અનવર મહમદભાઈ આગેવાન (૪ ડિસેમ્બર ૧૯૩૬ – ૬ જુલાઈ ૧૯૯૧) એ એક ગુજરાતી ભાષાના જીવન ચરિત્ર અને લોકકથા લેખક હતા. તેમણે ઘણા લેખનો પ્રકાશિત કર્યા છે અને ઘણાં ધાર્મિક વિચારો અને સંતો વિષે લખ્યું છે.

અનવર મહમદભાઈ આગેવાન
જન્મ૦૪ ડિસેમ્બર ૧૯૩૬
અકોલા, મહારાષ્ટ્ર
મૃત્યુ૦૬ જુલાઈ ૧૯૯૧
વ્યવસાયચરિત્ર લેખક, લોકકથા લેખક, સંપાદક
ભાષાગુજરાતી
રાષ્ટ્રીયતાભારતીય

જીવન ફેરફાર કરો

અનવરભાઈનો જન્મ ૪ ડિસેમ્બર ૧૯૩૬ ના દિવસે મહારાષ્ટ્રના અકોલા ખાતે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિવરાજગઢ અને ગોંડલ માં મેળવ્યું. તેમણે મુંબઈથી મેટ્રિકની પરીક્ષા પાસ કરી. તેમણે આગ્રા હિંદી વિદ્યાપીઠમાંથી સ્નાતકની પડાવી મેળાવી. તેમને ગુજરાતી, ઉર્દૂ મરાઠી, બંગાળી રાજસ્થાની, વ્રજ, કારણી, કચ્છી અને અંગ્રેજી ભાષાઓ આવડતી હતી તેમણે મુંબઈના “જયગુજરાત” અને “રૂપલેખા” અઠવાડીકો માં કામ કર્યું. એમણે “આસ્થા” નામના સામયિકનું સંપાદન પણ કર્યું. [૧][૨]

તેઓ ૬ જુલાઈ ૧૯૯૧ ના દિવસે અવસાન પામ્યા.[૩]

સર્જન ફેરફાર કરો

તેમણે ઘણા ધાર્મિક વિકારો પર લેખન કર્યું જેમકે “વેદસાહિત્યનો પરિચય” (૧૯૬૫), વાર્તા સંગ્રહ “અદ્વૈત” (૧૯૭૪), “સાધના અને સંસ્કાર” (૧૯૮૯), “ચિન્મય ગાયત્રી” (૧૯૮૯).[૧][૨][૩]

રહીમાન અને જમાલ (૧૯૫૨), ગિરધર કવિરાય (૧૯૫૨), સાઈ દિનદરવેશ’' (૧૯૫૩ ), સંત દીનાદયાળગિરી (૧૯૫૪), દાસી જીવણ (૧૯૫૬), કવિ ગંગ (૧૯૫૪), સંત દાદુ (૧૯૮૭, દાદુ દયાલ પર) આ તેમની અન્ય ગુજરાતીઓ છે જ્યારે રન્નાદે (૧૯૬૬), રાજસ્થાની રસાધાર (૧૯૭૪) અને કસુંબીનો રંગ (૧૯૮૮) એ તેમના પાશકીમાં ભારતની લોકકથાઓનું સંપાદન છે.[૧][૨][૩]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ Vora, Niranjan (1990). Soni, Raman; Dave, Ramesh R.; Topiwala, Chandrakant (સંપાદકો). ગુજરાતી સાહિત્યકોશ: અર્વાચીનકાળ [Encyclopedia of Gujarati Literature: Modern Era]. II (1st આવૃત્તિ). Ahmedabad: ગુજરાતી સાહિત્ય પરિષદ. પૃષ્ઠ 18. OCLC 312020358.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ "સવિશેષ પરિચય: અનવર આગેવાન , ગુજરાતી સાહિત્ય પરિષદ" [Anwar Agewan]. ગુજરાતી સાહિત્ય પરિષદ. મૂળ માંથી 7 એપ્રિલ 2016 પર સંગ્રહિત. મેળવેલ 2 ઓગસ્ટ 2015.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ Shastri, Keshavram Kashiram (January 2013). ગુજરાતના સારસ્વતો - ૧ Gujaratna Saraswato - 1 [Who's Who in Gujarati Literature] (Updated આવૃત્તિ). Ahmedabad: ગુજરાતી સાહિત્ય સભા. પૃષ્ઠ 4–5. OCLC 900401455.