હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન

હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન ભારત દેશના મુખ્ય મથક દિલ્હી શહેરનાં ત્રણ મુખ્ય રેલ્વે મથકો પૈકીનું એક છે.

હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન

આ સ્ટેશન દેશનાં બધાં જ મુખ્ય તેમ જ મહત્વનાં મોટાં શહેરો સાથે જોડાયેલું છે. આ સ્ટેશન નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પરનો યાતાયાત તેમ જ વધતી જતી ભીડને નિયંત્રિત કરવા તેમ જ વિકેન્દ્રીત કરવાના ઉદ્દેશ સાથે વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન ઉત્તર રેલ્વે દ્વારા સંચાલિત તેમ જ અનુરક્ષિત છે. દિલ્હીની બે મુખ્ય જીવનરેખા તરીકે ઓળખાતા માર્ગો રિંગ માર્ગ અને મથુરા માર્ગ આ સ્ટેશનની બંને બાજુ પરથી પસાર થાય છે. સરાઇ કાલે ખાન આંતરરાજ્ય બસ સ્ટેશન (દિલ્હી)નું સ્થળ પણ આ સ્ટેશનની નજીકમાં જ આવેલું છે, જ્યાંથી નજીકનાં બધાં જ શહેરો માટે બસ સેવા ઉપલબ્ધ થઇ શકે છે.

આ રેલ્વે મથક પરથી દેશના બધા ભાગોમાં આવેલાં મહત્વનાં સ્થળોએ પંહોચવા માટે રેલ સેવા ઉપલબ્ધ બને છે.