સ્નેહલતા નાથ (જન્મ ૨૭ ડિસેમ્બર ૧૯૬૫) એક ભારતીય ચળવળ કાર્યકર છે જેઓ નિલગિરિ ક્ષેત્રમાં તેમના કામ માટે જાણીતી છે. તેમને જમનાલાલ બજાજ એવોર્ડ અને નારી શક્તિ પુરસ્કાર મળ્યો છે .

સ્નેહલતા નાથ
જન્મની વિગત૨૭ ડિસેમ્બર ૧૯૬૫
રાષ્ટ્રીયતાભારત

તેમનો જન્મ ૧૯૬૫ માં થયો હતો. [૧]

તેઓ કીસ્ટોન ફાઉન્ડેશનના સ્થાપક તેમજ નિર્દેશક હતા જેની સ્થાપના ૧૯૯૩માં થઈ હતી. [૧] ફાઉન્ડેશનો ઉદ્દેશ ગરીબી હટાવવાનો હતો અને નીલગિરિ ક્ષેત્રના લોકો લક્ષ્યમાં હતા. તેઓ આ સંસ્થાનું દિલ્હીથી સંચાલન કરવાનો પ્રયત્ન કરી શકતા હતા પરંતુ તેઓ જાણતા હતા કે તેમને કાર્ય ક્ષેત્રની નજીક રહેવાની જરૂર છે. [૨] ફાઉન્ડેશને કોટાગિરી ખાતે પોતાનું કાર્યાલય સ્થાપ્યું. [૩]

ફેયરવિલ્ડ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૮માં જંગલીમાંથી એકત્રિત કરવામાં આવતી વનસ્પતિ જન્ય પેદાશો માટે સાશ્વત અને વાજબી વેપાર વ્યવસ્થા બનાવવા માટે કરવામાં આવી હતી. તેઓ આ સંસ્થાની સલાહકાર પેનલ પર સેવા આપે છે. [૩]

૨૦૧૩ માં તેમને "ગ્રામીણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ સંબંધે ઉત્કૃષ્ટ યોગદાન" માટે જમનાલાલ બજાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. તે પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ - પ્રણવ મુખર્જીએ આપ્યો હતો. [૪]

૨૦૧૯ માં તેમને રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હીમાં ભારતની મહિલાઓ માટેનો સર્વોચ્ચ નાગરિક સન્માન, નારી શક્તિ પુરસ્કાર, ભારતના રાષ્ટ્રપતિ - રામનાથ કોવિંદના હસ્તે આપવામાં આવ્યો હતો. તેઓ ૨૬ વર્ષ સુધી નીલગિરિ બાયોસ્ફિયર રિઝર્વમાં પર્યાવરણીય વિકાસ અને તેના સાશ્વતપણા માટે કામ કરી રહ્યા હતા. [૪]

  1. ૧.૦ ૧.૧ "Snehlata Nath - Jamnalal Bajaj Award 2013 Recipient - Application of Science & Technology for Rural Development". Jamnalal Bajaj Foundation. મેળવેલ 2020-04-27.
  2. "For 26 Years, This Woman Has Been Helping Nilgiris Tribals Stand For Their Rights". The Better India (અંગ્રેજીમાં). 2019-01-15. મેળવેલ 2020-04-27.
  3. ૩.૦ ૩.૧ "FairWild advisory panel". FairWild Foundation (અંગ્રેજીમાં). મેળવેલ 2020-04-27.
  4. ૪.૦ ૪.૧ "Snehlata Nath conferred with the Prestigious Nari Shakthi Puraskar Award". Keystone Foundation (અંગ્રેજીમાં). 2019-03-12. મેળવેલ 2020-04-27.