સ્વાધ્યાય

પોતાને જાણવાની પ્રક્રિયા

સ્વાધ્યાય શબ્દનો અર્થ સ્વ + અધ્યયન = પોતાનો અભ્યાસ થાય. કોઇપણ વ્યક્તિ પોતાને જાણવાનો પ્રયત્ન કરે તે પ્રક્રિયાને સ્વાધ્યાય કહેવાય.

આજના સમયમાં સ્વાધ્યાય ૩ રીતે પ્રચલિત છે.

ગીતામાં જણાવ્યા મુજબ દરેક વ્યક્તિએ પોતાનો અભ્યાસ આત્મવિકાસ માટે કરતા રહેવું જોઇએ. દરેક વ્યક્તિ જાણ્યે-અજાણ્યે સ્વાધ્યાય કરતી જ હોય છે. ધર્મ દ્વારા આ પ્રક્રિયાની વ્યાખ્યા કરવામાં આવે છે અને વ્યક્તિને કોઇ સ્થાપિત વિધી (પ્રક્રિયા) મુજબ માર્ગદર્શન આપવામાં આવે છે.