્વ્યુમાં મીને જણાવ્યું હતું કે નવું આલ્બમ બહુ 'કન્સેપ્ટ આબ્લમ' ન હતું કારણકે તે સમાન થીમ વાળા ગીતોનો સંગ્રહ હતો. "અમે છોકરીઓનો પીછો કરતા છોકરાઓ અંગેના ગીતા પર અન્ય એક રેકોર્ડ તૈયાર કરવા માંગતા હતા. એટલે કે, કમ ઓન, મને આરામ આપો," એમ મીને જણાવ્યું હતું.[૧૯]

2007માં તેમને પૂછવામાં આવ્યું હતું કે બેન્ડ હ્યુમનિટી -અવર ટુ રિલીઝ કરવાનું આયોજન ધરાવે છે કે કેમ, તેના જવાબમાં મીને જણાવ્યું હતું કે,

ઢાંચો:Cquote2

20 ડિસેમ્બર 2007ના રોજ સ્કોર્પિયન્સે રશિયાના સુરક્ષા દળો માટે ક્રેમ્લિનમાં કોન્સર્ટ કરી હતી. આ કોન્સર્ટ કેજીબીના પૂર્વગામી ચેકાની સ્થાપનાની 90 જયંતીની ઉજવણીના ભાગ રૂપે હતી. બેન્ડે દાવો કર્યો હતો કે તેમણે માન્યુ હતું કે તેઓ ક્રિસમસ કોન્સર્ટ કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે તેમની કોન્સર્ટ કોઇ પણ રીતે ચેકા, સામ્રાજ્યવાદ અથવા રશિયાના ઘાતકી ભૂતકાળને સમર્પિત ન હતી. આ કોન્સર્ટના દર્શકોમાં વ્લાદિમિર પુતિન અને ડીમિટ્રી મેડવેડેવનો સમાવેશ થતો હતો.[૨૦]

21 ફેબ્રુઆરી 2009ના રોજ સ્કોર્પિયન્સને બર્લિના ઓ-2 વર્લ્ડ ખાતે જર્મનીનો લાઇફટાઇમ એચિવમેન્ટ ઇકો ઓનરરી એવોર્ડ મળ્યો હતો.[૨૧]

અંતિમ આલ્બમ અને નિવૃત્તિ (2010થી અત્યાર સુધી) ફેરફાર કરો

 
સ્કોર્પિયન્સ વર્ષ 2014માં

નવેમ્બર 2009માં સ્કોર્પિયન્સે જાહેરાત કરી હતી કે તેમનું 17મો સ્ટુડીયો આલ્બમ સ્ટિંગ ઇન ધ ટેઇલ 2010ની શરૂઆતમાં લગભગ રિલીઝ થશે.[૨૨] આ સીડીનું જર્મની ખાતે હેન્નોવરના એક સ્ટુડીયોમાં સ્વિડીશ પ્રોડ્યુસર માઇકેલ "નોર્ડ" એન્ડરસન અને માર્ટિન હેનસેન સાથે રેકોર્ડિંગ થયું હતું.

24 જાન્યુઆરી 2010ના રોજ બેન્ડે જાહેરાત કરી હતી કે સ્ટિંગ ઇન ધ ટેઇલ તેમનું છેલ્લું આલ્બમ હશે અને તેને સમર્થન આપતી ટૂર તેમની છેલ્લી ટૂર હશે. [૨૩] આ ટૂર 2012 અથવા 2013માં પુરી થાય તેવી ધારણા છે.

23 માર્ચ 2010ના રોજ બેન્ડે સ્ટિંગ ઇન ધ ટેઇલ નામનું તેમનું છેલ્લુ આલ્બમ રિલીઝ કર્યું હતું. અમેરિકામાં પ્રથમ દિવસે આલ્બમની 18,500થી વધુ કોપી વેચાઇ હતી.

6 એપ્રિલ 2010ના રોજ સ્કોર્પિયન્સનું હોલિવૂડના રોક વોક ખાતે હેન્ડપ્રિન્ટ ઉજવણીમાં સન્માન કરવામાં આવ્યું હતું. બેન્ડના તમામ સભ્યોના હાથની છાપ એક લાંબા ભિના સિમેન્ટના સ્લેબમાં પાડવામાં આવી હતી. આ સ્લેબ સૂકાયા બાદ તેને રોક વોકનો એક ભાગ હોવા માટે જે અન્ય સંગીત કલાકારો સન્માન કરવામાં આવ્યું છે તેની બાજુમાં મુકવામાં આવશે.

બૅન્ડના સદસ્યો ફેરફાર કરો

હાલના સદસ્યો ફેરફાર કરો

  • ક્લાઉઝ મીન - લીડ વોકલિસ્ટ (1970થી અત્યાર સુધી)
  • મેથિઆસ જેબ્સ - ગિટારની ધૂન બનાવે છે અને આગેવાની લે છે, વોકલ્સને સમર્થન આપે છે (1978થી અત્યાર સુધી)
  • રુડોલ્ફ શેન્કર - ગિટારની ધૂન બનાવે છે અને આગેવાની લે છે, વોકલ્સને સમર્થન આપે છે (1965થી અત્યાર સુધી)
  • પોવેલ મેસિવોડા - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (2003થી અત્યાર સુધી)
  • જેમ્સ કોટક - ડ્રમ, પર્કઝન, વોકલ્સને સમર્થન આપે છે (1996થી અત્યાર સુધી)

ભૂતપૂર્વ સદસ્યો ફેરફાર કરો

  • લોથર હીમ્બર્ગ - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (1965-1973)
  • વોલ્ફગેંગ ડીઝીયોની - ડ્રમ્સ, પર્કઝન, વોકલ્સને સમર્થન આપે છે (1965-1973)
  • ' - ગિટારની ધૂન બનાવે છે અને આગેવાની લે છે, વોકલ્સને સમર્થન આપે છે (1970-1973, 1979)
  • યુલી જોન રોથ - ગિટારની ધૂન બનાવે છે અને આગેવાની લે છે, વોકલ્સને સમર્થન આપે છે, "ડ્રિફ્ટિંગ સન", "ફ્લાય ટુ રેઇન્બો", "ડાર્ક લેડી", "સન ઇન માય હેન્ડ", "હેલ કેટ", "પોલર નાઇટ્સ" (1973-1978)માં વોકલ્સની આગેવાની લીધી હતી.
  • ફ્રાન્સિસ બુછોલ્ઝ - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (1973-1983, 1984-1992, 1994)
  • એકિમ ક્રિશ્નીંગ - કીબોર્ડ્સ(1973-1974)
  • જર્ગેન રોઝેન્થાલ - ડ્રમ્સ, પર્કઝન, વોકલ્સને સમર્થન આપે છે (1973-1975)
  • રુબી લેન્નર્સ - ડ્રમ્સ, પર્કઝન (1975-1977)
  • હર્મન રેરબેલ - ડ્રમ્સ, પર્કઝન, વોકલ્સને સમર્થન આપે છે (1977-1983, 1984-1995)
  • રાલ્ફ રીકરમેન - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (1993-2000, 2000-2003)
  • કર્ટ ક્રેસ - ડ્રમ્સ, પર્કઝન (1996)
  • કેન ટેલર - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (2000)
  • બેરી સ્પાર્ક્સ - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (2004)
  • ઇન્ગો પોવિત્ઝર - બાઝ, વોકલ્સને સમર્થન આપે છે (2004)

મેનેજર ફેરફાર કરો

  • સ્ટૂઅર્ટ યંગ (1995-વર્તમાન)

ડિસ્કોગ્રાફી ફેરફાર કરો

સ્ટુડિયો આલ્બમ ફેરફાર કરો

પ્રવાસો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Ingham, Chris. The Book of Metal. Thunder's Mouth Press. પૃષ્ઠ g. 104. ISBN 978-1560254195.
  2. વીન્સ્ટીન, દીના. હેવી મેટલ: ધ મ્યુઝિક એન્ડ ઇટ્સ કલ્ચર . ડાકેપો, 2000. ISBN 0-306-80970-2, પાનું. 29, 36.
  3. Christe, Ian. Sound of the Beast. Allison & Busby. પૃષ્ઠ g. 2. ISBN 0749083514.
  4. Walser, Robert. Running with The Devil. Wesleyan University Press. પૃષ્ઠ gs. 2. ISBN 0819562602.
  5. M. C. Strong (1998). The great rock discography. Giunti. પૃષ્ઠ g. 722. ISBN 8809215222.
  6. Philip Dodd (2005). The Book of Rock: from the 1950s to today. Thunder's Mouth Press. ISBN 1560257296.
  7. "Scorpions Biography". www.bighairmetal.com. મેળવેલ 2008-04-12.
  8. "Scorpions Forsee Fantastic Future Following Farewell". billboard.com. મેળવેલ 2010-01-29.
  9. ધ ગ્રેટેસ્ટ: 100 ગ્રેટેસ્ટ આર્ટિસ્ટ્સ ઓફ હાર્ડ રોક (40 - 21) સંગ્રહિત ૨૦૧૧-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન VH1.com ખાતે
  10. "VH1's 100 Greatest Hard Rock Songs". Stereogum.com. January 5, 2009. મૂળ માંથી ફેબ્રુઆરી 16, 2009 પર સંગ્રહિત. મેળવેલ December 24, 2009.
  11. "Scorpions to retire". TheGauntlet.com. January 24, 2010. મૂળ માંથી માર્ચ 4, 2016 પર સંગ્રહિત. મેળવેલ January 24, 2010.
  12. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-05-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-17.
  13. "સ્કોર્પિયન્સ"ની કહાણી સંગ્રહિત ૨૦૦૮-૦૪-૧૦ ના રોજ વેબેક મશિન (ulijonroth.com)]
  14. Syrjälä, Marko. "Interview with Uli Jon Roth". Metal-rules.com. મૂળ માંથી સપ્ટેમ્બર 17, 2012 પર સંગ્રહિત. મેળવેલ May 12, 2008. Unknown parameter |dateformat= ignored (મદદ)
  15. "Allmusic review of the album". allmusic.com. મેળવેલ 2007-05-18.
  16. ડોન ડોક્કન મુલાકાત સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન (classicrockrevisited.com)
  17. ક્લોઝઉ મીન સાથે મુલાકાત (metal-rules.com)
  18. નવા સ્કોર્પિયન્સ આલ્બમના ટાઇટલ, આર્ટવર્ક વિશેની માહિતી બહાર આવી સંગ્રહિત ૨૦૧૦-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન (bravewords.com)
  19. "Klaus Meine podcast interview". Stuck in the 80s. 2007. મૂળ માંથી 2007-11-19 પર સંગ્રહિત. મેળવેલ 2007-11-26.
  20. સ્કોર્પિયન્સે સ્પાઇઝને પેરેસ્ટ્રોઇકા બલ્લાડ આપ્યું
  21. "Scorpions performs at Germany's ECHO Awards". Blabbermouth.net. February 22, 2009. મૂળ માંથી ફેબ્રુઆરી 25, 2009 પર સંગ્રહિત. મેળવેલ February 22, 2009.
  22. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-11-26 પર સંગ્રહિત. મેળવેલ 2021-12-26.
  23. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-06-17.


બાહ્ય કડીઓ ફેરફાર કરો

ઢાંચો:Commons+cat