અભિનંદન નાથ

ચોથા જૈન તીર્થંકર

અભિનંદન નાથ કે અભિનંદન સ્વામી એ આ અવસર્પિણી કાળના ચોથા તીર્થંકર છે.[] જૈન માન્યતા અનુસાર, તેઓ પોતાના સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ બન્યા હતાં. અભિનંદન સ્વામીનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં આયોધ્યા નગરીમાં રાજા સંવર અને રાણી સિદ્ધાર્થના ઘેર થયો હતો. તેમની જન્મ તિથી મહા સુદ બીજ છે.[]

અભિનંદન નાથ
૪થા જૈન તીર્થંકર
અભિનંદનનાથ
અભિનંદન નાથ
અન્ય નામોઅભિનંદન સ્વામી
ધર્મજૈન ધર્મ
પુરોગામીસંભવનાથ
અનુગામીસુમતિનાથ
પ્રતીકવાનર
ઊંચાઈ૩૫૦ ધનુષ્ય (૧,૦૫૦ મીટર)
ઉંમર૫,000,000 પૂર્વ (૩૫૨.૮૦ Quintillion વર્ષ)
વર્ણસોનેરી
વ્યક્તિગત માહિતી
આવિર્ભાવ
દેહત્યાગ
સમેત શિખર
માતા-પિતા
  • સંવર (પિતા)
  • સિદ્ધાર્થ (માતા)

પાછલા ભવ

ફેરફાર કરો

મહાબળ એ પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવેલ રત્નસંચય / મંગલાવતી નગરીના રાજા હતાં.[] રાજા હોવા છતાં તેઓ અત્યમ્ત સરળ અને વિનમ્ર વ્યક્તિ હતાં. જ્યારે લોકોએ તેમના વખાણ કર્યાં, ત્યારે તેમને વિચારતા કે તેમાનામાં કોઈ ગુણ ન હોવા છતાં લોકોએ તેમના વખાણ શામાટે કર્યાં? ક્યારે કોઈ તેમના દોષ બતાવતાં ત્યારે તેઓ વિનમ્રતાથી કહેતાં, "તમે મારા ખરા હિતચિંતક છો જે મારા દોષો બતાવીને મારા વિકાસમામ્ મદદ કરો છો." જ્યારે તેમનામાં વૈરાગ્ય ભાવના પ્રબળ બની ત્યારે યોગ્ય સમયે તેમણે વિમલ સૂરી પાસે દીક્ષા લીધી. તેમની સરળતા અને વિનમ્રતાને કારણે તેઓ તેમના જૂથ ના જાણીતા અને આદર્શ શ્રમણ બની ગયાં. તેમના અનન્ય સરળ સ્વભાવ અને ઊંડી ધ્યાન સાધના પરિણામે તેઓ આત્માને નિર્મળ કરી અને તીર્થંકર નામ-ગોત્ર-કર્મ ઉપાર્જન કર્યા. આ ભવ પૂર્ણ કરી, વિજય દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં.

તીર્થંકર તરીકેનું જીવન

ફેરફાર કરો

વિજય દેવલોકમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી, તેઓ આયોધ્યાના રાજા સંવરની રાણી સિદ્ધાર્થ રાણીના ગર્ભમાં ચ્યવન પામ્યાં. તેમના આગળના ભવની સ્વભાવની સરળતાના વારસાગત ગુણોને પરિણામે ગર્ભમાં છ્યવન પામતાં જ આસપાસના વાતાવરણમાં શાંતિ અને શાતા ફરી વળી. રાજ્યના લોકોમાં વિનમ્રતા નએ ભાતૃભાવનાનો સંચાર થયો. સૌ લોકો નાત જાત ઉંમર કે મોભો આદિ ભુલી એક બીજાનું અભિવાદન/અભિનંદન કરતાં થઈ ગયા. વિનમ્રતા અને શિષ્ટાચાર એ લોકપ્રિય વસ્તુ બની ગઈ. ભવિષ્યવેતા અને અન્ય વિદ્વાનોએ કોઈ ધાર્મિકાત્માના લોકો પરના પ્રભાવની પુષ્ટિ કરી અને તે પ્રભાવ રાણીના ગર્ભમાં ચ્યવેલા જીવને કારણે હતી.[]

રાણી એ મહા સુદ બીજના દિવસે ભવિષ્યના તીર્થંકરને જન્મ આપ્યો. આ જીવના આગમના પ્રભાવે લોકો એક બીજાનું અભિવાદન કરતા થઈ ગયાં હતામ્ જેથી તેમનુમ્ નામ અભિનંદન રાખવામાં આવ્યું.

સમય પસાર થયો અભિનંદન સ્વામી અલ્પ સક્રીયતા થી ભૌતિક જીવન જીવતાં રહ્યાં. તેમના પિતાએ વૈરાગ્ય લેતાં તેઓ ગાદી પર આવ્યાં. એક લાંબા અને શાંત શાસન કાળ પછી તેઓ પણ વૈરાગ્ય વાસિત બન્યા. તેમણે ઘોર તપશ્ચર્યા કરી અને આધ્યાત્મીક સાધના કરી. તેમને પોષ વદ ચૌદસના કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. લાંબા સમય સુધી લોકોને ધર્મ સમજાવતા ભ્રમણ કરતાં રહ્યાં. વૈશાખ સુદ આઠમના તેઓ સમેત શિખર પર નિર્વાણ પામ્યાં.

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ટુકોલ, ટી. કે. (૧૯૮૦). કોમ્પેન્ડીયમ ઑફ જૈનીઝમ્. ધારવાડ: કર્ણાટક વિશ્વવિદ્યાલય. પૃષ્ઠ ૩૧.
  2. હેલન, ઝોન્સન (૨૦૦૯) [૧૯૩૧]. મુનિ સંવેગયશવિજય મહારાજ (સંપાદક). હેમચંદ્રના ત્રેસઠ શલાકા પુરુષ ચરિત્ર: જૈન ગાથા (અંગ્રેજી (પ્રાકૃતમાંથી અનુવાદિત)માં). Part 1. વડોદરા: ઓરિએન્ટલ ઈન્સ્ટીટ્યૂટ. ISBN 978-81-908157-0-3. CS1 maint: discouraged parameter (link) CS1 maint: unrecognized language (link) pp.416
  3. હેલન જોન્સન(૨૦૦૯) pp.417-18