અટલ બિહારી વાજપેયી

ભારતના ૧૦મા વડા પ્રધાન

અટલ બિહારી વાજપેયી (૨૫ ડિસેમ્બર ૧૯૨૪[૧] - ૧૬ ઓગસ્ટ ૨૦૧૮[૨]) ભારતના રાજનેતા અને કવિ હતા. પ્રજાસત્તાક ભારતના ૧૦મા વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ ત્રણ ગાળાઓ (૧૯૯૬માં ૧૩ દિવસ, ૧૯૯૮-૧૯૯૯માં ૧૩ મહિના અને ૧૯૯૯-૨૦૦૪માં ૫ વર્ષ) દરમ્યાન સેવા આપી હતી.

અટલ બિહારી વાજપેયી
ભારતના ૧૦મા વડાપ્રધાન
પદ પર
૧૯ માર્ચ ૧૯૯૮ – ૨૨ મે ૨૦૦૪
રાષ્ટ્રપતિ
ડેપ્યુટીલાલકૃષ્ણ અડવાણી
પુરોગામીઆઇ. કે. ગુજરાલ
અનુગામીમનમોહન સિંહ
પદ પર
૧૬ મે ૧૯૯૬ – ૧ જૂન ૧૯૯૬
રાષ્ટ્રપતિશંકર દયાલ શર્મા
પુરોગામીપી. વી. નરસિંહા રાવ
અનુગામીએચ. ડી. દેવે ગૌડા
વિદેશ મંત્રી
પદ પર
૨૬ માર્ચ ૧૯૭૭ – ૨૮ જુલાઇ ૧૯૭૯
પ્રધાન મંત્રીમોરારજી દેસાઈ
પુરોગામીયશવંતરાવ ચવાણ
અનુગામીશ્યામ નંદન પ્રસાદ મિશ્રા
અંગત વિગતો
જન્મ(1924-12-25)25 December 1924
ગ્વાલિયર, બ્રિટિશ ભારત (હવે મધ્ય પ્રદેશ, ભારતમાં)
મૃત્યુ16 August 2018(2018-08-16) (ઉંમર 93)
નવી દિલ્હી, ભારત
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી (૧૯૮૦–૨૦૧૮)
અન્ય રાજકીય
જોડાણો
જનતા પાર્ટી (૧૯૭૭–૧૯૮૦)
ભારતીય જનસંઘ (૧૯૭૭ પહેલાં)
માતૃ શિક્ષણસંસ્થામહારાણી લક્ષ્મી બાઇ ગવર્મેન્ટ કોલેજ ઓફ એક્સલન્સ (૧૯૪૬)
ડીએવી કોલેજ, કાનપુર (૧૯૪૭)
(આ બંને કોલેજ સ્નાતક સમયે આગ્રા યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી)
ક્ષેત્રલેખક, રાજકારણી, કવિ
પુરસ્કારોભારત રત્ન
૨૦૧૫
પદ્મવિભૂષણ
૧૯૯૨
સહી

વાજપેયી કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો (ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને દિલ્હી)માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. ૧૯૬૯-૧૯૭૨ દરમ્યાન વાજપેયી ભારતીય જન સંઘ (હવે, ભારતીય જનતા પાર્ટી) ના પ્રમુખ હતા.

પ્રારંભિક જીવન અને ભણતર

ફેરફાર કરો

અટલ બિહારી વાજપેયીનો જન્મ કૃષ્ણાદેવી અને કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં સાધારણ બ્રાહ્મણ કુટુંબમાં ગ્વાલિયરમાં થયો હતો. તેમના પિતા કૃષ્ણ બિહારી એક કવિ અને શિક્ષક હતા. અટલ બિહારી વાજપેયીએ પ્રાથમિક શિક્ષણ બારા, ગ્વાલિયરની સરસ્વતી શિશુ મંદિર નામની શાળામાં લીધું હતું. તેમણે ગ્વાલિયરની વિક્ટોરીયા કોલેજ (હવે, લક્ષ્મીબાઇ કોલેજ)માંથી હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કાનપુરની DAV કોલેજમાંથી રાજકીય સિદ્ધાંત વિષય સાથે અનુસ્નાતકની પદવી પણ પ્રાપ્ત કરી હતી.

  • ૧૯૯૨, પદ્મવિભૂષણ
  • ૧૯૯૩, કાનપુર મહાવિધાલયમાંથી D. Lit.ની પદવી[૩]
  • ૧૯૯૪, લોકમાન્ય તિલક ખિતાબ[૩]
  • ૧૯૯૪, શ્રેષ્ઠ સંસદસભ્ય
  • ૧૯૯૪, ભારતરત્ન પંડિત ગોવિંદ વલ્લભ પંત ખિતાબ
  • ૨૦૧૫, ભારત રત્ન[૪]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Atal Bihari Vajpayee Biography – About family, political life, awards won, history". www.elections.in. મેળવેલ 2017-07-24.
  2. "Atal Bihari Vajpayee, Former Prime Minister and BJP Stalwart, Passes Away Aged 93 at AIIMS". News18. 2018-08-16. મેળવેલ 2018-08-16.
  3. ૩.૦ ૩.૧ "Prime Minister of India Bio-Data". Parliamentofindia.nic.in. મેળવેલ ૨૪ નવેમ્બર ૨૦૧૨.
  4. "President of India to present the Bharat Ratna to Shri Atal Bihari Vajpayee on March 27th at his residence". pib.nic.in. મેળવેલ 2017-05-11.