અક્સા બીચ

મુંબઈનો દરિયાકિનારો (બીચ)

અક્સા બીચમુંબઈ ના મલાડ પરામાં આવેલા અક્સા ગામનું એક પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. જે માલવણીથી નજીક છે.[૧][૨]

અક્સા બીચ
અક્સા બીચ પર સૂર્યાસ્ત

આ બીચ શાંત જગ્યા છે, જ્યાં વસ્તી ખુબજ ઓછી જોવા મળે છે. પહેલાં આ બીચ ખુબ જ સાફ હતો અને ત્યાં વિવિધ પ્રકારના શંખ, છીપલા અને ગોકળગાય જોવા મળતા હતા. આ બીચ યુવાનો માં ખુબજ પ્રખ્યાત ફરવાનું સ્થળ છે. આ બીચ પર ઘણી હોટલ આવેલી છે. જેમાંની ઘણી હોટલ પર્યટકોને અને મુલાકાતીઓને ભાડે આપવામાં આવે છે.[૧]

આ બીચના છેડા પર INS હમલા (ભારતીય નૌકાસેનાનું મથક) અને નાનો બીચ "દાના પાની" આવેલો છે.

પરિવહન ફેરફાર કરો

અક્સા બીચ જવા માટે મલાડ ‍‌‌‍(પશ્ચિમ) થી બોરિવલીથી મઢ ટાપુ જતી બેસ્ટની બસ વડે જઇ શકાય છે તેમજ રીક્ષા અને ટેક્સી દ્વારા જઇ શકાય છે. આ સ્થળ મલાડ સ્ટેશન થી ૯ કિમી જ્યારે બોરિવલી સ્ટેશનથી ૧૨ કિમીના અંતરે આવેલું છે. અંધેરી સ્ટેશનથી વર્સોવા બસ સ્ટોપ પર થઇને પણ અહીં જઇ શકાય છે. વર્સોવા ગામથી મઢ ટાપુની સ્થાનિક બસ પણ પ્રાપ્ત છે, જે વડે અહીં જવા માટે ૨૦ મિનિટ લાગે છે.

સલામતી ફેરફાર કરો

આ સમુદ્રનો પ્રવાહ તેજ હોવાથી અહી તરવા જવું સલાહ ભર્યુ નથી અને મોજાઓના કારણે માટી ખસતી રહે છે અને લોકો તેને પારખી સકતા નથી. અહીં ન તરવાની ચેતવણી મુકવામાં આવી છે અને રક્ષક પણ રાખવામાં આવ્યા છે. છતાં પણ અહીં ખડકાળ બીચ ઉપર ચેતવણીની અવગણના અને મોજાનો પ્રવાહ ઝડપથી બદલાતો હોવાને કારણે દુર્ઘટનાઓ થતી રહે છે.[૩][૪][૫][૬] આ બીચ ચોમાસામાં ખુબજ ભયજનક બની જાય છે. તેમ છતાં રજાના દિવસોમાં અંદાજે ૧૫,૦૦૦ જેટલા લોકો આ બીચ ની મુલાકાતે આવે છે.[૭]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Aksa Beach – Mumbai Suburb". mumbai77.com. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૬.
  2. "World's most 'treacherous' beach claims 3". hindustantimes.com. ૬ મે ૨૦૧૩. મૂળ માંથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૪ પર સંગ્રહિત. મેળવેલ ૩૧ માર્ચ ૨૦૧૬.
  3. "Two College Students Drown at Aksa'". DNA India. ૧૨ મે ૨૦૧૫. મેળવેલ ૧૨ મે ૨૦૧૫.
  4. "Three Malad youths drown off Aksa beach, lifeguard pulls one to safety". The Times of India. ૬ મે ૨૦૧૩. મેળવેલ ૬ મે ૨૦૧૩.
  5. "'Visitors don't pay heed to warning signs'". Hindustan Times Mumbai. ૬ મે ૨૦૧૩. મૂળ માંથી 2013-06-06 પર સંગ્રહિત. મેળવેલ ૬ મે ૨૦૧૩.
  6. "Four drown off Aksa beach". DNA. ૨૨ જૂન ૨૦૦૮. મેળવેલ ૬ મે ૨૦૧૩.
  7. "Danger at the beach". DNA. ૨૪ જૂન ૨૦૦૮. મેળવેલ ૬ મે ૨૦૧૩.
 
Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે: